ગિરીશભાઈ પંડ્યા
પ્લેજિયોક્લેઝ (Plagioclase)
પ્લેજિયોક્લેઝ (Plagioclase) : ફેલ્સ્પાર ખનિજો પૈકીનો એક ખનિજ-જૂથપ્રકાર; ટેક્ટોસિલિકેટ સમૂહનાં ખનિજો. પ્લેજિયોક્લેઝના સામાન્ય નામથી ઓળખાતાં ફેલ્સ્પાર ખનિજો ટ્રાયક્લિનિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. પ્લેજિયોક્લેઝ ખનિજો સમરૂપતા(isomorphism)નો વિશિષ્ટ ગુણધર્મ ધરાવતાં હોવાથી તેમનું રાસાયણિક બંધારણ Na2O·Al2O3·6SiO2થી CaO·Al2O3·2SiO2 સુધી ક્રમશ: બદલાતું રહે છે. રાસાયણિક બંધારણની ભિન્નતા મુજબ આ સમરૂપ શ્રેણીને 6 ખનિજપ્રકારોમાં વિભાજિત કરેલી…
વધુ વાંચો >પ્લૅટિનમ
પ્લૅટિનમ : આવર્તકોષ્ટકના VIIIમા સમૂહમાં આવેલ રાસાયણિક ધાતુ-તત્વ. આ સમૂહમાંની છ ધાતુઓમાં રુથેનિયમ, રોડિયમ, પેલેડિયમ તથા ઓસ્મિયમ અને ઇરિડિયમ સાથે પ્લૅટિનમનો સમાવેશ થાય છે. તે સૌથી વધુ વપરાતી ધાતુ હોવાથી આ છ ધાતુઓના સમૂહને પ્લૅટિનમ સમૂહની ધાતુઓ કહેવામાં આવે છે. પુરાણા સમયની પ્લૅટિનમની બનેલી હાથ-કારીગરીની વસ્તુઓ મળી આવી છે, પણ…
વધુ વાંચો >ફતેહપુર
ફતેહપુર : ઉત્તર પ્રદેશ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. જિલ્લો : ભૌ. સ્થાન : તે આશરે 25° 26´થી 26° 14´ ઉ. અ. અને 80° 13´થી 81° 21´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 100 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ…
વધુ વાંચો >ફતેહપુર સિક્રી
ફતેહપુર સિક્રી : ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં આવેલું મુઘલ સમ્રાટ અકબરનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 27° 06´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે. તે આગ્રાથી પશ્ચિમે 37 કિમી. દૂર તથા મથુરાથી દક્ષિણે રાજસ્થાન સરહદ નજીક ભરતપુરથી અગ્નિકોણમાં આવેલું છે. ત્યાં 1527માં બાબર અને રાણા સંગ્રામસિંહ વચ્ચે યુદ્ધ થયું હતું.…
વધુ વાંચો >ફરીદકોટ
ફરીદકોટ : પંજાબ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું શહેર. જિલ્લાનો કુલ વિસ્તાર 1,453 ચોકિમી. જેટલો છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં ફીરોઝપુર જિલ્લો, પૂર્વ તરફ મોગા અને ભટિંડા જિલ્લા, દક્ષિણ તરફ ભટિંડા અને મુક્તસર જિલ્લા તથા પશ્ચિમે મુક્તસર જિલ્લાની સરહદો આવેલી છે. પ્રાકૃતિક લક્ષણો : આખો…
વધુ વાંચો >ફરીદપુર (1)
ફરીદપુર (1) : બાંગ્લાદેશના ઢાકા વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : 22° 51´થી 23° 55´ ઉ. અ. અને 89° 19´થી 90° 37´ પૂ. રે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 6913 ચોકિમી. જેટલું છે. 2011 મુજબ અહીંની વસ્તી 19,12,969 જેટલી છે. ભૂપૃષ્ઠ : જિલ્લાનો લગભગ સમગ્ર વિસ્તાર…
વધુ વાંચો >ફરીદાબાદ
ફરીદાબાદ : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. જિલ્લો : ભૌ. સ્થાન : આ જિલ્લો 27° 51´ 15´´થી 28° 30´ 52´´ ઉ. અ. અને 77° 04´ 30´´થી 77° 32´ 50´´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 2,760 ચોકિમી. જેટલું છે. આ જિલ્લાની…
વધુ વાંચો >ફાટ (fracture, fissure)
ફાટ (fracture, fissure) : પોપડાના ખડકોમાં જોવા મળતી તિરાડ. તે સાંકડી કે પહોળી, ટૂંકી કે લાંબી, છીછરી કે ઊંડી, આડી, ઊભી, ત્રાંસી કે વાંકીચૂકી હોઈ શકે છે. તેમનાં પરિમાણ પણ ગમે તે હોઈ શકે. ખડકોમાં ઉદભવેલા સાંધા કે સ્તરભંગ, સુકાતા જતા પંકજથ્થાઓમાં જોવા મળતી પંકતડ (આતપ-તડ) પણ એક પ્રકારની ફાટ…
વધુ વાંચો >ફાટખીણ (Rift valley)
ફાટખીણ (Rift valley) : પૃથ્વીના પોપડામાં ફાટ પડવાને પરિણામે ઉદભવતું ખીણ આકારનું ભૂમિસ્વરૂપ. ભૂસ્તરીય પરિભાષાના સંદર્ભમાં બે કે વધુ સ્તરભંગો વચ્ચે પોપડાના તૂટેલા ખંડવિભાગનું અવતલન થવાથી રચાતું લાંબું, સાંકડું, ઊંડું ગર્ત. બે ફાટો વચ્ચે ગર્ત કે ખાઈ કે ખીણ જેવું ભૂમિસ્વરૂપ તૈયાર થતું હોવાથી તે ફાટખીણના નામથી ઓળખાય છે. ગર્તની…
વધુ વાંચો >ફાટ-પ્રસ્ફુટન (Fissure eruption)
ફાટ-પ્રસ્ફુટન (Fissure eruption) : ફાટ મારફતે થતું લાવાનું પ્રસ્ફુટન. પૃથ્વીના પોપડાના કોઈ નબળા વિભાગને તોડીને મૅગ્માને બહાર નીકળી આવવા માટે જે ઊંડો, લાંબો પ્રવહનમાર્ગ મળી રહે તેને ફાટ કહેવાય છે. આ પ્રકારની ફાટ ગિરિનિર્માણ ઘટનાને કારણે કે અન્ય ભૂસંચલનજન્ય ઘટનાને કારણે ઉદભવતી હોય છે. પોપડાની અંદર તરફ આવી ફાટો જો…
વધુ વાંચો >