ગિરીશભાઈ પંડ્યા
નાયગરા ધોધ
નાયગરા ધોધ : યુ.એસ. અને કૅનેડાની સરહદ પરની નાયગરા નદી પર આવેલો ધોધ. તેમજ અદભુત પ્રાકૃતિક પર્યટન સ્થળ. યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યમાં આવેલા નાયગરા ફૉલ્સ નગર તથા કૅનેડાના ઑન્ટારિયો પ્રાંતમાં આવેલા તે જ નામના નગર વચ્ચે, ઉત્તર અમેરિકાના ઈરી સરોવર તથા ઑન્ટારિયો સરોવરની બરોબર વચ્ચોવચ તે આવેલો છે. ભૌગોલિક સ્થાન :…
વધુ વાંચો >નિકારાગુઆ
નિકારાગુઆ : ઉત્તર અને દક્ષિણ અમેરિકી ખંડોને જોડતી સંયોગી ભૂમિનો સૌથી મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 10° 43’થી 15° 00’ ઉ.અ. અને 83° 10’થી 87° 40’ પ.રે. વચ્ચે વિસ્તરેલો છે. ક્ષેત્રફળ : 1,30,373 ચોકિમી.. તેની ઉત્તરે હૉન્ડુરાસ અને દક્ષિણે કૉસ્ટારીકાના દેશો તથા પૂર્વમાં કૅરિબિયન સમુદ્ર અને પશ્ચિમે પૅસિફિક…
વધુ વાંચો >નિકોલાઇટ
નિકોલાઇટ : અન્ય નામો નિકલાઇન, નિકોલાઇન. રાસા. બં. : NIS; સ્ફ. વર્ગ : હેક્ઝાગોનલ; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો વિરલ, નાના, પિરામિડલ, મોટે ભાગે જથ્થામય/દળદાર, વૃક્કાકાર, સ્તંભાકાર રચનાવાળા અથવા ખડકમાં વેરવિખેર કણસ્વરૂપે. યુગ્મતા (1011) ફલક પર. અપારદર્શક. સં. નથી હોતો; ભં. સ. ખરબચડી, બરડ; ચ. ધાત્વિક, રં. ઝાંખો તામ્રવર્ણી લાલ, ખુલ્લા…
વધુ વાંચો >નિક્ષેપરચનાપ્રકારો (facies)
નિક્ષેપરચનાપ્રકારો (facies) : ખડકોની નિક્ષેપજમાવટ દરમિયાન પ્રાપ્ત સંજોગો મુજબ તૈયાર થતો રચનાપ્રકાર. નિક્ષેપરચનાપ્રકાર પ્રદેશભેદે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ હેઠળ ફેરફારોને અધીન રહે છે. ભૂસ્તરીય સંદર્ભમાં નિક્ષેપરચનાપ્રકારના જુદા જુદા અર્થ ઘટાવી શકાય છે : ખડકવિદ્યાત્મક, સ્તરવિદ્યાત્મક, ઉત્પત્તિસ્થિતિજન્ય, જીવાવશેષજન્ય અને સ્થાનિક પરિસ્થિતિજન્ય. જળકૃત ખડક પ્રકાર, ખનિજબંધારણ, સ્તરરચનાત્મક લક્ષણો, સમાવિષ્ટ જીવાવશેષ પ્રકાર વગેરે જેવી…
વધુ વાંચો >નિમ્ન-બિટૂમિનસ કોલસો (sub-bituminous coal)
નિમ્ન-બિટૂમિનસ કોલસો (sub-bituminous coal) : કોલસામાંના કાર્બન અને બાષ્પશીલ દ્રવ્યોની માત્રા મુજબ કરેલા વર્ગીકરણ પૈકી બિટૂમિનસ કોલસાનો એક પેટાપ્રકાર, જે લિગ્નાઇટ અને બિટૂમિનસ પ્રકારોની વચગાળાની કક્ષામાં મુકાય છે (જુઓ : કોલસો). તેમાં કાર્બનનું પ્રમાણ પિટ અને લિગ્નાઇટ કરતાં વધુ પણ બિટૂમિનસ, નિમ્ન-ઍન્થ્રેસાઇટ તથા ઍન્થ્રેસાઇટ કરતાં ઓછું હોય છે; જ્યારે બાષ્પશીલ…
