ગિરીશભાઈ પંડ્યા
સમાન ખડકપ્રદેશ (petrographic province)
સમાન ખડકપ્રદેશ (petrographic province) : સમાન રાસાયણિક, સમાન ખનિજીય લક્ષણો ધરાવતો સીમિત કાળગાળાને આવરી લેતો ખડકપ્રદેશ. સીમિત ભૂસ્તરીય કાળગાળા દરમિયાન તૈયાર થયેલા અગ્નિકૃત ખડકોથી બનેલો પ્રદેશ, જેમાં ખડકો એકસરખાં રાસાયણિક-ખનિજીય અને ખડકવિદ્યાત્મક લક્ષણો ધરાવતા હોય છે, જેથી તેમને તે જ વિસ્તારમાં મળતા અન્ય ખડકોથી અલગ તારવી શકાય છે. સૈદ્ધાંતિક રીતે…
વધુ વાંચો >સમારિયા (Samaria)
સમારિયા (Samaria) : પ્રાચીન પૅલેસ્ટાઇનના મધ્યભાગમાં આવેલું એક વખતનું શહેર તથા તે જ નામે ઓળખાતો તત્કાલીન પ્રદેશ. તેની ઉત્તર તરફ ગેલિલી, દક્ષિણ તરફ જુડિયા, પૂર્વ તરફ જૉર્ડન નદી અને પશ્ચિમ તરફ ભૂમધ્ય સમુદ્ર આવેલાં છે. દક્ષિણ ઍસિરિયાની ડુંગરમાળાઓ સળંગ વિસ્તરતી જઈને જુડિયા સુધી ચાલુ રહે છે. સમારિયાની મધ્યમાં આવેલું શેકેમ…
વધુ વાંચો >સમુદ્રકંપ (સુનામી) (Seaquake – tsunami)
સમુદ્રકંપ (સુનામી) (Seaquake – tsunami) સમુદ્રતળ પર થતો (ભૂ)કંપ તથા તેને કારણે ઉદ્ભવતાં મહાકાય સમુદ્રમોજાં. સમુદ્ર/મહાસાગરના તળ પર થતા ભૂકંપથી ઉદ્ભવતી ઊર્જાને કારણે કાંઠા પર ધસી આવતાં રાક્ષસી મોજાં ‘સુનામી’ તરીકે ઓળખાય છે. સમુદ્રીય પોપડા પર થતા ભૂકંપને સૈદ્ધાંતિક રીતે સમુદ્રકંપ (seaquake) કહે છે. ગુરુત્વાકર્ષણ-બળ અને પવનને કારણે સમુદ્રસપાટી પર…
વધુ વાંચો >સમુદ્રગહન નિક્ષેપ (bathyal deposits)
સમુદ્રગહન નિક્ષેપ (bathyal deposits) : અગાધ ઊંડાઈ ધરાવતા સમુદ્રતળ પર છવાયેલા નિક્ષેપો. 2000-4000 મીટર કે તેથી વધુ ઊંડાઈએ મળતાં લાલ મૃદ કે પ્રાણીજ સ્યંદનોથી તૈયાર થયેલા નિક્ષેપોને ઊંડા જળના નિક્ષેપો કહે છે. મોટાભાગના સમુદ્રગહન નિક્ષેપો સૂક્ષ્મ કણકદવાળા હોય છે, પરંતુ ક્યારેક તે સ્થૂળ કદમાં પણ મળે છે. સમુદ્રતળ પર જોવા…
વધુ વાંચો >સમુદ્રગહન મેદાન (Abyssal plain or Deep sea plain)
સમુદ્રગહન મેદાન (Abyssal plain or Deep sea plain) : સમુદ્ર-મહાસાગરતળના 3થી 5/6 કિમી.ની ઊંડાઈ પર પથરાયેલા વિશાળ પહોળાઈ આવરી લેતા સમતળ સપાટ વિસ્તારો. સમુદ્રતળની આકારિકીમાં ખંડીય છાજલી પછી ખંડીય ઢોળાવ અને તે પછી સમુદ્રગહન મેદાન આવે. ખંડીય ઢોળાવ તરફનો મેદાની વિભાગ નિક્ષેપના ઠલવાવાથી ઢાળ-આકારિકીમાં જુદો પડે છે, તેથી તેને ખંડીય…
