ગિરીશભાઈ પંડ્યા

પૉર્ફિરી (porphyry)

પૉર્ફિરી (porphyry) : એક પ્રકારનો અગ્નિકૃત ખડક. ખૂબ જ સૂક્ષ્મ દાણાદાર કે સૂક્ષ્મ સ્ફટિકમય ખનિજદ્રવ્યમાં જડાયેલા મહાસ્ફટિકોથી બનેલી પૉર્ફિરિટિક કણરચનાવાળો અગ્નિકૃત ખડક પૉર્ફિરી તરીકે ઓળખાય છે. પૉર્ફિરી ખડકોમાં વિપુલ પ્રમાણમાં મહાસ્ફટિકો મળતા હોવાને કારણે તેમજ પોપડામાં તે ડાઇક અને સિલ સ્વરૂપનાં નાનાં અંતર્ભેદકો સ્વરૂપે છીછરી ઊંડાઈએ મળી આવતા હોવાને કારણે…

વધુ વાંચો >

પોલ્લાચી

પોલ્લાચી : તમિળનાડુ રાજ્યના કોઇમ્બતુર જિલ્લાનું એક નગર. ભૌગોલિક સ્થાન : 10o 40′ ઉ. અ. અને 77o 01′ પૂ. રે. તે કોઇમ્બતુરથી આશરે 40 કિમી.ને અંતરે અગ્નિ દિશામાં પેરામ્બિકુલમ્ જતા માર્ગ પર આવેલું છે. જિલ્લાનું તે ઘણું અગત્યનું વ્યાપારી મથક છે, પ્રવાસનું કેન્દ્ર છે તથા મહત્ત્વની દૃષ્ટિએ કોઇમ્બતુર પછી બીજા…

વધુ વાંચો >

પૉવેલ જૉન વેઝલી

પૉવેલ, જૉન વેઝલી (જ. 24 માર્ચ 1834, માઉન્ટ મૉરિસ, ન્યૂયૉર્ક; અ. 23 સપ્ટેમ્બર 1902) : અમેરિકન ભૂતપૂર્વ મેજર. સિવિલ યુદ્ધમાં તેમણે એક હાથ ગુમાવેલો. તેઓ તે પછીથી ભૂસ્તરશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી તરીકે વધુ જાણીતા બનેલા. 1865માં ઇલિનૉઇ યુનિવર્સિટીમાં અને 1867માં ઇલિનૉઇની નૉર્મલ કૉલેજમાં ભૂસ્તરશાસ્ત્રનું અધ્યાપનકાર્ય કર્યું. 1869માં તેમણે અન્ય 11 જણની…

વધુ વાંચો >

પ્યુમીસ (pumice)

પ્યુમીસ (pumice) : આછા રાખોડી-શ્વેત રંગનો, જ્વાળામુખીજન્ય, વિશેષ સિલિકાધારક લાવાના ફીણમાંથી બનેલો, વધુ પડતો કોષમય કુદરતી કાચ. ખનિજીય બંધારણની ર્દષ્ટિએ સામાન્ય રીતે તે રહાયોલાઇટને સમકક્ષ, પરંતુ અસંખ્ય કોટરોથી ભરપૂર હોય છે. સંજોગભેદે તે ગઠ્ઠાઓ કે કણિકાને સ્વરૂપે પણ જમાવટ પામતો હોય છે, ક્વચિત્ તે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકો ધરાવતો…

વધુ વાંચો >

પ્રકાશમ્

પ્રકાશમ્ : આંધ્ર રાજ્યમાં આવેલો જિલ્લો. તેની ઉત્તરે અને ઈશાનમાં ગુંટુર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, દક્ષિણે નેલોર જિલ્લો, નૈર્ઋત્યમાં કડાપ્પા જિલ્લો, પશ્ચિમે કર્નુલ જિલ્લો તથા વાયવ્યમાં મહેબૂબનગર જિલ્લો આવેલા છે. જિલ્લાનો કુલ વિસ્તાર 17,626 ચોકિમી. જેટલો છે. કિનારાથી અંદર તરફનું ભૂપૃષ્ઠ સમતળ મેદાની વિભાગથી બનેલું છે, કિનારાથી પશ્ચિમ તરફ પૂર્વ…

