ગિરીશભાઈ પંડ્યા

રી ભોઈ

રી ભોઈ : મેઘાલય રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો. તે 25° 45´ ઉ. અ. અને 92° 00´ પૂ. રે.ની આજુબાજુનો 2,448 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને ઈશાન તરફ આસામ રાજ્યની સીમા, અગ્નિ તરફ અને દક્ષિણમાં ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લો તથા નૈર્ઋત્યમાં વેસ્ટ ખાસી હિલ્સ જિલ્લો તેમજ…

વધુ વાંચો >

રુઆન્ડા-ઉરુન્ડી

રુઆન્ડા-ઉરુન્ડી : મધ્ય આફ્રિકાના પૂર્વ ભાગમાં આવેલો પ્રદેશ. આ પ્રદેશ વીસમી સદીના મધ્યકાળ વખતે બેલ્જિયમના શાસન હેઠળ હતો. 1946માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે જ્યારે તેને વાલીપણા હેઠળનો પ્રદેશ બનાવ્યો ત્યારે રુઆન્ડા-ઉરુન્ડીનો વિસ્તાર આશરે 54,000 ચોકિમી. જેટલો હતો અને વસ્તી 50 લાખ જેટલી હતી. ત્વા પિગ્મીઓ રુઆન્ડા-ઉરુન્ડીના સર્વપ્રથમ વસાહતીઓ હતા. હુતુ અથવા…

વધુ વાંચો >

રુડેશિયસ ખડકો

રુડેશિયસ ખડકો : ગોળાશ્મ કે કોણાશ્મ બંધારણવાળા જળકૃત ખડકો. કણજન્ય જળકૃત ખડકોનું તેમાંના ખનિજઘટકોનાં કણકદ મુજબ ત્રણ સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે : રુડાઇટ સમૂહ અથવા ગોળાશ્મવાળા, દા.ત., કોંગ્લૉમરેટ; એરેનાઇટસમૂહ અથવા રેતીવાળા, દા.ત., રેતીખડક; લ્યૂટાઇટ સમૂહ અથવા માટીવાળા, દા.ત., શેલ. આ પૈકીના પ્રથમ પ્રકારવાળા રુડેશિયસ ખડકો 2 મિમી. કે તેથી…

વધુ વાંચો >

રુધરફૉર્ડાઇન

રુધરફૉર્ડાઇન : રાસા. બં. : UO2CO3. સ્ફટિકવર્ગ : ઑર્થોરહોમ્બિક. સ્ફટિક-સ્વરૂપ : 3 મિમી. સુધીની લંબાઈના પટ્ટી જેવા છૂટા સ્ફટિકો; (001) ફલક સાથે લાંબા, (100) ફલક સાથે મોટા અને (010) ફલકવાળા ઓછા જોવા મળે. સૂક્ષ્મ રેસાદાર જૂથમાં પણ મળી આવે, વિકેન્દ્રિત ઝૂમખાં જેવા પણ હોય. કઠિનતા : નિર્ણીત નથી. ઘનતા :…

વધુ વાંચો >

રુવેનઝોરી પર્વતમાળા

રુવેનઝોરી પર્વતમાળા : યુગાન્ડા અને ઝાઇરની સરહદે આવેલી પર્વતમાળા. ભૌગોલિક સ્થાન : 0° 40´ ઉ. અ. અને 29° 0´ પૂ. રે.. ટૉલેમીએ તેના લખાણમાં જેનો ઉલ્લેખ ‘Mountains of the Moon’ તરીકે કરેલો છે તે જ આ પર્વતમાળા હોવી જોઈએ. અહીંનાં હિમાચ્છાદિત શિખરોમાંથી પાણી નીકળે છે અને નાઈલને જઈ મળે છે.…

વધુ વાંચો >

રુહર

રુહર : જર્મનીના પશ્ચિમ ભાગમાં આવેલો કોલસાનાં ક્ષેત્રો સાથે સંકળાયેલો વિશાળ ઔદ્યોગિક વિસ્તાર. ભૌગોલિક સ્થાન : તે 51° 27´ ઉ. અ. અને 6° 44´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,330 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે રહાઇન નદીની સહાયક નદી રુહરની નજીક વિસ્તરેલો હોવાથી તેનું નામ રુહર પડેલું છે. આખોય વિસ્તાર…

વધુ વાંચો >

રૂઝવેલ્ટ ટાપુ (1)

રૂઝવેલ્ટ ટાપુ (1) : ઍન્ટાર્ક્ટિકામાં એડ્વર્ડ 7 લૅન્ડના કિનારાથી દૂર, વ્હેલ્સના અખાતની દક્ષિણે ન્યૂઝીલૅન્ડની રૉસ જાગીર હેઠળની રૉસ હિમછાજલી(Ross Ice Shelf)ના ઈશાન ભાગમાં આવેલો ટાપુ. 145 કિમી. લાંબો અને 56 કિમી. પહોળો આ હિમાચ્છાદિત ટાપુ યુ.એસ.ના અભિયંતા રિચાર્ડ ઇવલીન બાયર્ડ દ્વારા 1934માં શોધાયેલો. ટાપુની સરેરાશ ઊંચાઈ 500 મીટરથી થોડીક વધુ…

વધુ વાંચો >

રૂટાઇલ

રૂટાઇલ : ટિટેનિયમધારક ખનિજ. રાસા. બં. : TiO2. ઑક્સિજન 40 %, ટિટેનિયમ 60 %. 0.10 % સુધીનું લોહપ્રમાણ તેમાં હોય છે. આ ખનિજ એનાટેઝ (TiO2) અને બ્રુકાઇટ (TiO2) સાથે ત્રિરૂપતા ધરાવે છે. સ્ફ. વ. : ટેટ્રાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટૂંકા, પ્રિઝમૅટિક; c અક્ષને સમાંતર રેખાંકિત; પાતળા, લાંબા પ્રિઝમૅટિકથી સોયાકાર…

વધુ વાંચો >

રૂઢ સંજ્ઞાઓ (conventional signs)

રૂઢ સંજ્ઞાઓ (conventional signs) : પૃથ્વી પરનાં ભૂપૃષ્ઠ લક્ષણો, જળપરિવાહનાં લક્ષણો તેમજ સાંસ્કૃતિક લક્ષણો રજૂ કરતી લઘુલિપિ. નકશો એ પૃથ્વીનું કે તેના કોઈ પણ ભાગનું ચોક્કસ માપમાં, પ્રક્ષેપની મદદથી કાગળની સમતલ સપાટી પર દર્શાવેલું સ્વરૂપ છે. વિવિધ પ્રકારના ભૌગોલિક નકશા જુદી જુદી જાતની માહિતી પૂરી પાડે છે. નકશામાં દર્શાવવામાં આવતી વિગતોનું પ્રમાણ તેના…

વધુ વાંચો >

રૂથીનિયા (Ruthenia)

રૂથીનિયા (Ruthenia) : યૂક્રેનમાં આવેલો ઐતિહાસિક પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 49° ઉ. અ. અને 32° પૂ. રે.ની આજુબાજુનો મધ્ય યુરોપનો આશરે 12,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે કાર્પેથિયન પર્વતોના દક્ષિણ ઢોળાવો પર તથા નજીકના નૈર્ઋત્યના ઊંચાણવાળા પ્રદેશો પર આવેલો છે. તેની પશ્ચિમે ચેકોસ્લોવૅકિયા, વાયવ્યમાં પોલૅન્ડ, નૈર્ઋત્યમાં હંગેરી,…

વધુ વાંચો >