વધુ વાંચો >સમુદ્રજળ
સમુદ્રજળ : સમુદ્ર-મહાસાગર-થાળામાં રહેલો જળરાશિ. પૃથ્વીની સપાટી પર આવેલા સમુદ્રો-મહાસાગરોની ભૌગોલિક સ્થિતિ જોતાં તેમની વિશાળતાનો ખ્યાલ આવે છે. ઉત્તર ગોળાર્ધમાં 45°થી 70° અક્ષાંશો વચ્ચે ખંડોનો ભૂમિભાગ પથરાયેલો છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં 35°થી 65° અક્ષાંશો વચ્ચે 98 % જેટલો જળરાશિ પથરાયેલો છે. આ વિતરણ પરથી કહી શકાય કે ઉત્તર ગોળાર્ધ એ…
વધુ વાંચો >સમુદ્રતળ-વિસ્તરણ (Sea Floor Spreading)
સમુદ્રતળ–વિસ્તરણ (Sea Floor Spreading) : સમુદ્રતળનું વિસ્તરણ થવાની ઘટના. મધ્ય મહાસાગરીય ડુંગરધારોની મધ્ય અક્ષની રેખીય ફાટમાંથી વખતોવખત નીકળતા રહેતા દ્રવની પથરાતા જવાની તેમજ એકબીજાથી દૂર વિસ્તરતા જવાની ક્રિયા. સમુદ્રતળ-વિસ્તરણનો આ પ્રકારનો અધિતર્ક પ્રિન્સ્ટન યુનિવર્સિટીના પ્રાધ્યાપક હૅરી હેસે 1960માં સર્વપ્રથમ વાર રજૂ કર્યો. તેણે એવું પ્રતિપાદિત કર્યું કે ભૂમધ્યાવરણમાંથી ઉદ્ભવતા સંવહન-પ્રવાહો…
વધુ વાંચો >સમુદ્રસપાટી (sea level)
સમુદ્રસપાટી (sea level) : સમુદ્ર(મહાસાગર)ની જલસપાટી અથવા જલાવરણની બાહ્ય સપાટી. સમુદ્રસપાટી એ પૃથ્વી પરના જલાવરણ-માપન માટેની જળરચનાત્મક પરિમિતિ છે. પૃથ્વી પર અનેક બાબતો માટે કરવામાં આવતી અનેક મુશ્કેલ માપણીઓ પૈકીનું આ પણ એક માપન ગણાય છે, કારણ કે જળસપાટી સાથે સંબંધ ધરાવતી બીજી ઘણી બધી આંતરપ્રક્રિયાઓ સાથે તે સંકળાયેલું રહે…
વધુ વાંચો >સમોઆ
સમોઆ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલું ટાપુજૂથ. ભૌગોલિક સ્થાન : તે 14° 00 દ. અ. અને 171° 00 પૂ. રે.ની આજુબાજુનો 3,039 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. એપિયા તેનું પાટનગર છે. લગભગ બધા જ ટાપુઓનું ભૂપૃષ્ઠ જ્વાળામુખીજન્ય છે. તેમની આજુબાજુ પરવાળાંના ખરાબા પથરાયેલા છે. આ ટાપુઓ જંગલોથી સમૃદ્ધ છે.…
વધુ વાંચો >સરગુજા
સરગુજા : છત્તીસગઢના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22o 40’થી 24o 05’ ઉ. અ. અને 81o 35’ થી 84o 05’ પૂ. રે. વચ્ચેનો 16,034 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સિધી (મ.પ્ર.) અને મિરઝાપુર (ઉ.પ્ર.) જિલ્લા, ઈશાન અને પૂર્વમાં પાલામૌ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ…
વધુ વાંચો >