ગિરીશભાઈ પંડ્યા
હૅનોવર
હૅનોવર : જર્મનીનો પ્રાદેશિક વિસ્તાર : આજના ઉત્તર જર્મનીનો એક વખતનો રાજકીય વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 52° 24´ ઉ. અ. અને 9° 44´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. હૅનોવર 1386થી હૅન્સિયાટિક લીગનું સભ્ય હતું. 1692માં તેને મતદાર મંડળ બનાવવામાં આવેલું તથા હૅનોવર શહેરને પાટનગર બનાવવામાં આવેલું. મતદાર મંડળને અધિકાર અપાયો કે…
વધુ વાંચો >હૅન્ગઝોઉ
હૅન્ગઝોઉ : ચીનના ઝેઝિયાંગ પ્રાંતનું પાટનગર, બંદર તથા પ્રવાસી-મથક. ભૌગોલિક સ્થાન : 30° 15´ ઉ. અ. અને 120° 10´ પૂ. રે.. તેને હૅન્ગચોઉ કે હૅન્ગચોવ પણ કહે છે. તે શાંગહાઈથી નૈર્ઋત્યમાં આશરે 160 કિમી. અંતરે હૅન્ગઝોઉ ઉપસાગર પર આવેલું છે. હૅન્ગઝોઉની નજીકમાં આવેલા, ખૂબ જ જાણીતા બનેલા, કિસ હુ નામના…
વધુ વાંચો >હેન્રી (નૌકાસફરી)
હેન્રી (નૌકાસફરી) (જ. 4 માર્ચ 1394, ઓપોર્ટો, પોર્ટુગલ; અ. 13 નવેમ્બર 1460, સેક્રેડ કેપ) : પોર્ટુગીઝ રાજકુમાર. પંદરમી સદી દરમિયાન પશ્ચિમી આફ્રિકી કાંઠાની જાણકારી મેળવવા અભિયાનોને પ્રોત્સાહિત કરનાર. આ અભિયાનોથી પશ્ચિમ આફ્રિકી કાંઠાનો ભૌગોલિક અભ્યાસ કરી શકાયો છે; એટલું જ નહિ, તે વખતનાં યુરોપીય રાષ્ટ્રોમાં નૌકાસફરના ક્ષેત્રે પોર્ટુગલ અગ્રેસર રહી…
વધુ વાંચો >હેબ્રાઇડ્ઝ (ટાપુઓ) (Hebrides)
હેબ્રાઇડ્ઝ (ટાપુઓ) (Hebrides) : સ્કૉટલૅન્ડના મુખ્ય ભૂમિભાગથી વાયવ્ય તરફ આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : તે આશરે 56° 30´થી 58° 30´ ઉ. અ. અને 5° 30´થી 7° 30´ પ. રે. વચ્ચેનો અંદાજે 14,763 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ટાપુસમૂહમાં આશરે 500 જેટલા ટાપુઓ આવેલા છે, તે પૈકીના માત્ર 100થી…
વધુ વાંચો >હૅમિલ્ટન (Hamilton)
હૅમિલ્ટન (Hamilton) : (1) ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 37° 45´ દ. અ. અને 142° 02´ પૂ. રે.. તે મેલબૉર્નથી પશ્ચિમ તરફ આશરે 200 કિમી. અંતરે ગ્રેન્જ બર્ન નદીના કાંઠે વસેલું છે. તેની આજબાજુના પ્રદેશમાં ઢોર અને ઘેટાંનો ઉછેર થાય છે. અહીં ધાન્ય તેમજ તેલીબિયાંના કૃષિપાકો ઉગાડાય…
વધુ વાંચો >હેમેટાઇટ
હેમેટાઇટ : આર્થિક દૃષ્ટિએ અત્યંત મહત્વ ધરાવતું લોહઅયસ્ક. રાસા. બં. : Fe2O3. તેના શુદ્ધતમ સ્વરૂપમાં તે 70 % લોહમાત્રા ધરાવતું હોય છે. સ્ફ. વ. : હેક્ઝાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો પાતળાથી જાડા મેજ આકાર, રહોમ્બોહેડ્રલ, પિરામિડલ, ભાગ્યે જ પ્રિઝમેટિક. મેજ આકાર સ્ફટિકો ક્યારેક ગુલાબની પાંખડીઓ જેવી ગોઠવણીમાં મળતા હોઈ તેને…
વધુ વાંચો >હૅમ્બર્ગ
હૅમ્બર્ગ : જર્મનીનું બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 53° 33´ ઉ. અ. અને 9° 59´ પૂ. રે.. તે જર્મનીના હૅમ્બર્ગ વહીવટી વિભાગનું પાટનગર પણ છે. તેનો વિસ્તાર 760 ચોકિમી. જેટલો છે. આ રીતે તે શહેર હોવા ઉપરાંત આજુબાજુના ઉત્તર જર્મનીના પ્રદેશને આવરી લેતું રાજ્ય પણ છે. વળી…
વધુ વાંચો >હેલસિન્કી
હેલસિન્કી : ફિનલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. સ્વીડિશ નામ હેલસિંગફોર્સ. તે ફિનલૅન્ડના દક્ષિણ કાંઠે ફિનલૅન્ડના અખાત પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 60° 10´ ઉ. અ. અને 24° 58´ પૂ. રે.. તે દેશનાં મુખ્ય બંદરો પૈકીનું એક છે તેમજ વેપાર-વાણિજ્યનું અને સાંસ્કૃતિક મથક પણ છે. આ શહેરની આજુબાજુનો અખાત…
વધુ વાંચો >હેલાઇટ
હેલાઇટ : મીઠું (salt). રાસા. બં. : NaCl. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ક્યૂબ સ્વરૂપે મળે, ભાગ્યે જ ઑક્ટાહેડ્રલ; સ્ફટિકો ક્યારેક પોલાણવાળા, કંસારીના આકારના (hopper shaped); દળદાર, ઘનિષ્ઠથી દાણાદાર; ભાગ્યે જ સ્તંભાકાર કે અધોગામી. પારદર્શકથી પારભાસક. સંભેદ : (001) પૂર્ણ. પ્રભંગ : વલયાકાર, બરડ. ચમક : કાચમય.…
વધુ વાંચો >હૅલિફૅક્સ (Halifax) (ઇંગ્લૅન્ડ)
હૅલિફૅક્સ (Halifax) (ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના યૉર્કશાયર પરગણાના પશ્ચિમ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 53° 44´ ઉ. અ. અને 1° 52´ પૂ. રે.. તે કૅલ્ડર નદીના કાંઠા પર વસેલું છે. લીડ્ઝથી નૈર્ઋત્યમાં અને બ્રેડફૉર્ડથી દક્ષિણમાં આવેલું આ સ્થળ ઊની કાપડના શહેર તરીકે જાણીતું છે. અહીં કાપડનો વેપાર પંદરમી સદીથી ચાલ્યો…
વધુ વાંચો >