ગિરીશભાઈ પંડ્યા

સંકેન્દ્રણ (segregation)

સંકેન્દ્રણ (segregation) : અમુક ચોક્કસ ખનિજીય બંધારણ ધરાવતા ખડકમાં કોઈ એક ખનિજ-જૂથનું અમુક ભાગ પૂરતું સ્થાનિક સંકેન્દ્રણ. ઉદાહરણો : (1) જળકૃત ખડકો : રેતીખડક જેવા જળકૃત-કણજન્ય ખડકમાં મૅગ્નેટાઇટ જેવાં ભારે ખનિજોનાં વીક્ષ (lenses) કે દોરીઓ હોય, કોઈકમાં ચૂનેદાર ગઠ્ઠાઓ હોય. (2) અગ્નિકૃત ખડકો : અગ્નિકૃત ખડકદળના કોઈ એક ભાગમાં સ્ફટિકીકરણની…

વધુ વાંચો >

સંગતિ (conformity)

સંગતિ (conformity) : સ્તરબદ્ધતાનું સાતત્ય. સ્તરોમાં જોવા મળતું સંરચનાત્મક વલણ. કોઈ પણ જાતના વિક્ષેપ કે નિક્ષેપવિરામ (depositional break) વિના, જ્યારે કણજમાવટની ક્રિયા સતત ચાલુ રહે, જામેલા કોઈ પણ સ્તર કે સ્તરોનું ધોવાણ થયા વિના કોઈ એક સ્થાનમાં એકબીજા ઉપર સમાંતર સ્થિતિમાં સ્તરો કે સ્તરસમૂહો ગોઠવાયેલા હોય ત્યારે તેમને સંગત સ્તરો…

વધુ વાંચો >

સંગરુર

સંગરુર : પંજાબ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 44´થી 30° 42´ ઉ. અ. અને 75° 18´થી 76° 13´ પૂ. રે. વચ્ચેનો 5,021 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લુધિયાણા જિલ્લો, પૂર્વમાં પતિયાળા જિલ્લો, દક્ષિણે હરિયાણા રાજ્યની સીમા,…

વધુ વાંચો >

સંગોવન ઉદ્યોગ

સંગોવન ઉદ્યોગ : ઊર્ધ્વ પ્લાયસ્ટોસીન કાળગાળા દરમિયાનનો એક્યુલિયન સંસ્કૃતિમૂળ ધરાવતો ઉપ-સહરાનો આફ્રિકી પાષાણ-ઓજાર ઉદ્યોગ. તેને દક્ષિણ આફ્રિકાના ફાઉઅર-સ્મિથ ઉદ્યોગનો સમકાલીન ગણાવી શકાય. સંગોવન ઉદ્યોગની જાણકારી 1920માં યુગાન્ડાના ‘સંગો બે’ ખાતેથી મળેલી. આ ઉપરાંત આ ઉદ્યોગ એંગોલા, કાગો, કેન્યા અને ઝાંબિયા ખાતે પણ અસ્તિત્વ ધરાવે છે. આ ઉદ્યોગનાં પાષાણ-ઓજારોમાં તિકમ, કાષ્ઠકોતરણી…

વધુ વાંચો >

સંચય-ખડક (Reservoir rock)

સંચય–ખડક (Reservoir rock) : જળ કે ખનિજતેલ જેવાં પ્રવાહીઓ અથવા કુદરતી વાયુનો સંચય કરી શકે તેમજ જાળવી શકે એવા ખડકો. આવા સંચય-ખડકો સામાન્ય રીતે સ્તરોની સ્થાનિક વિરૂપતાને કારણે અથવા સછિદ્રતામાં ફેરફારો થવાને કારણે અથવા અંતર્ભેદકોના અવરોધને કારણે તૈયાર થતા હોય છે. લક્ષણો : પર્યાપ્ત સછિદ્રતાવાળા અને પારગમ્યતાવાળા ખડકો જ સંચય-ખડકો…

વધુ વાંચો >

સંતરામપુર

સંતરામપુર : ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 23° 12´ ઉ. અ. અને 73° 54´ પૂ. રે.. તે પંચમહાલના ઉચ્ચપ્રદેશની નીચી ટેકરીઓ વચ્ચે સમુદ્રસપાટીથી આશરે 134 મીટરની ઊંચાઈએ ચિબોત નદીતટે આવેલું છે. આ તાલુકાની ઉત્તરે રાજસ્થાનની સીમા, પૂર્વ અને અગ્નિ તરફ ઝાલોદ…

વધુ વાંચો >

સંતૃપ્તિ (Saturation)

સંતૃપ્તિ (Saturation) : ખડકો કે ખનિજો તૈયાર થવા માટેના માતૃદ્રવમાં જે તે ઘટકદ્રવ્યોની પર્યાપ્ત હોવાની સ્થિતિ. આવી સ્થિતિ ન પ્રવર્તતી હોય તો તે દ્રાવણ અર્ધસંતૃપ્ત, અંશત: સંતૃપ્ત કે અસંતૃપ્ત ગણાય. સંતૃપ્તિનો આ સિદ્ધાંત અગ્નિકૃત અને વિકૃત ખડકોના અભ્યાસ માટેના ‘ફેઝ રૃલ’(Phase rule)ના ઉપયોગમાંથી ઊભો થયેલો છે. એ સ્પષ્ટ છે કે…

વધુ વાંચો >

સંપૂર્ણ કાચમય કણરચના (Holohyaline texture)

સંપૂર્ણ કાચમય કણરચના (Holohyaline texture) : કુદરતી કાચમય દ્રવ્યથી બનેલી કણરચના. જે ખડકમાંનાં ઘટકો સંપૂર્ણપણે કાચમય દ્રવ્યથી બનેલાં હોય એવા ખડકમાંની ખનિજગોઠવણીને સંપૂર્ણ કાચમય કણરચના કહે છે. લાવા કે મૅગ્મા દ્રવ ત્વરિત ઠંડું પડી જવાથી સ્ફટિકો કે સ્ફટિકકણો બનવા માટે અવકાશ રહેતો નથી. કુદરતમાં મળતા ખડકો પૈકી આ પ્રકારની કણરચનાવાળા…

વધુ વાંચો >

સંપૂર્ણ સ્ફટિકમય કણરચના (holocrystalline texture)

સંપૂર્ણ સ્ફટિકમય કણરચના (holocrystalline texture) : ખનિજ સ્ફટિકોથી બનેલી કણરચના. જે ખડકમાંનાં ખનિજ ઘટકો સંપૂર્ણપણે સ્ફટિકોથી બનેલાં હોય એવા ખડકમાંની ખનિજ ગોઠવણીને સંપૂર્ણ સ્ફટિકમય કણરચના કહે છે; તેમ છતાં, આ પ્રકારની કણરચનાવાળા કેટલાક ખડકોમાં સ્ફટિકોની કિનારીઓ પાસાદાર ન પણ હોય, ખનિજ ઘટકો અંશત: દાણાદાર કે અંશત: મહાસ્ફટિકમય (પૉર્ફિરિટિક) પણ હોય.…

વધુ વાંચો >

સંબલપુર

સંબલપુર : ઓરિસા રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 00 ઉ. અ. અને 84° 20´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 6,702 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુંદરગઢ જિલ્લો, પૂર્વમાં સુંદરગઢ, દેવગઢ અને અંગૂલ જિલ્લા, દક્ષિણે અંગૂલ અને સોનેપુર જિલ્લા તથા…

વધુ વાંચો >