ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ

બસ

બસ : વાહનવ્યવહાર-મુસાફરી માટે વપરાતું એન્જિનથી ચાલતું ચતુષ્ચક્રીય (four-wheel) વાહન. માર્ગ-પ્રવાસ માટે વપરાતાં વાહનોમાં બસ અગ્રેસર છે. હકીકતમાં બસ એ મોટરકારનું મોટું સ્વરૂપ છે. બસમાં પણ મોટરકાર (autocar) જેવા જ મહત્વના ભાગો આવેલા છે; જેમ કે ચાર કે છ સિલિન્ડરવાળું પેટ્રોલ કે ડીઝલથી ચાલતું એન્જિન, ક્લચ, ગિયરબૉક્સ, ગિયર બૉક્સથી પૈડાં…

વધુ વાંચો >

બંદરો

બંદરો (ports) નાનાંમોટાં વહાણો, જહાજો માટે દરિયાકાંઠે કુદરતી રીતે કે ખાસ તૈયાર કરેલ ટર્મિનલ; જ્યાં માલસામાનની આપ-લે કે મુસાફરોની અવર-જવર માટે સગવડ ઊભી કરવામાં આવી હોય. બંદરની જરૂરિયાતો આ પ્રમાણે છે : તે રેલ અને રસ્તાથી જોડાયેલું હોવું જોઈએ. તેના બારામાં જહાજોને લાંગરવા માટેની અનુકૂળતા હોવી જોઈએ. જહાજોને સહેલાઈથી ઉતરાણસ્થાન(berth)…

વધુ વાંચો >

બાયપ્લેન

બાયપ્લેન (biplane) : એક ઉપર બીજી એમ બે સ્તરે રખાયેલ પાંખો(wings)વાળું વિમાન. 1890માં આ પ્રકારનું વિમાન ગ્લાઇડર તરીકે સફળ રહ્યું. રાઇટભાઈઓ(Wright brothers)એ વર્ષ 1903–1909માં બાયપ્લેનોનો યુગ શરૂ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ અને તેની આસપાસના સમયમાં મિલિટરી અને વાણિજ્યકામોમાં આવાં વિમાનોનો ખૂબ ઉપયોગ થયો હતો. આમ છતાં આવાં વિમાનો ઓછા વજનનાં એકસ્તરીય…

વધુ વાંચો >

બીડ (ભરતર લોખંડ–cast iron)

બીડ (ભરતર લોખંડ–cast iron) : કાચા લોખંડ(pig iron)નું અમુક પ્રમાણમાં શુદ્ધીકરણ કરી તૈયાર કરવામાં આવતું ભરતર લોખંડ. બીડ મેળવવા ક્યુપોલા ભઠ્ઠી, હવા ભઠ્ઠી, રેવર બૅટરી ભઠ્ઠી, ‘ટિલ્ટિંગ પૉટ’ ભઠ્ઠી કે ઇલેક્ટ્રિક ભઠ્ઠી વપરાય છે. ભઠ્ઠીમાં પિગ આયર્ન ઉપરાંત લોખંડનો ભંગાર નાખવામાં આવે છે. જે જગ્યાએ પિગ આયર્નને ગાળીને જરૂરી આકારમાં…

વધુ વાંચો >

બીબા-ઢાળણ

બીબા-ઢાળણ (die casting) : જરૂરી આકાર માટે તૈયાર કરેલ ધાતુના બીબામાં ધાતુરસ રેડી કે દબાણ સાથે ધકેલીને દાગીનો તૈયાર કરવાની રીત. આ રીતને ધાતુ-બીબાઢાળણ પણ કહેવાય. અહીં ધાતુ-બીબાં સ્થાયી હોય છે. એટલે કે રેતબીબાની માફક એક વખત રસ રેડ્યા પછી બીબું ફરી વાપરી ન શકાય તેવું આમાં હોતું નથી. આ…