વધુ વાંચો >નિરેખણ-આકૃતિ (etching figures)
નિરેખણ-આકૃતિ (etching figures) : સ્ફટિક ફલકો પર અમુક પ્રક્રિયકો (reagents) દ્વારા વિકસાવવામાં આવતા લાક્ષણિક આકારો અને સ્વરૂપોવાળી રેખાકૃતિઓ સહિતના ખાડા. સ્ફટિક ફલકો પર યોગ્ય પ્રક્રિયક લગાડવામાં આવે ત્યારે ફલકસપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે, પરિણામે જુદી જુદી દિશાઓમાં જુદા જુદા આકારો અને સ્વરૂપોમાં નાના ખાડા ઉદભવે છે. આવાં સ્વરૂપોને નિરેખણ-આકૃતિ…
વધુ વાંચો >નિર્દેશક જીવાવશેષ (index fossil)
નિર્દેશક જીવાવશેષ (index fossil) : ખડકસ્તરોનું વયનિર્ધારણ સૂચવતા જીવાવશેષો. દુનિયાના દૂરદૂરના પ્રદેશોમાં રચાયેલા સ્તરોનો સહસંબંધ (correlation) તે તે સ્તરોમાં જળવાયેલા જીવાવશેષોના પ્રકાર અને પ્રમાણ પરથી નક્કી થાય છે. બધા જ જીવાવશેષો વયનિર્ધારણ માટે ઉપયોગી નીવડતા નથી. કેટલાક જીવાવશેષો અનુકૂળ સંજોગો મળી રહે તો લાંબા કાળ સુધી, તો કેટલાક પ્રાપ્ત સંજોગો…
વધુ વાંચો >નિર્માલ્ય ખનિજ
નિર્માલ્ય ખનિજ : ધાતુઓનાં અલગીકરણ કે સંકેન્દ્રીકરણની ક્રિયાઓમાંથી મળતાં ઉપયોગમાં ન આવી શકે તેવાં ખનિજદ્રવ્યો. ખનિજો એ ઘણી જ અગત્યની કુદરતી સંપત્તિ ગણાય છે. ધાતુઓ, અકાર્બનિક રસાયણો તેમજ ઘણીબધી અન્ય ઔદ્યોગિક પેદાશો ખનિજોમાંથી મેળવાય છે. જંગલોની અને ખેતીની પેદાશો જમીનના પ્રકાર અને ફળદ્રૂપતા પર આધાર રાખે છે, તે જમીનો પણ…
વધુ વાંચો >નીલમ (sapphire)
નીલમ (sapphire) : કોરંડમ(A12O3)નો નીલરંગી, પારદર્શક કે પારભાસક સ્વરૂપે મળતો પૂર્ણસ્ફટિકમય રત્નપ્રકાર. તેની કઠિનતા 9 છે અને વિશિષ્ટ ઘનતા 1.76–1.77 છે. કઠિનતામાં હીરાથી તરત જ નીચે તેનો ક્રમ આવતો હોઈ દૃઢતા અને ટકાઉપણાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. કોરંડમની લાલ રંગની પારદર્શક જાત માણેક (ruby) તરીકે અને નીલ રંગની પારદર્શક જાત…
વધુ વાંચો >નુનાટૅક્સ (Nunataks)
નુનાટૅક્સ (Nunataks) : એકાકી ડુંગર, ટેકરી, શિખરભાગ કે ખડકવિભાગ, જે હિમનદીજથ્થાની સપાટીથી બહાર નીકળી આવતા હોય, ચારે બાજુએ હિમનદી કે હિમચાદરોથી ઘેરાયેલા હોય, પરંતુ હિમાચ્છાદિત ન હોય. આ પ્રકારના વિભાગો સામાન્ય રીતે હિમચાદરોની કિનારીઓ નજીક જોવા મળતા હોય છે જ્યાં બરફનો થર પાતળો હોય છે. આવાં ભૂમિસ્વરૂપો ગ્રીનલૅન્ડમાં જોવા મળે…
વધુ વાંચો >