ગિરીશભાઈ પંડ્યા

તળેટી-હિમનદી

તળેટી-હિમનદી (piedmont glacier) : અલગ અલગ વહેતી બે કે વધુ ખીણ-હિમનદીઓ તેમના ઉપરવાસના ઓછાવત્તા સીધા ઢોળાવવાળા ખીણવિભાગોમાંથી હેઠવાસના પર્વતપ્રદેશના તળેટી-વિસ્તારમાં ભેગી થયા પછી હિમનદીના સ્વરૂપે વહેતો હિમજથ્થો. તળેટી-હિમનદી એ ખીણ હિમનદી (valley glacier) અને હિમચાદર (ice sheets) વચ્ચેનો પ્રકાર ગણાય છે. તે પર્વતપ્રદેશોના નીચાણવાળા, પ્રમાણમાં પહોળા વિસ્તારો પર ફેલાઈને વહે…

વધુ વાંચો >

તાંબું

તાંબું : કુદરતમાં મુક્ત અથવા સંયોજિત રૂપે મળી આવતી, વિદ્યુતસુવાહક, ગુલાબી ઝાંયવાળી ધાતુ. તાંબું એ લોખંડથી પણ પહેલાં ઉપયોગમાં લેવાયેલી ધાતુ છે. રાસ. બં. : Cu; સ્ફ.વ. : ક્યૂબિક; સ્ફ.સ્વ. : સ્ફટિકો ક્યૂબ, ઑક્ટાહેડ્રોન, ડોડેકાહેડ્રોન, ટેટ્રાહેક્ઝાહેડ્રોન સ્વરૂપોમાં; સામાન્યત: લાંબા, ચપટા કે વળેલા; ક્યારેક ગૂંચળા જેવા, દળદાર કે ચૂર્ણમય; સ્ફટિક યુગ્મતા…

વધુ વાંચો >

તીરસ્થ નિક્ષેપ

તીરસ્થ નિક્ષેપ (Littoral deposit) : દરિયાકિનારા પરનો નિક્ષેપ, કંઠારનિક્ષેપ. દરિયાકિનારાથી અંદર તરફ તળ પરની આશરે 200 મીટરની લંબાઈ સુધી વિસ્તરેલા વિભાગમાં જામેલા દ્રવ્યજથ્થા માટે શબ્દ ઉપયોગમાં લઈ શકાય, અર્થાત્, સમુદ્રજળની ગુરુતમ ભરતી અને લઘુતમ ભરતીથી રચાતી રેખાઓ વચ્ચેના વિભાગમાં જોવા મળતા નિક્ષેપને તીરસ્થ નિક્ષેપ તરીકે ઓળખાવી શકાય. કંઠારપ્રદેશના સ્થાનિક ખડકોના…

વધુ વાંચો >

તૃતીય જીવયુગ

તૃતીય જીવયુગ કેનોઝોઇક(નૂતન જીવ) મહાયુગનો પૂર્વાર્ધકાળ એટલે તૃતીય જીવયુગ. ભૂસ્તરીય કાળક્રમમાં મધ્યજીવયુગ (મેસોઝોઇક યુગ) પછી શરૂ થતો હોઈ તેને તૃતીય જીવયુગ (ટર્શ્યરી) નામ આપવામાં આવ્યું છે. ભૂસ્તરીય ઇતિહાસમાં તેમની ખડકરચનાઓની જમાવટ આજથી ગણતા 6.5 ± કરોડ વર્ષ અગાઉથી શરૂ થઈને 20 ± લાખ (છેલ્લાં સંશોધનો મુજબ 16 ± લાખ વર્ષ)…

વધુ વાંચો >

ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર

ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર (prismatic compass) : ભૂસ્તરીય તેમજ ભૌગોલિક સર્વેક્ષણ – ક્ષેત્રીય અભ્યાસકાર્ય માટે ઉપયોગમાં લેવાતું સાધન. આ સાધનથી દિશા અને દિશાકોણ જાણી શકાય છે. ક્ષેત્રમાં પોતાના સ્થાનનું બિંદુ નકશામાં મૂકી આપવા માટે દિશાકોણનો વિશેષે કરીને ઉપયોગ થાય છે. એ રીતે જોતાં તે સાદા હોકાયંત્રનું સુધારા-વધારાવાળું સ્વરૂપ ગણાય. આ સાધન…

