ગિરીશભાઈ પંડ્યા
સધમ્પ્ટન (1) (Southampton)
સધમ્પ્ટન (1) (Southampton) : ઇંગ્લૅન્ડના હૅમ્પશાયર પરગણાનું શહેર, વિભાગીય મથક તેમજ ઇંગ્લિશ ખાડી પરનું બંદર. ભૌગોલિક સ્થાન : 50° 57´ ઉ. અ. અને 1° 21´ પ. રે.. તે ટેસ્ટ અને આઇચેન (Itchen) નદીઓની બે નાળ (estuaries) વચ્ચે મુખભાગ પર ભૂશિર આકારનું ભૂપૃષ્ઠ રચે છે. આઇચેન નદીના પૂર્વકાંઠા પર અગાઉના સમયમાં…
વધુ વાંચો >સન સિટી (Sun City)
સન સિટી (Sun City) : દક્ષિણ આફ્રિકામાં મૂળ વતનીઓની ભૂમિ પૈકીના એક એવા બોફુથાત્સ્વાનામાં આવેલું પ્રવાસી વિશ્રામસ્થળ. સન સિટી લિટલ હૉલ નદી પાસેના પિલાન્સબર્ગ નૅશનલ પાર્કની અગ્નિ સરહદ પર વસેલું છે. આ શહેર દક્ષિણ આફ્રિકાનું ઘણું જ લોકપ્રિય પ્રવાસી વિશ્રામસ્થળ ગણાતું હોવાથી દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓ તેની મુલાકાત…
વધુ વાંચો >સન્ડરલૅન્ડ (Sunderland)
સન્ડરલૅન્ડ (Sunderland) : ઈશાન ઇંગ્લૅન્ડના ટાઇન અને વિયરમાં આવેલો મહાનગરીય પ્રાંત. આ પ્રાંતમાં સન્ડરલૅન્ડ બંદર, રોકર અને સીબર્નનાં દરિયાઈ કંઠાર પરનાં વિશ્રામસ્થાનો તથા વૉશિંગ્ટન નામનું નવું નગર આવેલાં છે. બંદર ખાતે બધી જાતનો માલસામાન ભરી રાખવા માટેનાં વિશાળ ગોદામોની સુવિધા છે. દૂરતટીય (offshore) ખનિજતેલ-ઉદ્યોગના એક મથક તરીકે પણ તે ઉપયોગમાં…
વધુ વાંચો >સન્નિઘર્ષણ (attrition)
સન્નિઘર્ષણ (attrition) : એક પ્રકારની ઘસારાની ક્રિયા. માતૃખડકોમાંથી તૂટીને છૂટા પડેલા નિક્ષેપબોજની વહનક્રિયા દરમિયાન ખડકટુકડાઓ કે કણો અરસપરસ અથડાવાથી, ઊછળવાથી, ખોતરાવાથી, કચરાવાથી, દળાવાથી કે ઘસાવાથી વધુ ને વધુ તૂટતા જાય છે; પરિણામે તેમના કદમાં ઘટાડો થઈ નાના બનતા જાય છે. આ પ્રકારની ઘર્ષણક્રિયાને સન્નિઘર્ષણ કહે છે. નદી અને પવન આ…
વધુ વાંચો >સબએસિડિક અગ્નિકૃત ખડકો
સબએસિડિક અગ્નિકૃત ખડકો : સિલિકા સંતૃપ્તિ મુજબ પાડેલા અગ્નિકૃત ખડકોના પ્રકારો. હૅચ, વેલ્સ અને વેલ્સ નામના ખડકવિદોએ રાસાયણિક તેમજ ખનિજીય મિશ્ર લક્ષણોને આધારે અગ્નિકૃત ખડકોનું જે વર્ગીકરણ કરેલું છે તેમાં અગ્નિકૃત ખડકોને તેમાં રહેલી સિલિકા-સંતૃપ્તિ પ્રમાણે એસિડિક, સબએસિડિક, બેઝિક અને પારબેઝિક એ મુજબના ચાર વિભાગોમાં વર્ગીકૃત કરેલા છે; આ ઉપરાંત…
વધુ વાંચો >સમપરિમાણિત સ્ફટિકો (isometric crystals)
સમપરિમાણિત સ્ફટિકો (isometric crystals) : બધી બાજુએ સરખું પરિમાણ ધરાવતા સ્ફટિકો. ક્યૂબિક વર્ગના સ્ફટિકો સમપરિમાણિત અને સમદિગ્ધર્મી ગુણધર્મવાળા હોય છે. આ કારણે તે સ્ફટિકોમાં બધી જ દિશાઓમાં પ્રકાશ એકસરખી ગતિથી પસાર થાય છે. સમદિગ્ધર્મી માધ્યમમાં પસાર થતી વખતે પ્રકાશનું એકાંગી વક્રીભવન થતું હોય છે, અર્થાત્ નિયત તરંગલંબાઈ માટે વક્રીભવનાંક મૂલ્ય…
વધુ વાંચો >સમરૂપતા (isomorphism)
સમરૂપતા (isomorphism) : કેટલાંક ખનિજોમાં જોવા મળતો સમાન રાસાયણિક બંધારણનો ગુણધર્મ. ખનિજીય પરખ-લક્ષણો પૈકીનો ઘણો અગત્યનો ગુણધર્મ તેના રાસાયણિક બંધારણ સાથે સંકળાયેલો ગણાય છે. કુદરતમાં મળી આવતાં કેટલાંક ખનિજો એવાં પણ હોય છે, જેમનાં રાસાયણિક બંધારણ અને સંબંધિત સ્વરૂપો અન્યોન્યને ઘણાં જ મળતાં આવે છે અને સરખાપણું દર્શાવે છે. આવાં…
વધુ વાંચો >સમર્સ્કાઇટ
સમર્સ્કાઇટ : યુરેનિયમનું આંશિક પ્રમાણ ધરાવતું ખનિજ. રાસા. બં. : (F, Y, U)2 (Nb, Ti, Ta)2 O7. સ્ફ. વર્ગ : ઑર્થોર્હોમ્બિક. સ્ફટિક-સ્વરૂપ : લંબચોરસ આડછેદ ધરાવતા પ્રિઝમ-સ્વરૂપી સ્ફટિકો; મોટા (101) ફલકોવાળા લાંબા સ્ફટિકો પણ ક્યારેક મળે; (010) કે (100) ફલકોવાળા ચપટા કે મેજસ્વરૂપી સ્ફટિકો પણ હોય. સામાન્ય રીતે તો તે…
વધુ વાંચો >સમસ્તીપુર
સમસ્તીપુર : બિહાર રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 30´થી 26° 10´ ઉ. અ. અને 85° 30´થી 86° 30´ પૂ. રે. વચ્ચેનો 2,905 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાગમતી નદીથી અલગ પડતો દરભંગા જિલ્લો; પૂર્વમાં દરભંગા,…
વધુ વાંચો >