ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ
સિસ્ટમ-ઇજનેરી (system engineering)
સિસ્ટમ–ઇજનેરી (system engineering) : વિવિધ ઘટકોનું યોજનાબદ્ધ એકીકરણ તંત્ર. જુદા જુદા ઘટકો જે અમુક પ્રમાણમાં આગવું / સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોવા છતાં એકબીજા સાથે સંકળાયેલા હોય તેવાનું યોગ્ય રીતે એકીકરણ (assembly) કરી યોજના પ્રમાણેનો (અપેક્ષિત) ઉદ્દેશ પાર પાડવો. સિસ્ટમ અને સિસ્ટમ-ઇજનેરીનો અર્થ જુદી જુદી વ્યક્તિઓને મન જુદો જુદો થતો હોય…
વધુ વાંચો >સિંચાઈ-યોજનાઓ (Irrigation projects)
સિંચાઈ–યોજનાઓ (Irrigation projects) ભૂપૃષ્ઠ જળ (surface water) માટે નદી પર આડો બંધ બાંધી, પાણીનો જથ્થો સંગ્રહી, નહેરો દ્વારા પાણીને ખેતરો તેમજ શહેરો કે ગ્રામવિસ્તાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. તેવી જ રીતે જરૂરિયાતવાળા સ્થળે ભૂગર્ભ-જળને ખેંચી પહોંચાડવાની વ્યવસ્થા. ભારતમાં સિંચાઈનો ઇતિહાસ પુરાણો છે. ઈ. સ.ની બીજી સદીમાં દક્ષિણમાં કાવેરી નદી પર મોટો…
વધુ વાંચો >સુરક્ષાલક્ષી ઇજનેરી (Safety Engineering)
સુરક્ષાલક્ષી ઇજનેરી (Safety Engineering) : કામદારો, કારીગરો કે કર્મચારીઓની જ્યાં જે સાધનો – મશીનો વડે કાર્ય થઈ રહ્યું હોય ત્યાં સુરક્ષાની બાબતોને આવરી લેતી ઇજનેરી. કર્મચારીઓ અને સાધનોની સલામતી જાળવવી એ જે તે સંસ્થા કે કારખાનાની જવાબદારી છે. ‘સલામતી પ્રથમ’ (safety first) એ મુદ્રાલેખ હવે સર્વત્ર સ્વીકારાયો છે; તેમ છતાં…
વધુ વાંચો >સ્નાનગૃહ (swimming-pool)
સ્નાનગૃહ (swimming-pool) : સ્નાન અને સ્નાનક્રીડા માટેનું ખાસ તૈયાર કરેલ સ્થળ. સ્નાનગૃહો પુરાણકાળથી જાણીતાં છે. રાજા-મહારાજાઓનાં આવાસ-સંકુલોમાં સ્નાનગૃહોનો સમાવેશ થતો હતો. આજે પણ મોટાં ધનિક કુટુંબોના આવાસોમાં તેમજ મોટી હોટેલોમાં ખાસ સ્નાનગૃહો રાખવામાં આવે છે. સ્નાનક્રિયા એ માત્ર ચાલુ દૈનિક ક્રિયાને બદલે અમુક સમયે આનંદ-પ્રમોદ અને મોજમજા માટેની ક્રિયા બની…
વધુ વાંચો >સ્વયંસંચાલન અને સ્વયંસંચાલિત યંત્રો (Automation and Automatic Machines)
સ્વયંસંચાલન અને સ્વયંસંચાલિત યંત્રો (Automation and Automatic Machines) : બધાં કાર્યો આપમેળે થાય તેવી વ્યવસ્થા અને તેવી વ્યવસ્થાવાળાં યંત્રો. ઉત્પાદનક્ષેત્રે અનેકવિધ પ્રકારે પરિવર્તનો થયાં છે તેમાં સ્વયંસંચાલન એ મોટી બાબત છે. ઉત્પાદન-ક્ષેત્રે માત્ર મોટા જથ્થાના ઉત્પાદન(mass production)માં જ નહિ; પરંતુ નાના ઉત્પાદનમાં પણ સ્વયંસંચાલન એ એક મોટી ક્રાંતિ ગણાય છે.…
વધુ વાંચો >