વધુ વાંચો >

બેયર્ડ, જૉન લોગી

બેયર્ડ, જૉન લોગી (જ. 1888; અ. 14 જૂન 1946) : ટેલિવિઝનનો બ્રિટિશ આદ્ય શોધક. ફોટોગ્રાફી તેમજ નવા નવા પ્રયોગો–તુક્કાઓ કરવાનો તેને ખૂબ શોખ. શરીર દૂબળું, અભ્યાસમાં બહુ ઓછો રસ. ટેલિફોન પ્રત્યે કુતૂહલ હતું અને સ્વયં વીજળીના તાર લઈ જાતજાતના પ્રયોગો કરતો. પોતાના એક મિત્ર સાથે વાત કરવા જૉને પોતાને હાથે…

વધુ વાંચો >

બેરિંગ

બેરિંગ : મશીનના ફરતા ભાગો જેવા કે શાફ્ટ, સ્પિન્ડલ, ધરી (ઍક્સલ) કે ચક્ર(વ્હીલ)ને ટેકો આપતી પ્રયુક્તિ (device). કોઈ પણ યંત્રમાં સામાન્ય રીતે, ફરતા ભાગો રહેવાના જ. આવા ફરતા ભાગો ઘસાઈ ન જાય તેમજ ઘર્ષણમાં શક્તિનો વ્યય ઓછો થાય, તે માટે ટેકો આપનાર બેરિંગનું મશીનોમાં ઘણું મહત્ત્વ છે. ફરતો ભાગ શાફ્ટ…

વધુ વાંચો >

બેસિમર કન્વર્ટર રીત

બેસિમર કન્વર્ટર રીત : સ્ટીલ બનાવવાની એક રીત. સ્ટીલ બનાવવાની આધુનિક રીતમાં બેસિમર રીત સૌથી જૂની છે. ઈ.સ. 1856માં એચ. બેસિમરે ભરતર લોહના રસમાં હવા ફેંકીને સ્ટીલ બનાવી, સ્ટીલ બનાવવાની રીતમાં સૌપ્રથમ મોટો ફેરફાર કર્યો. તે પહેલાં લોખંડની કાચી ધાતુ (iron ore) પર કાર્બનયુક્ત ઊર્જા-પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયા (reaction) કરી…

વધુ વાંચો >

બોગદું

બોગદું (tunnel) : વાહનવ્યવહાર, પાણીના પરિવહન કે ખાણકામ માટે જમીનના અંદરના ભાગે ખોદાણ કરીને તૈયાર કરેલ માર્ગ (passageway) કે અમુક બાંધકામ માટે જમીનની અંદરના ભાગે તૈયાર કરેલ જગ્યા. બોગદાને સુરંગ પણ કહેવાય છે. બોગદું બનાવવાની આધુનિક રીતોમાં શારકામ(drilling)નો, દારૂગોળા દ્વારા વિસ્ફોટનનો કે અગાઉથી તૈયાર કરેલ નળીઓ(prefabricated tubes)નો ઉપયોગ થાય છે.…

વધુ વાંચો >

બ્રુનેલ, ઇસામ્બાર્ડ કિંગ્ડમ

બ્રુનેલ, ઇસામ્બાર્ડ કિંગ્ડમ (જ. 9 એપ્રિલ 1806, પૉર્ટસ્મથ, હૅમ્પશાયર, લંડન; અ. 15 સપ્ટેમ્બર 1859, વેસ્ટમિન્સ્ટર, લંડન) : ઉચ્ચ કક્ષાના બ્રિટિશ સિવિલ અને મિકૅનિકલ ઇજનેર. તેમણે સૌપ્રથમ ટ્રાન્સલાન્ટિક સ્ટીમરની ડિઝાઇન કરી હતી. સૌપ્રથમ ટેમ્સ ટનલના કામ પર એન્જિનિયર તરીકે શરૂઆત કરી. તેમણે તૈયાર કરેલ એવન ગોર્જે (Avon Gorge) પર બાંધવાના ઝૂલતા…

વધુ વાંચો >