ગિરીશભાઈ પંડ્યા
ઑક્સફર્ડ
ઑક્સફર્ડ : ઇંગ્લૅન્ડના ઑક્સફર્ડશાયર જિલ્લાનું મહત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : 510 46’ ઉ. અ. અને 10 15’ પ. રે.. તે થેમ્સ નદીના ઉપરવાસમાં ચૅરવેલ નદી સાથે થતા સંગમસ્થાન પર ઉત્તર કાંઠે વસેલું છે. ઑક્સફર્ડમાં થેમ્સ નદી આઇસિસ નામથી ઓળખાય છે. લંડનથી વાયવ્યમાં તે આશરે 80 કિમી. જેટલા અંતરે આવેલું છે.…
વધુ વાંચો >ઑક્સીભૂત નિક્ષેપો
ઑક્સીભૂત નિક્ષેપો : આર્થિક મૂલ્ય વગરના તેમજ ખનનયોગ્ય ન હોય તેવા ભૂપૃષ્ઠ પર ખુલ્લા થયેલા કેટલાક ધાત્વિક સલ્ફાઇડ ખનિજ ઘટકો ઉપર ઑક્સિજન અને પાણી દ્વારા થતી રાસાયણિક ખવાણક્રિયા – ઑક્સીભવન (ઉપચયન-oxidation) – મારફત મળતા સલ્ફેટ દ્રાવણોના મિશ્રણમાંથી અવક્ષેપિત થતાં ખનિજો. ખનિજોના ઉપચયનથી તૈયાર થતાં વિવિધ દ્રાવણો વચ્ચે પારસ્પરિક પ્રક્રિયા થતાં…
વધુ વાંચો >ઑન્ટેરિયો
ઑન્ટેરિયો : વિસ્તારની ર્દષ્ટિએ બીજા ક્રમે આવતો, કૅનેડાનો પ્રાંત. ભોગોલિક સ્થાન : તે આશરે 420થી 570 ઉ. અ. અને 800થી 950 પ. રે. વચ્ચેનો કુલ 10,68,580 ચો.કિમી. (ભૂમિવિસ્તાર : 8,91,190 ચોકિમી. અને જળવિસ્તાર : 1,77,390 ચોકિમી.) જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત ઉત્તર તરફના હડસનના અખાત અને જેમ્સના અખાત…
વધુ વાંચો >ઑફિટિક કણરચના
ઑફિટિક કણરચના (ophitic texture) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી પોઇકિલિટિક કણરચનાનો લાક્ષણિક પ્રકાર. તેમાં પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારની લંબચોરસ આકારની પૂર્ણ કે અપૂર્ણ પાસાદાર સ્ફટિક-તકતીઓ પાયરોક્સીન (મોટેભાગે ઑગાઇટ) સ્ફટિકોમાં જડાયેલી હોય છે. આ પ્રકારની કણરચના વિશેષત: ડોલેરાઇટ કે ડાયાબેઝમાં જોવા મળતી હોવાથી તે ખડકોની પરખ માટે લાક્ષણિક કસોટીસમ બની રહે છે. ઑફિટિકને…
વધુ વાંચો >ઓબ્રા બંધ
ઓબ્રા બંધ : ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના રૉબટર્સગંજ તાલુકાના ઓબ્રા ગામ (250 0′ ઉ. અ. અને 820 05′ પૂ. રે.) નજીક રિહાન્ડ નદી પર આવેલો (રિહાન્ડ બંધનો) સહાયકારી બંધ. આ બંધ માટી/ખડક પૂરણી દ્વારા બનાવવામાં આવેલો છે. રિહાન્ડ બંધમાંથી છોડવામાં આવતા જળમાંથી તેનું જળાશય ભરાય છે. તે રિહાન્ડ બંધથી ૩2…
વધુ વાંચો >ઑબ્સિડિયન
ઑબ્સિડિયન (obsidian) : એક પ્રકારનો જ્વાળામુખીજન્ય ખડક. ઑબ્સિડિયન એ જ્વાળામુખીજન્ય કુદરતી કાચ માટે અપાયેલ જૂનું નામ છે. મોટાભાગના ઑબ્સિડિયન કાળા રંગના હોય છે, તેમ છતાં લાલ, લીલા કે કથ્થાઈ ઑબ્સિડિયન પણ મળી આવે છે. ક્યારેક તે પટ્ટીરચનાવાળા પણ હોય છે. તેમનો ચળકાટ કાચમય અને ભંગસપાટી (પ્રભંગ) કમાનાકાર – વલયાકાર હોય…
વધુ વાંચો >ઑર્ડોવિસિયન રચના
ઑર્ડોવિસિયન રચના (Ordovician System) : ભૂસ્તરીય કાળગણનાક્રમ મુજબ પ્રથમ જીવયુગની છ ખડકરચનાઓ પૈકીની દ્વિતીય ક્રમે આવતી રચના. આ રચના તૈયાર થવા માટેનો સમયગાળો એટલે ઑર્ડોવિસિયન કાળ. ભૂસ્તરીય ઇતિહાસના અતીતમાં ગણતરી મૂકતાં 6.5 કરોડ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલો ઑર્ડોવિસિયન કાળ આજથી 50 કરોડ વર્ષ પૂર્વે શરૂ થયેલો અને 43.5…
વધુ વાંચો >ઑર્બિક્યુલર સંરચના
ઑર્બિક્યુલર સંરચના : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી વિશિષ્ટ પ્રકારની સંરચનાનો ક્વચિત્ મળી આવતો એક વિરલ પ્રકાર. મુખ્યત્વે ગ્રૅનાઇટ કે ડાયોરાઇટ જેવા સંપૂર્ણ સ્ફટિકમય કણરચના ધરાવતા કેટલાક અંત:કૃત ખડકોમાં ક્યારેક આ સંરચના જોવા મળી જાય છે; એમાં તેનો મધ્યસ્થ ભાગ (nucleus) કોઈક આગંતુક ખડકનો બનેલો હોય અને તેની આજુબાજુ વિવિધ ખનિજીય…
વધુ વાંચો >ઑલિગોસીન રચના (oligocene system)
ઑલિગોસીન રચના (oligocene system) : ટર્શ્યરી – તૃતીય જીવયુગના પાંચ વિભાગો પૈકીનો ઇયોસીન અને માયોસીન વચ્ચેનો ત્રીજા ક્રમમાં આવતો કાળગાળો અને તે સમય દરમિયાન રચાયેલી ખડક-સ્તરરચના. ઇયોસીન કાળના અંત વખતે બ્રિટિશ ટાપુઓ સહિત લગભગ આખાય યુરોપનો વિસ્તાર ટેથીઝ મહાસાગરની પકડમાંથી મુક્ત થતો જાય છે. માત્ર યુરોપના વાયવ્ય વિસ્તારમાં ઍન્ગ્લો-ફ્રાન્કો-બેલ્જિયન સમુદ્રી…
વધુ વાંચો >ઓસ્માનાબાદ
ઓસ્માનાબાદ : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 180 10′ ઉ. અ. અને 760 02′ પૂ.રે.ની આજુબાજુનો 7,569 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બીડ, પૂર્વે લાતુર અને કર્ણાટક રાજ્યનો બિદર, દક્ષિણે સોલાપુર તથા પશ્ચિમે સોલાપુર અને અહમદનગર જિલ્લા આવેલા છે.…
વધુ વાંચો >