સંગોવન ઉદ્યોગ : ઊર્ધ્વ પ્લાયસ્ટોસીન કાળગાળા દરમિયાનનો એક્યુલિયન સંસ્કૃતિમૂળ ધરાવતો ઉપ-સહરાનો આફ્રિકી પાષાણ-ઓજાર ઉદ્યોગ. તેને દક્ષિણ આફ્રિકાના ફાઉઅર-સ્મિથ ઉદ્યોગનો સમકાલીન ગણાવી શકાય. સંગોવન ઉદ્યોગની જાણકારી 1920માં યુગાન્ડાના ‘સંગો બે’ ખાતેથી મળેલી. આ ઉપરાંત આ ઉદ્યોગ એંગોલા, કાગો, કેન્યા અને ઝાંબિયા ખાતે પણ અસ્તિત્વ ધરાવે છે. આ ઉદ્યોગનાં પાષાણ-ઓજારોમાં તિકમ, કાષ્ઠકોતરણી માટેનાં સાધનો, હાથ-કુહાડીઓ, ઘસવા-છોલવાનાં સાધનો તથા ચપ્પાં-છરીનાં પાનાંનો સમાવેશ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા