ગિરીશભાઈ પંડ્યા
સિક્કિમ
સિક્કિમ : ભારતના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય. દેશનાં નાના કદનાં રાજ્યો પૈકી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : તે 27° 35´ ઉ. અ. અને 88° 35´ પૂ. રે.ની આજુબાજુનો 7,096 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિબેટ અને ચીન, પૂર્વ તરફ ભુતાન, દક્ષિણે પશ્ચિમ બંગાળ તથા…
વધુ વાંચો >સિડની (Sydney)
સિડની (Sydney) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર. ઑસ્ટ્રેલિયાનું તે જૂનામાં જૂનું અને મોટામાં મોટું શહેર તથા દુનિયાનું સૌથી મોટું કુદરતી બારું છે. ભૌગોલિક સ્થાન : તે 33° 52´ દ. અ. અને 151° 13´ પૂ. રે.ની આજુબાજુનો 12,145 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સિડની શહેરની પૂર્વ તરફ પૅસિફિક…
વધુ વાંચો >સિડેરાઇટ
સિડેરાઇટ : લોહ કાર્બોનેટ. કૅલ્સાઇટ સમૂહનું ખનિજ. રાસા. બં. : FeCO3. લોહપ્રમાણ 48.2 %. સ્ફ. વ. : હૅક્ઝાગોનલ-ર્હૉમ્બોહેડ્રલ સમમિતિધારક, કૅલ્શાઇટ જેવી સ્ફટિક રચના. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યત: ર્હૉમ્બોહેડ્રલ; મેજ આકાર, પ્રિઝમેટિક, સ્કેલેનોહેડ્રલ પણ હોય. સ્ફટિક-ફલકો ક્યારેક વળેલા હોય; દળદાર, સ્થૂળથી સૂક્ષ્મદાણાદાર પણ મળે; ક્વચિત્ ગોલક જેવા કે દ્રાક્ષના ઝૂમખા…
વધુ વાંચો >સિડેરોલાઇટ
સિડેરોલાઇટ : ઉલ્કાઓનો એક પ્રકારનો સમૂહ. ઉલ્કાઓને નીચે પ્રમાણેના મુખ્ય ત્રણ સમૂહોમાં વહેંચેલી છે. આ ત્રણે સમૂહોનાં અંતર્ગત બંધારણીય લક્ષણો અન્યોન્ય ઓતપ્રોત જોવા મળેલાં છે : 1. સિડેરાઇટ સમૂહ અથવા લોહ ઉલ્કાઓ : જે લગભગ સંપૂર્ણપણે નિકલમિશ્રિત લોહદ્રવ્યથી બનેલી છે, તેથી તેમને ધાત્વિક ઉલ્કાઓ પણ કહેવાય છે. તેના પેટાપ્રકારો પણ…
વધુ વાંચો >સિધિ (Sidhi)
સિધિ (Sidhi) : મધ્ય પ્રદેશના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 45´થી 23° 45´ ઉ. અ. અને 81° 10´થી 83° 00´ પૂ. રે. વચ્ચેનો 10,256 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં રેવા, ઈશાન અને પૂર્વમાં ઉત્તરપ્રદેશનો મિરઝાપુર જિલ્લો,…
વધુ વાંચો >સિદ્ધપુર
સિદ્ધપુર : પાટણ જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 23° 55´ ઉ. અ. અને 72° 23´ પૂ. રે.ની આજુબાજુનો 667 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ મેદાની હોવાથી ખેતી અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. તાલુકામથક સિદ્ધપુર સરસ્વતી નદીને કાંઠે આવેલું છે. તાલુકાની…
વધુ વાંચો >સિદ્ધાર્થનગર
સિદ્ધાર્થનગર : ઉત્તરપ્રદેશના પૂર્વભાગમાં ગોરખપુર વિભાગમાં આવેલો જિલ્લો. તે આશરે 27° 15´ ઉ. અ. અને 82° 30´ પૂ. રે. આજુબાજુનો 2,797 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં મહારાજગંજ અને સંત કબીરનગર, દક્ષિણમાં બસ્તી તથા નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ ગોંડા તથા પશ્ચિમમાં બલરામપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક…
વધુ વાંચો >સિનાઈ (દ્વીપકલ્પ)
સિનાઈ (દ્વીપકલ્પ) : રાતા સમુદ્રને મથાળે આવેલો ઇજિપ્તનો દ્વીપકલ્પ. સુએઝની નહેર અને સુએઝના અખાતની પૂર્વમાં તથા પશ્ચિમ ઇઝરાયલની સીમા પર આવેલો ઇજિપ્તનો ભાગ. ભૌગોલિક સ્થાન : તે 29° 30´ ઉ. અ. અને 34° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 65,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દ્વીપકલ્પ નાના નાના રણદ્વીપો…
વધુ વાંચો >સિન્ડર (cinder)
સિન્ડર (cinder) : જ્વાળામુખીજન્ય દ્રવ્ય. જ્વાળામુખી સ્કોરિયા. જ્વાળામુખીજન્ય સ્કોરિયાયુક્ત લાવા. પ્રાથમિકપણે તે બિનસંશ્લેષિત, આવશ્યકપણે કાચમય અને જ્વાળામુખી-પ્રસ્ફુટિત કોટરયુક્ત કણિકાદ્રવ્ય કે જેનો વ્યાસ 3થી 4 મિમી. ગાળાનો હોય તેને સિન્ડર તરીકે ઓળખાવવામાં આવે છે. ક્યારેક તે વિવિધ કદના, પરંતુ નાના પરિમાણવાળા જ્વાળામુખી દ્રવ્યથી બનેલા હોઈ શકે. જ્વાળામુખીજન્ય ભસ્મ કે કણિકાઓ જેવું…
વધુ વાંચો >સિમલા
સિમલા : હિમાચલ પ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 45´થી 31° 44´ ઉ. અ. અને 77° 00´થી 78° 19´ પૂ. રે. વચ્ચેનો 5,131 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુલુ અને મંડી જિલ્લા, ઈશાન અને પૂર્વમાં કિન્નૌર જિલ્લો,…
વધુ વાંચો >