વધુ વાંચો >

પ્રતાપગઢ (1)

પ્રતાપગઢ (1) : ઉત્તરપ્રદેશ રાજ્યનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 25 34´થી 26 11´ ઉ. અ. અને 81 19´ પૂ. રે. થી 82 27  પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સુલતાનપુર જિલ્લો, દક્ષિણે અલાહાબાદ જિલ્લો, પૂર્વે જોનપુર જિલ્લો અને પશ્ચિમે ફત્તેહપુર તેમજ વાયવ્યે રાયબરેલી જિલ્લા તેમજ  નૈર્ઋત્યે ગંગા નદી…

વધુ વાંચો >

પ્રતાપગઢ (2)

પ્રતાપગઢ (2) : રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લામાં આવેલું એક નગર. ભૌ. સ્થાન : 24° 02´ ઉ. અ. અને 74° 47´ પૂ. રે. તે ચિતોડગઢથી દક્ષિણે, બાંસવાડા તેમજ ડુંગરપુરથી ઈશાનમાં તથા મંદસોર(મ.પ્ર.)થી પશ્ચિમમાં આવેલું છે. 15મી સદીમાં સ્થપાયેલા પ્રતાપગઢના દેશી રજવાડાનું તે મુખ્ય વહીવટી મથક હતું. 1689માં નગર તરીકે તે જાણીતું બનેલું…

વધુ વાંચો >

પ્રથમ જીવયુગ (Palaeozoic era)

પ્રથમ જીવયુગ (Palaeozoic era) ભૂસ્તરીય ઇતિહાસના મુખ્ય કાળગાળાઓ પૈકીનો એક. ભૂસ્તરીય કાળક્રમમાં જીવનના સંદર્ભમાં તે સર્વપ્રથમ ગણાતો હોઈ તેને પ્રથમ (પ્રાચીન) જીવયુગ નામ અપાયું છે. પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીના અંદાજે 460 કરોડ વર્ષના સમયને આવરી લેતા સમગ્ર ભૂસ્તરીય ઇતિહાસને સ્તરવિદોએ બે મહાયુગો(eons)માં વહેંચેલો છે : (1) પ્રી-કૅમ્બ્રિયન મહાયુગ : પ્રથમ…

વધુ વાંચો >

પ્રમાણસમય (standard time)

પ્રમાણસમય (standard time) : દુનિયાના જુદા જુદા પ્રદેશોમાં વસતા લોકોના રોજિંદા કામકાજમાં વ્યાવહારિક સરળતા જાળવવા ઉપયોગમાં લેવાતી પ્રમાણિત સમય-ગણતરીની પ્રણાલી. એક જ દેશમાં અસંખ્ય શહેરો-નગરો અને ગામડાં આવેલાં હોય છે. દરેક સ્થળ જો પોતાના સ્થાનિક સમય પ્રમાણે ઘડિયાળ ગોઠવે તો એક જ દેશમાં સ્થાનભેદે ઘડિયાળો જુદો જુદો સમય બતાવે; સંદેશાવ્યવહારમાં…

વધુ વાંચો >

પ્રસ્ફુરણ (fluorescence)

પ્રસ્ફુરણ (fluorescence) : ખનિજોમાં જોવા મળતો પ્રકાશીય ગુણધર્મ. અમુક ખનિજોને વિદ્યુત-વિકિરણો કે પારજાંબલી કિરણોની અસર હેઠળ રાખવામાં આવે ત્યારે તે એટલા સમય પૂરતું ર્દશ્યપ્રકાશનું ઉત્સર્જન કરે છે, આ ઘટનાને પ્રસ્ફુરણ કહે છે. અમુક ખનિજોના અમુક પ્રકારો જ આ પ્રકારની પ્રદીપ્તિ દર્શાવે છે. તેમને જ્યારે અમુક તરંગલંબાઈનાં પારજાંબલી કિરણોની અસર નીચે…

વધુ વાંચો >