ગિરીશભાઈ પંડ્યા
રૉકિઝ પર્વતમાળા
રૉકિઝ પર્વતમાળા : ઉત્તર અમેરિકા ખંડમાં આવેલું વિશાળ પર્વત-સંકુલ. આ સંકુલની પર્વતમાળાઓ ઉત્તર અમેરિકાના પશ્ચિમ ભાગમાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડાની આરપાર 4,800 કિમી.થી વધુ લંબાઈમાં વિસ્તરેલી છે. તેની પહોળાઈ કેટલાંક સ્થાનોમાં આશરે 560 કિમી. જેટલી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પર્વતો ન્યૂ મેક્સિકો, કૉલોરાડો, યૂટાહ, વાયોમિંગ, ઇડાહો, મૉન્ટાના, વૉશિંગ્ટન અને અલાસ્કામાં…
વધુ વાંચો >રૉકિઝ માઉન્ટન ટ્રેન્ચ
રૉકિઝ માઉન્ટન ટ્રેન્ચ : રૉકિઝ પર્વતોમાં આવેલો ગર્ત. આ ગર્ત યુ.એસ.ના પશ્ચિમ મૉન્ટાનાથી કૅનેડાના બ્રિટિશ કોલંબિયાની આરપાર પસાર થાય છે અને ફ્લૅટહેડ સરોવરની દક્ષિણે થઈને યુકોન નદીના ઉપરવાસના ઉદભવસ્થાન સુધી ઉત્તર-વાયવ્ય દિશામાં વિસ્તરે છે. આ ગર્ત રૉકિઝ પર્વતમાળાના પશ્ચિમ ઢોળાવને સમાંતર ચાલી જાય છે અને તે જૂની પશ્ચિમ હારમાળાના ઉગ્ર…
વધુ વાંચો >રૉકી માઉન્ટન નૅશનલ પાર્ક
રૉકી માઉન્ટન નૅશનલ પાર્ક : યુ.એસ.ના ઉત્તર-મધ્ય કૉલોરાડોમાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના : 1915. તેનો એક ભાગ રૉકી પર્વતોની ફ્રન્ટ હારમાળાથી બંધિયાર છે. તેનો વિસ્તાર 1,06,109 હેક્ટર જેટલો છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન 3,000 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતાં શિખરો પણ ધરાવે છે. વળી તેમાં 4,277 મીટર ઊંચાઈવાળાં લૉન્ગ્સ પીક,…
વધુ વાંચો >રોઝીઉ
રોઝીઉ : વેસ્ટ ઇન્ડિઝની વાતાભિમુખ બાજુ કૅરિબિયન સમુદ્રમાં આવેલા પ્રજાસત્તાક ટાપુદેશ ડૉમિનિકનું પાટનગર, બંદર તથા મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 15° 18´ ઉ. અ. અને 61° 24´ પ. રે.. આ ટાપુના નૈર્ઋત્ય કિનારે નદીના મુખ પર આ શહેર વસેલું છે. ટાપુના મધ્યભાગમાં જ્વાળામુખી પર્વત આવેલો હોવાથી ઈશાન તરફથી આવતા વ્યાપારી…
વધુ વાંચો >રૉટર્ડૅમ
રૉટર્ડૅમ : ઍમસ્ટર્ડેમ પછીના બીજા ક્રમે આવતું નેધરલૅન્ડ્ઝનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 51° 55´ ઉ. અ. અને 4° 31´ પૂ. રે.. રૉટર્ડૅમ એ દુનિયાનાં વ્યસ્ત રહેતાં દરિયાઈ બંદરો પૈકીનું એક ગણાય છે. આ શહેર ઉત્તર સમુદ્રથી પૂર્વ તરફ આશરે 31 કિમી.ને અંતરે નીવે માસ (Nieuwe Maas) નદીના બંને કાંઠા…
વધુ વાંચો >રોનોક ટાપુ (Roanoke Island or Lost Colony)
રોનોક ટાપુ (Roanoke Island or Lost Colony) : યુ.એસ.ના ઉત્તર કૅરોલિના રાજ્યના કિનારાથી દૂર રોનોક ટાપુ પર 1587માં સ્થપાયેલી અંગ્રેજ વસાહત માટે અપાયેલું નામ. આ વસાહતને વિશેષે કરીને ‘Lost Colony’(ગુમ થયેલી વસાહત)ના નામથી ઓળખવામાં આવે છે. ત્યાં વસાવેલા લોકો ક્યાં ગયા તથા તેમનું શું થયું તેની કોઈ માહિતી તે પછીથી…
વધુ વાંચો >રૉન્ડેન નૅશનલ પાર્ક
રૉન્ડેન નૅશનલ પાર્ક : ઉત્તર-મધ્ય નૉર્વેમાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. ભૌગોલિક સ્થાન : 61° 50´ ઉ. અ. અને 9° 50´ પૂ. રે. . 1962ના ડિસેમ્બરમાં શાહી આદેશ દ્વારા કુદરતી માહોલ જળવાઈ રહે તે રીતે આયોજન કરી તેનું નિર્માણ કરવામાં આવેલું છે, 1970માં અધિકૃત રીતે તેને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ખુલ્લો મૂકી રાષ્ટ્રને…
વધુ વાંચો >રોપર નદી
રોપર નદી : ઑસ્ટ્રેલિયાના નૉર્ધર્ન ટેરિટરી રાજ્યમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 14° 43´ દ. અ. અને 135° 27´ પૂ. રે.. આ નદી માતરંકાની પૂર્વમાં બૅઝવિક ખાડીમાં વહેતી ઘણી નદીઓના સંગમથી બને છે. તે અર્નહૅમ લૅન્ડ તરીકે ઓળખાતા અસમતળ વિસ્તારની દક્ષિણ સીમા રચે છે. 400 કિમી.ના અંતર સુધી વહીને તે…
વધુ વાંચો >રોમ
રોમ ઇટાલીનું પાટનગર. દુનિયાનાં મહાન ઐતિહાસિક તેમજ સુંદર શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 41° 54´ ઉ. અ. અને 12° 29´ પૂ. રે.ની આજુબાજુનો 1,508 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ શહેર ટાઇબર નદીને કાંઠે વસેલું છે. એ નદી શહેરને બે ભાગમાં વહેંચી નાંખે છે. તે કૅમ્પાગ્ના નામના સમતળ…
વધુ વાંચો >રૉયલ ગ્રિનિચ વેધશાળા (Royal Greenwich Observatory)
રૉયલ ગ્રિનિચ વેધશાળા (Royal Greenwich Observatory) : ગ્રેટ બ્રિટનની જૂનામાં જૂની ખગોલીય વેધશાળા. ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ બીજાએ દરિયાઈ સફરની જાણકારી તેમજ રેખાંશોની જાણકારી મેળવવા માટે 1675માં તેની સ્થાપના કરેલી. નૌકાનયન (navigation), સમય-જાળવણી, તારાઓની સ્થિતિનું નિર્ધારણ વગેરે જેવી જાણકારી મેળવવાનો તેનો હેતુ હતો. 1767માં આ વેધશાળાએ નાવિકી પંચાંગ (nautical almanac) પ્રકાશિત…
વધુ વાંચો >