ગિરીશભાઈ પંડ્યા

હુઆંગ હો (Huang Ho)

હુઆંગ હો (Huang Ho) : ચીનની યાંગત્ઝે નદીથી બીજા ક્રમે આવતી લાંબી નદી. ભૌગોલિક સ્થાન : 36° 00´ ઉ. અ. અને 123° 00´ પૂ. રે.. તે પુષ્કળ પ્રમાણમાં પીળા રંગની સુંવાળી માટી ખેંચી લાવતી હોવાથી તેને હુઆંગ હો (પીળી નદી) કહે છે. વળી તે તેના કાંઠાના વિસ્તારોમાં પૂરથી તારાજી કરી…

વધુ વાંચો >

હુગલી

હુગલી : પશ્ચિમ બંગાળમાં આવેલી નદી. ગંગાના ફાંટારૂપ ગણાતી આ નદી ભાગીરથી અને જલાંગી (અજય) નદીઓના નવદીપ ખાતે થતા સંગમથી બને છે. અહીંથી તે દક્ષિણ તરફ આશરે 260 કિમી.ના અંતર સુધી વહીને બંગાળના ઉપસાગરને મળે છે. આ નદીને છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી અજય, દામોદર, રૂપનારાયણ અને હલદી (કાસઈ) નદીઓ મળે છે.…

વધુ વાંચો >

હુન્ઝા

હુન્ઝા : પાકિસ્તાનની ઉત્તર સીમા પર આવેલો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 55´ ઉ. અ. અને 74° 22´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,100 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રદેશ અફઘાનિસ્તાન અને ચીનની સીમા નજીક પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આવેલો છે. કરીમાબાદ તેનું મોટામાં મોટું શહેર છે. ગિલ્ગિટમાંથી…

વધુ વાંચો >

હુબ્નેરાઇટ

હુબ્નેરાઇટ : MnWO4 રાસાયણિક બંધારણ ધરાવતું ખનિજ. વુલ્ફ્રેમાઇટ ઘન દ્રાવણ શ્રેણીનો મૅંગેનીઝધારક ખનિજ-પ્રકાર. તેમાં સામાન્યત: અલ્પ પ્રમાણમાં લોહમાત્રા હોય છે. તે મૉનોક્લિનિક સ્ફટિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. હુબ્નેરાઇટ  તેના સ્ફટિકો ટૂંકા અને ત્રિપાર્શ્વીય હોય છે. ચમક : હીરકથી રાળમય. પ્રભંગ : ખરબચડો. કઠિનતા : 4. વિ. ઘ. : 7.2. રંગ…

વધુ વાંચો >

હૂવર બંધ

હૂવર બંધ : દુનિયાના ઊંચા બંધ પૈકીનો એક. તે યુ.એસ.ના ઍરિઝોના રાજ્યમાં કૉલોરાડો નદીના બ્લૅક મહાકોતર પર આવેલો છે. આ બંધ બોલ્ડર કોતર પ્રકલ્પ(Boulder Canyon Project)ના એક ભાગરૂપ છે. પ્રકલ્પમાં બંધ, જળવિદ્યુત, ઊર્જા એકમ તથા જળાશયનો સમાવેશ થાય છે. આ બંધથી કૉલોરાડો નદીમાં આવતાં પૂરનું નિયંત્રણ થાય છે; એટલું જ…

વધુ વાંચો >

હેકલા

હેકલા : નૈર્ઋત્ય આઇસલૅન્ડમાં આવેલો જ્વાળામુખી પર્વત. તે આઇસલૅન્ડના કાંઠાથી આશરે 32 કિમી. જેટલા અંતરે આવેલો છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ 1,491 મીટર જેટલી છે. બારમી સદીથી આજ સુધીમાં હેકલામાંથી કે તેની નજીકના ભાગોમાંથી આશરે 18 જેટલાં પ્રસ્ફુટનો થયાં છે. આ જ્વાળામુખી છેલ્લાં 60 વર્ષથી શાંત રહ્યો છે, તેનું છેલ્લું પ્રસ્ફુટન…

વધુ વાંચો >

હેક્ઝાગોનલ વર્ગ

હેક્ઝાગોનલ વર્ગ ખનિજ સ્ફટિકોના છ સ્ફટિક વર્ગો પૈકીનો એક. આ વર્ગમાં સમાવિ+ષ્ટ તમામ સ્ફટિકોને ચાર સ્ફટિક અક્ષ હોય છે, તે પૈકીના ત્રણ સરખી લંબાઈના અને ક્ષિતિજસમાંતર સ્થિતિમાં હોય છે, તે ત્રણે એકબીજાંને 120°ને ખૂણે કાપે છે. સરખી લંબાઈના હોવાથી તે ‘a’ સંજ્ઞાથી ઓળખાય છે; આગળ ડાબેથી પાછળ જમણી તરફ જતો…

વધુ વાંચો >

હેગ (Hague)

હેગ (Hague) : હોલૅન્ડનું પાટનગર, નેધરલૅન્ડ્ઝનું સરકારી મથક. નેધરલૅન્ડ્ઝનું પાટનગર ઍમસ્ટર્ડૅમ ખાતે આવેલું છે. વાસ્તવમાં હેગ એ દેશના રાજવીનું સત્તાવાર નિવાસસ્થાન છે. હેગનું સત્તાવાર નામ ગ્રેવનહેગ (અર્થ : અમીરવાડો) અથવા ડેન હાગ છે. ભૌગોલિક સ્થાન : 52° 05´ ઉ. અ. અને 4° 22´ પૂ. રે.. હેગનું સ્થાન દર્શાવતો નકશો હેગ…

વધુ વાંચો >

હેડફિલ્ડ રૉબર્ટ ઍબટ (સર)

હેડફિલ્ડ, રૉબર્ટ ઍબટ (સર) (જ. 1859, શેફિલ્ડ, ઇંગ્લૅન્ડ; અ. 1940) : ધાતુશોધનનિષ્ણાત. ઍમરીની અવેજીમાં ઉપયોગમાં લઈ શકાય એવું દ્રવ્ય શોધતાં તેમણે બિનચુંબકીય મૅંગેનીઝ સ્ટીલ શોધી કાઢેલું. આ સ્ટીલ ઘસારા સામે ટકી શકે એવું અત્યંત સખત હોય છે અને તેથી ઉગ્ર પ્રતિબળો સામે ઉપયોગમાં લઈ શકાય એવું આદર્શ દ્રવ્ય ગણાય છે.…

વધુ વાંચો >

હૅનોઈ

હૅનોઈ : વિયેટનામનું પાટનગર અને હોચી મિન્હ શહેર પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 21° 02´ ઉ. અ. અને 105° 51´ પૂ. રે. પર ‘રેડ રીવર’ના મુખત્રિકોણથી રચાયેલા ફળદ્રૂપ પ્રદેશના મથાળે આવેલું છે. તેનો વિસ્તાર 921 ચોકિમી. જેટલો છે. હૅનોઈ એક મહત્વનું વ્યાપારી કેન્દ્ર અને નદીબંદર…

વધુ વાંચો >