ગિરીશભાઈ પંડ્યા

રૉયલ જ્યોગ્રાફિક સોસાયટી (RGS)

રૉયલ જ્યોગ્રાફિક સોસાયટી (RGS) : 1830માં બ્રિટિશ ભૂગોળવેત્તાઓના જૂથે લંડન ખાતે સ્થાપેલું ભૂગોળ મંડળ. તેનો વૈચારિક અને વાસ્તવિક ઉદભવ 1827માં રૅલે (Raleigh) ટ્રાવેલર્સ ક્લબમાં થયેલો. 1859માં તેને ‘રૉયલ જ્યોગ્રાફિક સોસાયટી’ નામ અપાયેલું. તેની સ્થાપના પછી તુરત જ 1888માં સ્થપાયેલ આફ્રિકન એસોસિયેશનને તેમાં ભેળવી દેવામાં આવેલું. ઓગણીસમી સદીમાં આ સોસાયટીએ ગિયાના(જૂનું…

વધુ વાંચો >

રૉશ મૂતૉની

રૉશ મૂતૉની : હિમનદીના ઘસારાથી ઉદભવતું લક્ષણ. સૂતેલા ઘેટાના આકારમાં જોવા મળતા હિમનદીજન્ય ટેકરાઓ માટે વપરાતો ફ્રેન્ચ શબ્દ. આવા ટેકરા નાના-મોટા કદના તેમજ બે બાજુએ જુદા જુદા ઢાળવાળા હોય છે. હિમનદીની વહનદિશા તરફનો તેમનો ઘસારો પામેલો આછો ઢોળાવ લીસો હોય છે, જ્યારે પાછળનો ઢોળાવ ઉગ્ર અને ખરબચડો હોય છે. તળખડકો…

વધુ વાંચો >

રૉસકૉમન

રૉસકૉમન : આયર્લૅન્ડ પ્રજાસત્તાકના કૉનૉટ (Connaught) પ્રાંતમાં આવેલું પરગણું. તે ગ્રામીણ અને ખેતીપ્રધાન વિસ્તાર છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,463 ચોકિમી. જેટલું છે. અહીંના મોટામાં મોટા નગરનું નામ પણ રૉસકૉમન છે. સેન્ટ કૉમનનાં લાકડાં ‘આયરિશ રૉસ કૉમેઇન’ પરથી ‘રૉસકૉમન’ નામ પડેલું છે. ભૂમિ : શૅનોન નદી અને તેની સાથે સંકળાયેલાં સરોવરો…

વધુ વાંચો >

રૉસની જાગીર (Ross Dependency)

રૉસની જાગીર (Ross Dependency) : રૉસ સમુદ્ર, રૉસ હિમછાજલી અને મેકમર્ડો અખાતી વિભાગને સમાવી લેતો ઍન્ટાર્ક્ટિકાનો ફાચર જેવો વિભાગ. તે 60° દ. અ.થી 86° દ. અ. અને 160° પૂ. રે.થી 150° પ. રે. વચ્ચે આવેલો છે. અહીંના બધા જ ટાપુઓ અને પ્રદેશોનો આ નામ હેઠળ સમાવેશ કરેલો છે. એડ્વર્ડ VII…

વધુ વાંચો >

રૉસ સમુદ્ર

રૉસ સમુદ્ર : પૅસિફિક મહાસાગરનું દક્ષિણ તરફનું વિસ્તરણ. ભૌગોલિક સ્થાન : 75° દ. અ. અને 175° પ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. આંતરરાષ્ટ્રીય દિનાંતરરેખા આ સમુદ્રની મધ્યમાંથી પસાર થાય છે. તેના મથાળે વિશાળ હિમછાજલી (Ross Ice Shelf) સહિત તે ઍન્ટાર્ક્ટિકા ખંડની ગોળાકાર ખંડીય આકારરેખામાં મોટો ખાંચો પાડે છે. આ સમુદ્ર…

વધુ વાંચો >

રોહતક

રોહતક : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક. ભૌગોલિક સ્થાન : તે 28° 56´ ઉ. અ. અને 76° 34´ પૂ. રે.ની આજુબાજુનો 1,745 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જિંદ અને પાણીપત જિલ્લા, પૂર્વમાં સોનીપત અને પાટનગર દિલ્હી, અગ્નિમાં ગુરગાંવ, દક્ષિણે રેવાડી, પશ્ચિમે ભિવાની તથા…

વધુ વાંચો >

રોહતાસ

રોહતાસ : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં પટણા વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 24° 57´ ઉ. અ. અને 84° 02´ પૂ. રે. આજુબાજુનો 3,851 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં બક્સર અને ભોજપુર, પૂર્વમાં જહાનાબાદ અને ઔરંગાબાદ, દક્ષિણે પાલામાઉ અને ગરવા તથા પશ્ચિમે ભાબુઆ જિલ્લા આવેલા છે.…

વધુ વાંચો >

રોહિલખંડ

રોહિલખંડ : ઉત્તરપ્રદેશના વાયવ્ય ભાગમાં ઉપલી ગંગાનાં કાંપનાં મેદાનોના ભાગરૂપ નીચાણવાળો પ્રદેશ. તેનો કુલ વિસ્તાર 25,000 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરમાં નેપાળ અને ચીન તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ ગંગા નદી આવેલાં છે. રામાયણ અને મહાભારતમાં તેનો મધ્યદેશ તરીકે ઉલ્લેખ મળે છે. મુસ્લિમ ઇતિહાસકારોએ તેને ‘હિન્દુસ્તાન’ તરીકે ઓળખાવ્યો છે. કહેવાય…

વધુ વાંચો >

રયુક્યુ ટાપુઓ (Ryukyu Islands)

રયુક્યુ ટાપુઓ (Ryukyu Islands) : પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલો એકસોથી વધુ ટાપુઓનો સમૂહ. તે 27° ઉ. અ. અને 128° પૂ. રે.ની આજુબાજુનો આશરે 3,120 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ જાપાનના મુખ્ય ટાપુઓથી શરૂ થઈને તાઇવાન તરફ વિસ્તરેલા છે. આ ટાપુસમૂહની કુલ વસ્તી 15,00,000 (1998) જેટલી છે,…

વધુ વાંચો >

રહાઇન

રહાઇન : જર્મનીની નદી. તે પશ્ચિમ યુરોપના મહત્વના દેશોમાં થઈને વહે છે. આશરે 1,320 કિમી. જેટલો જળવહનમાર્ગ રચતી આ નદી આશરે 2,24,600 ચોકિમી. જેટલા સ્રાવવિસ્તારને આવરી લે છે. આ નદી સ્વિટ્ઝર્લૅન્ડ, લિશ્તેનશાઇન, ઑસ્ટ્રિયા તથા ફ્રાન્સ-જર્મનીની સીમા પર થઈને વહે છે, ત્યાંથી જર્મની અને નેધરલૅન્ડ્ઝમાંથી પસાર થઈને ઉત્તર સમુદ્રને મળે છે.…

વધુ વાંચો >