વધુ વાંચો >

થૉમ્સોનાઇટ

થૉમ્સોનાઇટ : ઝિયોલાઇટ વર્ગનું વિરલ ખનિજ. રાસા. બં. NaCa2Al5Si5O20 6H2O; સ્ફ. વર્ગ : ઑર્થોરૉમ્બિક; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો પ્રિઝમૅટિક, સોયાકાર, પતરી આકાર; ઊભાં રેખાંકનોવાળા, પરંતુ વિરલ, વિકેન્દ્રિત અથવા પર્ણાકાર સમૂહોમાં વધુ મળે; ઘનિષ્ઠ; યુગ્મતા (110) ફલક પર આધારિત; પારદર્શકથી પારભાસક; સંભેદ : પૂર્ણ (010), સ્પષ્ટ (100); ભં.સ. : આછી વલયાકારથી…

વધુ વાંચો >

થોરાઇટ

થોરાઇટ : કુદરતી થોરિયમ સિલિકેટ. પ્રકાર : યુરેનોથોરાઇટ; રાસા. બં. ThSiO4; સ્ફ. વર્ગ: ટેટ્રાગોનલ; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટે ભાગે નાના પ્રિઝમ સ્વરૂપોમાં, ક્યારેક 8 સે.મી. વ્યાસના પણ મળી રહે; પ્રિઝમ ઉપરાંત (100) અને પિરામિડ (101) સ્વરૂપો સહિત. પિરામિડલ સ્વરૂપો પણ મળે, જેમાં પ્રિઝમ નાના હોય કે બિલકુલ ન હોય;…

વધુ વાંચો >

થોરિયેનાઇટ

થોરિયેનાઇટ : થોરિયમનું વિકિરણધર્મી ખનિજ. રા. બં. : ThO2 [મુખ્યત્વે (Th, U) O2] ; સ્ફ. વ. : ક્યૂબિક; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો સામાન્યપણે ક્યૂબ અને ક્યૂબોઑક્ટાહેડ્રન સ્વરૂપોવાળા ખડકોમાં જડાયેલા સ્ફટિકો કે કણોના સ્વરૂપે મળે. કાંપજન્ય નિક્ષેપોમાં જળ-ઘર્ષિત સ્વરૂપોમાં પણ મળે. આંતરગૂંથણીવાળી યુગ્મતા–(111) ફલક પર વધુ સામાન્ય; સંભેદ : (001) અસ્પષ્ટ;…

વધુ વાંચો >

દક્ષિણ ધ્રુવ

દક્ષિણ ધ્રુવ : પૃથ્વીની કાલ્પનિક ધરી પૃથ્વીની ભૂમિસપાટીને જે બે સ્થાનોએ છેદે છે તે બે બિંદુઓને ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળા પર ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર તરફના બિંદુને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ તરફના બિંદુને દક્ષિણ ધ્રુવ કહેવાય છે. ઉત્તર ધ્રુવની આસપાસ આર્ક્ટિક મહાસાગર પથરાયેલો છે, જ્યારે દક્ષિણ…

વધુ વાંચો >

દરિયાઈ અતિક્રમણ

દરિયાઈ અતિક્રમણ : જ્યારે સમુદ્રજળ-સપાટી ઊંચી જાય કે સમુદ્ર નજીકની ભૂમિનું ક્રમશ: અધોગમન થતાં ભૂમિસપાટી નીચી જાય ત્યારે ભૂમિ તરફ દરિયાઈ વિસ્તરણ થાય તે ઘટનાને દરિયાઈ અતિક્રમણ કહેવાય. પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીના કાળગાળાના સંદર્ભમાં ભૂસ્તરીય ર્દષ્ટિએ જોતાં અતિક્રમણનો સમયગાળો તો ઘણો નાનો ગણાય, તેમ છતાં આ ક્રિયા થતાં ભૂમિનો વિશાળ…

વધુ વાંચો >