ગિરીશભાઈ પંડ્યા

વિન્ડરમિયર (સરોવર)

વિન્ડરમિયર (સરોવર) (Windermere) : ઇંગ્લૅન્ડમાં આવેલું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : 54° 22´ ઉ. અ. અને 2° 53´ પ. રે.. તે વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં વિપુલ જળરાશિ ધરાવે છે. વિન્ડરમિયરનાં તેમજ તેની આજુબાજુનાં રમણીય કુદરતી દૃશ્યોએ વિલિયમ વર્ડ્ઝવર્થ રૉબટ સધે અને સૅમ્યુઅલ કૉલરિજ જેવા ખ્યાતનામ અંગ્રેજ કવિઓને લખવાની પ્રેરણા…

વધુ વાંચો >

વિન્ડસર (Windsor)

વિન્ડસર (Windsor) : કૅનેડાના ઑન્ટેરિયો રાજ્યમાં છેક દક્ષિણ છેડે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 42° 18´ ઉ. અ. અને 83° 01´ પ. રે.. કૅનેડા અને યુ.એસ. સરહદ પર ડેટ્રૉઇટ અને વિન્ડસર એકબીજાની બરોબર સામસામે, ડેટ્રૉઇટથી અગ્નિકોણમાં આવેલું છે. સરહદ પર તે પ્રવેશદ્વાર તરીકે કામ આપે છે. આ શહેર એવા મોકાના…

વધુ વાંચો >

વિન્ધોક (Windhoek)

વિન્ધોક (Windhoek) : નૈર્ઋત્ય આફ્રિકામાં આવેલા નામિબિયા દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 22° 25´ દ. અ. અને 16° 55´ પૂ. રે.. તે મકરવૃત્ત નજીક આટલાન્ટિક મહાસાગર કિનારાથી 270 કિમી. અંતરે દેશના મધ્યભાગમાં આવેલા શુષ્ક માહોલવાળા ઉચ્ચપ્રદેશમાં આવેલું છે. નામિબિયાનું તે વહીવટી કેન્દ્ર છે. અહીં એક તક્નીકી કૉલેજ છે. 1880ના દાયકાનાં…

વધુ વાંચો >

વિભિન્નરૂપતા (heteromorphism)

વિભિન્નરૂપતા (heteromorphism) : એકસરખું રાસાયણિક બંધારણ ધરાવતા બે જુદા જુદા મૅગ્મામાંથી સ્ફટિકીકરણ દ્વારા, ઠંડા પડવાના જુદા જુદા સ્થિતિસંજોગ હેઠળ બે જુદા જુદા ખનિજીય બંધારણવાળા સમૂહો બનવાની ઘટના. આ શબ્દ લેક્રોઇક્સે પ્રયોજેલો. તેની પેદાશો અન્યોન્ય વિભિન્નરૂપ ગણાય; દા. ત., લ્યુસાઇટ બેસાલ્ટ અને અબરખ સાયનાઇટ તેમજ ઑગિટાઇટ અને એલિવેલાઇટ એકબીજાના વિભિન્નરૂપ ખડક…

વધુ વાંચો >

વિયેના

વિયેના : ઑસ્ટ્રિયાનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 48° 13´ ઉ. અ. અને 16° 20´ પૂ. રે.. તેનું જર્મન નામ વિયેન છે. આ શહેર ઈશાન ઑસ્ટ્રિયામાં ડેન્યૂબ નદી પર આવેલું છે. તે ઑસ્ટ્રિયાનું આગળ પડતું શૈક્ષણિક, સાંસ્કૃતિક, આર્થિક તથા રાજકીય મથક છે. શહેર : યુરોપના આલ્પ્સ પર્વતો…

વધુ વાંચો >

વિયેન્ટિયેન (Vientiane)

વિયેન્ટિયેન (Vientiane) : લાઓસનું પાટનગર અને મોટામાં મોટું શહેર. તેનું બીજું નામ વિયેનચૅન (Viangchan) છે. ભૌગોલિક સ્થાન : 17° 58´ ઉ. અ. અને 102° 36´ પૂ. રે.. તે લાઓસ અને થાઇલૅન્ડ વચ્ચેની સરહદ નજીક મેકૉંગ નદી પર આવેલું છે. આ શહેર મહત્વનું વ્યાપારી મથક છે, તે હવાઈ મથક પણ છે.…

વધુ વાંચો >

વિરલ (દ્વીપકલ્પ)

વિરલ (દ્વીપકલ્પ) : ઇંગ્લૅન્ડના પશ્ચિમ ભાગમાં આવેલા પચરંગી મર્સીસાઇડ પરગણાનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 53° 22´  ઉ. અ. અને 3° 05´ પ. રે.ની આજુબાજુનો આશરે 158 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દ્વીપકલ્પની ઈશાન બાજુએ મર્સી નદીનો નદીનાળ જળમાર્ગ, ઉત્તરે આયરિશ સમુદ્ર, પશ્ચિમે ડી નદીનો જળવિસ્તાર, દક્ષિણે…

વધુ વાંચો >

વિરલ ખનિજો

વિરલ ખનિજો : પૃથ્વીના પોપડામાં તદ્દન જૂજ પ્રમાણમાં રહેલાં કેટલાંક ખનિજો. આ માટેનું વધુ ઉચિત નામ ‘વિરલ પાર્થિવ ખનિજો’ છે. લૅન્થેનાઇડ્ઝના સામૂહિક નામથી જાણીતાં પંદર તત્વો  લૅન્થેનમ, સીરિયમ, પ્રેસિયોડિમિયમ, નિયોડિમિયમ, પ્રૉમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગૅડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોશિયમ, હૉલ્મિયમ, એર્બિયમ, થુલિયમ, ઇટર્બિયમ અને લૂટિશિયમ (અણુક્રમાંક 57થી 71) તેમજ સ્કૅન્ડિયમ અને ઇટ્રિયમ મળીને…

વધુ વાંચો >

વિરૂપતા (ખડક) (deformation)

વિરૂપતા (ખડક) (deformation) : ખડકમાળખાના સ્વરૂપમાં થતો ફેરફાર. કોઈ પણ ખડક કે સ્તરની રચના થયા બાદ તેનાં આકાર, કદ, વલણ વગેરેમાં થતા ફેરફારો દર્શાવવા કે વર્ણવવા ઉપયોગમાં લેવાતો રચનાત્મક પર્યાય. આ પર્યાય હેઠળ ગેડીકરણ, સ્તરભંગ-ક્રિયા, શીસ્ટોઝ કે નાઇસોઝ-સંરચના, પ્રવાહરચના વગેરે તેમજ ભૂસંચલનજન્ય બળોની અસરથી ઉદ્ભવતાં વિવિધપરિણામી લક્ષણોનો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

વિલેમસ્ટાડ (Willemstad)

વિલેમસ્ટાડ (Willemstad) : નેધરલૅન્ડ ઍન્ટિલીઝનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 12° 00´ ઉ. અ. અને 69° 00´ પ. રે.. તે કૅરિબિયન સમુદ્રમાંના ક્યુરાકાઓ ટાપુના નૈર્ઋત્ય કિનારે આવેલું છે. સેન્ટ એન્ના આ નગરને પુંડા અને ઔત્રાબાંદા નામના બે વિભાગોમાં વહેંચી નાખે છે. પશ્ચિમ ગોળાર્ધમાંનાં જૂનામાં જૂના બે યહૂદી ભૂમિચિહ્નો વિલેમસ્ટાડમાં જોવા મળે…

વધુ વાંચો >