ગિરીશભાઈ પંડ્યા

સાબરમતી

સાબરમતી : ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ પૈકીની એક. ભૌગોલિક સ્થાન : 22° 18´ ઉ. અ. અને 72° 22´ પૂ. રે.. તે રાજસ્થાનની અરવલ્લી હારમાળાના નૈર્ઋત્ય ઢોળાવ પર આવેલા વેકરિયા નજીકથી નીકળે છે અને ખંભાતના અખાતમાં ઠલવાય છે. આ નદી સાબરકાંઠા-બનાસકાંઠા, સાબરકાંઠા-મહેસાણા, સાબરકાંઠા-ગાંધીનગર, ખેડા-અમદાવાદ તથા આણંદ-અમદાવાદ જિલ્લાઓને જુદા પાડતી ભૌગોલિક સીમા…

વધુ વાંચો >

સાબાહ

સાબાહ : મલયેશિયાનું બીજા ક્રમે આવતું મોટું રાજ્ય. તે પૂર્વ મલયેશિયામાં બૉર્નિયોના ઈશાન ભાગમાં આવેલું છે. ભૌગોલિક સ્થાન : તે 4°થી 8° ઉ. અ. અને 115° 30´થી 119° 30´ પૂ. રે. વચ્ચેનો 73,619 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાલાબાકની સામુદ્રધુની, ઈશાનમાં સુલુ સમુદ્ર, પૂર્વ તરફ સુલુ ટાપુઓ…

વધુ વાંચો >

સાબી નદી

સાબી નદી (Sabi River) : અગ્નિ આફ્રિકાના ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાંથી પસાર થતી નદી. તે ‘સેવ’ (Save) નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 21° 00´ દ. અ. અને 35° 02´ પૂ. રે.. તે હરારેની દક્ષિણે આશરે 80 કિમી. અંતરે આવેલા સ્થળેથી નીકળે છે. ત્યાંથી ઝિમ્બાબ્વેના ઘાસના ઊંચાણવાળા સપાટ પ્રદેશમાં અગ્નિ…

વધુ વાંચો >

સાબે (Sabae)

સાબે (Sabae) : જાપાનના હૉન્શુ ટાપુ પર આવેલા ફુકુઈ વિભાગનું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 57´ ઉ. અ. અને 136° 11´ પૂ. રે.. તે ફુકુઈથી અગ્નિકોણમાં તાકેફુ થાળાના ઉત્તર છેડે આવેલું છે. જ્યારે વસેલું ત્યારે તો તે બૌદ્ધ ઓશો મંદિરની આજુબાજુ વિકસેલું અને 1720 પછી તે ટપાલનું મથક બની રહેલું.…

વધુ વાંચો >

સામુદ્રિક ગહરાઈઓ (Deeps or Trenches)

સામુદ્રિક ગહરાઈઓ (Deeps or Trenches) : સમુદ્રતળના અગાધ ઊંડાણમાં અસ્તિત્વ ધરાવતી ઊંડી કમાન આકારની સાંકડી ખાઈઓ. સમુદ્રતળ પરનું અગાધ ઊંડાણ ધરાવતું ભૂમિસ્વરૂપ. તે સમુદ્રતળની કુલ સપાટીના 7 % જેટલો વિસ્તાર રોકે છે. તેમની બંને બાજુઓનો ઢોળાવ ઉગ્ર હોય છે, અને આવી ખાઈઓ તેમના મથાળાથી નીચે તરફ 6,000 મીટર જેટલી ઊંડાઈ…

વધુ વાંચો >

સામોસ બોગદું

સામોસ બોગદું : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ એજિયન સમુદ્રમાં આવેલા સામોસ ટાપુમાં તૈયાર કરાયેલું બોગદું. ભૌગોલિક સ્થાન : 37° 45´ ઉ. અ. અને 26° 45´ પૂ. રે.. આ બોગદું માઉન્ટ કૅસ્ટ્રોની એક બાજુ પર ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં જુલમી રાજાના પાટનગરને તત્કાલીન પાણી પૂરું પાડવા બનાવવામાં આવેલું. હીરોડોટસના જણાવ્યા મુજબ, તેનું…

વધુ વાંચો >

સાયનાઇટ (Syenite)

સાયનાઇટ (Syenite) : અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. બાયૉટાઇટ હૉર્નબ્લૅન્ડ અને પાયરૉક્સિન જેવાં ઘેરા રંગનાં મૅફિક ખનિજો તેમજ ગૌણ પ્રમાણમાં રહેલા પ્લેજ્યિોક્લેઝ (ઑલિગોક્લેઝ) સહિત મુખ્યત્વે આલ્કલી ફેલ્સ્પાર(ઑર્થોક્લેઝ, માઇક્રોક્લિન  મોટેભાગે પર્થાઇટ પ્રકાર)ના ખનિજબંધારણવાળો, સ્થૂળદાણાદાર, સંપૂર્ણ સ્ફટિકમય કણરચનાવાળો, સબઍસિડિક અંત:કૃત ખડક. કેટલાક સાયનાઇટમાં ક્વાર્ટઝનું નજીવું પ્રમાણ જોવા મળે છે, તો ક્યારેક નેફેલિન ક્વાર્ટઝનું…

વધુ વાંચો >

સાયપ્રસ (Cyprus)

સાયપ્રસ (Cyprus) : ભૂમધ્ય સમુદ્રના ઈશાનકોણમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 00´ ઉ. અ. અને 33° 00´ પૂ. રે.ની આજુબાજુનો 9,251 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ટર્કીથી આશરે 64 કિમી. દક્ષિણ તરફ તથા સીરિયાથી આશરે 100 કિમી. પશ્ચિમ તરફ આવેલો છે. ભૌગોલિક રીતે તે એશિયામાં છે,…

વધુ વાંચો >

સાર (Saar)

સાર (Saar) : ફ્રાન્સ-જર્મનીની સીમા પર આવેલું જર્મનીનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 49° 20´ ઉ. અ. અને 7° 00´ પૂ. રે.ની આજુબાજુનો 2,574 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ વિસ્તારમાંથી વહેતી સાર નદી પરથી આ રાજ્યને નામ અપાયેલું છે. તે સાર થાળાના નામથી પણ ઓળખાય છે. જોકે તેનું…

વધુ વાંચો >

સારલૂઈ (Saarlouis)

સારલૂઈ (Saarlouis) : જર્મનીના નૈર્ઋત્ય ભાગમાં સાર નદીને બંને કાંઠે વસેલું શહેર. ભૌગોલિક સ્થાન : 49° 14´ ઉ. અ. અને 6° 59´ પૂ. રે.. તે ફ્રાન્સની સીમા નજીક સારબ્રૂકેનથી વાયવ્યમાં આવેલું છે. 1680માં ફ્રાન્સના લૂઈ ચૌદમાએ તે વસાવેલું અને આ નામ આપેલું. સેબૅસ્ટાઇન દ લા પ્રેસ્ત્રે વૌબાન નામના લશ્કરી ઇજનેરે…

વધુ વાંચો >