ગિરીશભાઈ પંડ્યા

સેલમ

સેલમ : તામિલનાડુ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 39´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે.ની આજુબાજુનો 5,220 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ધર્મપુરી, પૂર્વમાં વિલ્લુપુરમ્ રામસ્વામી પદૈયાત્ચિયાર અને પેરામ્બુર થિરુવલ્લુવર, દક્ષિણે પેરુમ્બિડુગુ મુથરયાર અને રાજાજી તથા પશ્ચિમે પેરિયાર…

વધુ વાંચો >

સેલાન્ગોર

સેલાન્ગોર : મલેશિયા દ્વીપકલ્પના પશ્ચિમ કિનારા પરનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 3° 30´ ઉ. અ. અને 101° 30´ પૂ. રે.ની આજુબાજુનો 7,956 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યની ઉત્તર તરફ પેરાક, પૂર્વ તરફ પૅહાગ, અગ્નિ તરફ નેગ્રી સેમ્બિલાન તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ મલાક્કા(મલેકા)ની સામુદ્રધુની આવેલાં છે.…

વધુ વાંચો >

સેલિબિસ : ટાપુઓ

સેલિબિસ : ટાપુઓ : ઇન્ડોનેશિયાના ચાર બૃહદ સુન્દા ટાપુઓ પૈકીનો એક. તે ‘સુલાવેસી’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 2° 00´ દ. અ. અને 121° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 2,27,654 ચોકિમી. (નજીકના ટાપુઓ સહિત) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની કિનારાની લંબાઈ 5478 કિમી. જેટલી છે. તે…

વધુ વાંચો >

સેલિબિસ સમુદ્ર

સેલિબિસ સમુદ્ર : પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં આવેલો ઇન્ડોનેશિયન સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 3° 00´ ઉ. અ. અને 122° 00´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલો છે. તેની ઉત્તરે સુલુ દ્વીપસમૂહ, સુલુ સમુદ્ર અને મિન્ડાનાઓ ટાપુ; પૂર્વ તરફ સાંગી ટાપુ-શ્રેણી; દક્ષિણ તરફ સેલિબિસ ટાપુ (પુલાઉ સુલાવેસી) તથા પશ્ચિમ તરફ બૉર્નિયો આવેલાં છે.…

વધુ વાંચો >

સેલિસબરી

સેલિસબરી : ઇંગ્લૅન્ડના વિલ્ટશાયરમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. તે જિલ્લાના મધ્યભાગમાં એવન, બૉર્ન અને નાડેરના સંગમ સ્થળે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 51° 05´ ઉ. અ. અને 1° 48´ પ. રે.. આ શહેર તેનાં જોવાલાયક ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે. એવનના કાંઠા પાસે 123 મીટર ઊંચાઈ…

વધુ વાંચો >

સેલેનાઇટ (Selenite)

સેલેનાઇટ (Selenite) : ચિરોડીનો સ્પષ્ટ સ્ફટિક પ્રકાર. રાસા. બં. : CaSO4.2H2O. તેના બધા જ ગુણધર્મો ચિરોડીને મળતા આવે છે. તેનાં વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે છે : રંગવિહીન, પારદર્શક, ક્યારેક તે મોટા પત્રવત્ સ્વરૂપમાં પણ મળે. સામાન્યપણે નમનીય, તેથી રેસાદાર પ્રભંગ આપે; પરંતુ ફ્રાન્સના પૅરિસ નજીકમાંથી મળતી તેની જાત બરડ હોય…

વધુ વાંચો >

સેવની (Seoni)

સેવની (Seoni) : મધ્યપ્રદેશના જબલપુર વિભાગની દક્ષિણે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 35´થી 22° 25´ ઉ. અ. અને 79° 10´થી 80° 15´ પૂ. રે. વચ્ચેનો 8,758 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જબલપુર; ઉત્તર, ઈશાન અને પૂર્વ તરફ માંડલા;…

વધુ વાંચો >

સેવર્ન (નદી)

સેવર્ન (નદી) : બ્રિટનની લાંબામાં લાંબી નદી. તે મધ્ય વેલ્સના પુમ્લુમૉન(પ્લાયનિમૉન)ના ઊંચાણવાળા પ્રદેશમાંથી નીકળે છે. ત્યાંથી તે 350 કિમી.ના અંતર સુધી વહીને બ્રિસ્ટોલની ખાડીમાં ઠલવાય છે. શેપસ્ટવની દક્ષિણમાં સેવર્ન નદી હેઠળ તૈયાર કરાયેલા 6 કિમી. લાંબા બોગદામાં થઈને ભૂગર્ભીય રેલમાર્ગ પસાર થાય છે. નદી પર ઝૂલતો પુલ બનાવી 1966માં ખુલ્લો…

વધુ વાંચો >

સૅવુ (ટાપુ)

સૅવુ (ટાપુ) : ઇન્ડોનેશિયા-બહાસાનો ટાપુ તેમજ ટાપુજૂથ. ભૌગોલિક સ્થાન : 10° 30´ દ. અ. અને 121° 54´ પૂ. રે.. તે સૅવુ સમુદ્રમાં આવેલો છે, જે ન્યુસા ટેંગારા તિમુર પ્રાંતમાં આવેલો છે. સૅવુ ટાપુ 37 કિમી. લાંબો અને 16 કિમી. પહોળો છે. તેનું ક્ષેત્રફળ 414 ચોકિમી. જેટલું છે. રાઇજુઆ ટાપુ 13…

વધુ વાંચો >

સૅવુ (સમુદ્ર)

સૅવુ (સમુદ્ર) : પૅસિફિક મહાસાગરના એક ભાગરૂપ ઇન્ડોનેશિયા (બહાસા) નજીક આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 9° 40´ દ. અ. અને 122° 00´ પૂ.રે.. તે લઘુ સુંદા ટાપુઓથી ઘેરાયેલો છે; ઉત્તર તરફ તે ફ્લોરેસ, સોલોર, લૉમ્બલેન, પાન્તાર અને ઍલોર ટાપુઓથી બનેલી આંતરિક, જ્વાળામુખીજન્ય બંદા દ્વીપચાપથી તથા દક્ષિણ તરફ સુંબા, રોતી, સૅવુ…

વધુ વાંચો >