ગિરીશભાઈ પંડ્યા
શિવહર (Sheohar)
શિવહર (Sheohar) : બિહાર રાજ્યના તિરહાટ વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 26° 40´થી 27° 30´ ઉ. અ. અને 85° 30´થી 86° 00´ પૂ. રે. વચ્ચેનો 443 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાની ઉ.-દ. લંબાઈ પૂ.-પ. પહોળાઈ કરતાં વધુ છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં સીતામઢી…
વધુ વાંચો >શિવાલિક-રચના
શિવાલિક–રચના : મધ્ય માયોસીન કાળથી નિમ્ન પ્લાયસ્ટોસીન કાળ દરમિયાન તૈયાર થયેલી, હિમાલયની તળેટીમાં ટેકરીઓ રૂપે જોવા મળતી ખડકરચના. ભારતીય ઉપખંડમાં નિમ્ન માયોસીન કાળગાળો પૂરો થવાનો સમય થઈ ગયો હતો ત્યારે હિમાલય ગિરિનિર્માણ-ક્રિયાના ઉત્થાનનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો હતો. આ ઉત્થાનમાં ટેથીઝ મહાસાગરનું તળ એટલું બધું ઊંચકાયું હતું કે જેથી…
વધુ વાંચો >શિસ્ટ (Schist)
શિસ્ટ (Schist) : એક પ્રકારનો વિકૃત ખડક. આ પ્રકારના ખડકો પ્રાદેશિક વિકૃતિની પેદાશ ગણાય છે, જેને પરિણામે ભૂપૃષ્ઠમાં જુદા જુદા પ્રકારના શિસ્ટ જોવા મળે છે. મુખ્યત્વે મૃણ્મય ખડકો પર પ્રાદેશિક વિકૃતિ થવાથી, વિકૃતિની કક્ષા પ્રમાણે, શિસ્ટ ખડકો અસ્તિત્વમાં આવે છે. જે ખડકોમાં વિરૂપતાની અમુક ચોક્કસ અસર હેઠળ શિસ્ટોઝ સંરચના ઉદ્ભવે…
વધુ વાંચો >શિંગણાપુર-શનૈશ્ચર
શિંગણાપુર-શનૈશ્ચર : મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદથી આશરે 72 કિમી. જેટલા અંતરે અહમદનગર જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલું નાનકડું ગામ. આ ગામ નાનું છે પરંતુ ભારતમાં તે શનિદેવની અસીમ કૃપાના ભંડાર સમું ચમત્કારપૂર્ણ બની રહેલું છે. અહીં મંદિરના આવરણ વિના માત્ર એક ચબૂતરા પર શનિદેવની પૂર્ણ કદની, 1.72 મીટર ઊંચી તથા 45 સેમી.…
વધુ વાંચો >શીરાઝ (Shiraz)
શીરાઝ (Shiraz) : દક્ષિણ ઈરાનનું શહેર. ભૌગોલિક સ્થાન : 29° 36´ ઉ. અ. અને 52° 32´ પૂ. રે.. તે ઈરાનના અખાત પરના બુશાયરથી ઈશાનમાં 274 કિમી.ને અંતરે તથા પર્સિપોલિસનાં ખંડિયેરોથી 48 કિમી.ને અંતરે આવેલું છે. આ શહેર 1,560 મીટરની ઊંચાઈએ આવેલું હોવાથી તેની આબોહવા ખુશનુમા અને ઠંડી રહે છે. શીરાઝ…
વધુ વાંચો >શીલાઇટ (Scheelite)
શીલાઇટ (Scheelite) : ટંગસ્ટન-પ્રાપ્તિ માટેનું એક ખનિજ. રાસા. બં. : CaWO4. સ્ફટિક વર્ગ : ટેટ્રાગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ અથવા મેજઆકાર; ક્યારેક ત્રાંસાં રેખાંકનોવાળા તેમજ ખરબચડા; દળદાર, દાણાદાર; સ્તંભાકાર. યુગ્મતા સામાન્યત: (110) ફલક પર મળે, મોટેભાગે આંતરગૂંથણી કે સંપર્ક-યુગ્મો મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (101) ફલક પર સ્પષ્ટ, (001)…
વધુ વાંચો >શુભ્રરંગી ખડકો, ખનિજો (leucocratic rocks, – minerals)
શુભ્રરંગી ખડકો, ખનિજો (leucocratic rocks, – minerals) : મુખ્યત્વે આછા રંગવાળાં ખનિજોથી બનેલા અગ્નિકૃત ખડકો માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. આવા ખડકોમાં ઘેરા રંગના ખનિજોનું પ્રમાણ 0 % થી 30 % જેટલું હોય છે. બાકીની ટકાવારી આછા રંગનાં ખનિજોની હોય છે. આછા રંગનાં ખનિજો પૈકી ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, ફેલ્સ્પેથૉઇડ, રંગવિહીન કે આછા…
વધુ વાંચો >શુષ્કનદીપાત્ર (windgap)
શુષ્કનદીપાત્ર (windgap) : નદી દ્વારા ત્યજી દેવાયેલો, શુષ્ક બની રહેલો પ્રવાહપટ. અગાઉના વખતમાં વહેતી નદી(કે ઝરણાં)ને કારણે પહાડી પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ કે ડુંગરધારોના ઊંચાણવાળા ભૂમિસ્વરૂપમાં કોરાઈને તૈયાર થયેલો, છીછરું ઊંડાણ ધરાવતો, નીચાણવાળો વિભાગ; જે હવે અવરજવર માટે માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો હોય, તેને શુષ્કનદીપાત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનાં…
વધુ વાંચો >શેખપુરા
શેખપુરા : બિહાર રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 09´ ઉ.અ. અને 85° 51´ પૂ.રે.ની આજુબાજુનો 689 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નાલંદા, પટણા અને લખીસરાઈ જિલ્લાઓના ભાગો; પૂર્વમાં લખીસરાઈ જિલ્લો; દક્ષિણે જામુઈ અને નવદા જિલ્લા…
વધુ વાંચો >શેટલૅન્ડ
શેટલૅન્ડ : સ્કૉટલૅન્ડની મુખ્ય ભૂમિથી ઈશાનમાં આશરે 160 કિમી.ના અંતરે આવેલા એકસોથી વધુ ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : આ ટાપુઓ 60° 30´ ઉ. અ. અને 1° 15´ પ. રે. વચ્ચેનો આશરે 1,438 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. શેટલૅન્ડના ટાપુઓ ઉત્તર-દક્ષિણ આશરે 115 કિમી. લંબાઈમાં અને પૂર્વ-પશ્ચિમ આશરે 60 કિમી.…
વધુ વાંચો >