ગિરીશભાઈ પંડ્યા
સરગોધા (Sargodha)
સરગોધા (Sargodha) : પાકિસ્તાનના પંજાબ પ્રાતમાં આવેલો વિભાગ, જિલ્લો તથા શહેર. વિભાગીય મથક તેમજ જિલ્લામથક આ શહેર ખાતે આવેલાં છે. ભૌગોલિક સ્થાન : 32o 05’ ઉ. અ. અને 72o 40’ પૂ. રે.. વિભાગ : આ વિભાગ 43,763 ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લે છે. તેની રચના 1960માં કરવામાં આવેલી છે. આ…
વધુ વાંચો >સરદાર સરોવર બહુલક્ષી સિંચાઈ પરિયોજના
સરદાર સરોવર બહુલક્ષી સિંચાઈ પરિયોજના : નર્મદા નદીનાં નીર વડે ગુજરાતના વિકાસનો ધોધ વહાવતી, ભારતની વિશાળ જળસંસાધન વિકાસ-યોજનાઓ પૈકીની ગુજરાતમાં આવેલી એક યોજના. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવાં ભારતનાં પશ્ચિમી રાજ્યો માટેની સંયુક્ત સાહસરૂપ બહુહેતુક યોજના. આ માટેનો મુખ્ય બંધ ગુજરાતમાં નર્મદા નદી પર કેવડિયા ખાતે આવેલો છે. સરદાર…
વધુ વાંચો >સરન (Saran)
સરન (Saran) : બિહારના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 25o 36’થી 26o 23’ ઉ. અ. અને 84o 24’થી 85o 15’ પૂ. રે. વચ્ચેનો 2641 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ગોપાલગંજ, પૂર્વમાં ગંડક નદીથી અલગ પડતા મુઝફ્ફરપુર અને વૈશાલી જિલ્લા, દક્ષિણમાં પટણા અને ભોજપુર…
વધુ વાંચો >સરસ્વતી (નદી)
સરસ્વતી (નદી) આર્યાવર્તમાં ક્યારેક અસ્તિત્વ ધરાવતી, પરંતુ તે પછીના કાળમાં લુપ્ત થઈ ગયેલી નદી. આજે દંતકથા બની રહેલી, પરંતુ ઋગ્વેદમાં, પ્રાચીન પૌરાણિક ગ્રંથોમાં તેમજ મહાભારતમાં જેના ભરપૂર ઉલ્લેખો મળે છે તે વિપુલ જળરાશિ ધરાવતી સરસ્વતી નદી ભૂતકાળમાં કોઈ એક કાળે વાયવ્ય ભારતમાં વહેતી હતી. તે હિમાલયની કોઈક હિમનદીમાંથી નીકળીને આજના…
વધુ વાંચો >સરોવરો
સરોવરો : કુદરતી જળાશયો. બધી બાજુએથી ભૂમિ દ્વારા ઘેરાયેલો જળરાશિ. ભૂપૃષ્ઠ પર કુદરતી રીતે તૈયાર થયેલા નાનામોટા પરિમાણવાળા ગર્ત કે ખાડામાં મીઠા કે ખારા પાણીથી ભરાયેલા જળરાશિને સરોવર કહે છે. મોટેભાગે તો તે બધી બાજુએથી બંધિયાર હોય છે, પરંતુ કેટલાંક સરોવરોમાં ઝરણાં કે નદી દ્વારા જળઉમેરણ થતું રહે છે, તો…
વધુ વાંચો >સર્પાકાર વહન (meandering)
સર્પાકાર વહન (meandering) : નદીના જળવહનમાર્ગમાં કુદરતી સંજોગ હેઠળ વિકાસ પામતો કોઈ પણ પ્રકારનો વળાંક. તે ગોળાકાર, લંબગોળાકાર, ઓછોવત્તો અર્ધગોળાકાર કે ઓછોવત્તો કોણાકાર હોઈ શકે. નદીના આ પ્રકારના વહનને સર્પાકાર વહન કહે છે. નદીના વહનમાર્ગમાં જોવા મળતો આ પ્રકારનો વળાંક પાણીનો પથ, વહનવેગ, નદીપટનો ઢાળ, તળખડકનો પ્રકાર, પાણી સાથે વહન…
વધુ વાંચો >સર્પેન્ટાઇન
સર્પેન્ટાઇન : એક પ્રકારનું ખડકનિર્માણ ખનિજ તથા તે જ નામ ધરાવતો, તે જ ખનિજથી બનેલો ખડક. ખનિજ : ચીકાશવાળું સ્પર્શલક્ષણ ધરાવતું, સામાન્યત: દળદાર, આછા લીલા રંગનું ખનિજ. તેનું રાસાયણિક બંધારણ 3MgO્ર2SiO2્ર2H2O હોય છે. તે એક પડગુંફિત (layer latticed mineral) પ્રકારનું ખનિજ ગણાય છે. આ જ નામ હેઠળ તદ્દન ઓછા તફાવતવાળાં…
વધુ વાંચો >સર્બિયા
સર્બિયા : યુગોસ્લાવિયાનાં છ પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 44° 00^ ઉ. અ. અને 21° 00^ પૂ. રે.ની આજુબાજુનો આશરે 88,360 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હંગેરી, પૂર્વમાં રુમાનિયા અને બલ્ગેરિયા, દક્ષિણે ગ્રીસ, તથા પશ્ચિમે આલ્બેનિયા અને યુગોસ્લાવિયા આવેલાં છે. તે પૂર્વ યુગોસ્લાવિયામાં આવેલું…
વધુ વાંચો >સર્વસામાન્ય આગ્નેય ખડકો (ભારત)
સર્વસામાન્ય આગ્નેય ખડકો (ભારત) : ભારતના સંદર્ભમાં જોતાં, નીચેના ખડકપ્રકારો વિશેષ પ્રમાણમાં મળે છે : (1) ગ્રૅનાઇટ : હિમાલય હારમાળા, અરવલ્લી હારમાળા (માઉન્ટ આબુ) તથા પૂર્વઘાટના વિસ્તારોમાં આ ખડકપ્રકાર વિપુલ પ્રમાણમાં મળે છે. તેમના બંધારણમાં ઑર્થોક્લેઝ ફેલ્સ્પાર, ક્વાટર્ઝ, મસ્કોવાઇટ અને થોડા પ્રમાણમાં હૉર્નબ્લેન્ડ હોય છે. બાંધકામમાં તે સુશોભન હેતુઓ માટે…
વધુ વાંચો >