ખગોળ

ઉચ્ચાવચ બિંદુઓ (apsides)

ઉચ્ચાવચ બિંદુઓ (apsides) : ગ્રહ, ઉપગ્રહ કે ધૂમકેતુ તેના મુખ્ય જ્યોતિ(સૂર્ય કે ગ્રહ)ની આસપાસ પ્રદક્ષિણા કરે ત્યારે, મુખ્ય જ્યોતિથી વધુમાં વધુ દૂર તેમજ વધુમાં વધુ નજીક આવે તે સ્થાનો. આમ તે ગ્રહ, ઉપગ્રહ કે ધૂમકેતુની દીર્ઘવૃત્ત ભ્રમણકક્ષાની દીર્ઘઅક્ષ(major axis)નાં અંતબિંદુઓ કે છેડા છે. નજીકના બિંદુને ભૂમિ-નીચ કે અપભૂ (perigee) કહે…

વધુ વાંચો >

ઉત્તરપ્રદેશ સ્ટેટ ઑબ્ઝર્વેટરી

ઉત્તરપ્રદેશ સ્ટેટ ઑબ્ઝર્વેટરી – નૈનીતાલ : નૈનીતાલ ખાતેની સૌર નિરીક્ષણ માટેની વેધશાળા. આ વેધશાળાની મૂળ સ્થાપના 1954ના એપ્રિલમાં વારાણસીમાં થઈ હતી. 1955માં તેને નૈનીતાલમાં લાવવામાં આવી અને 1961માં નૈનીતાલ શહેરની દક્ષિણે 79o 27′ પૂ. રે. અને 29o 22′ ઉ. અ. પર 1,951 મીટરની ઊંચાઈએ આવેલા કાયમી સ્થળે લઈ જવામાં આવી.…

વધુ વાંચો >

ઉત્તરાયણ

ઉત્તરાયણ : જુઓ મકરસંક્રાંતિ.

વધુ વાંચો >

ઉત્તરાયન

ઉત્તરાયન : સૂર્યની ઉત્તર તરફ ખસવાની ક્રિયા. તે 22 ડિસેમ્બરે થાય છે. વર્ષમાં સૂર્ય બે વાર ખરા પૂર્વબિંદુએ ઊગે છે. આ દિવસો છે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. એમને અનુક્રમે વસંતસંપાત અને શરદસંપાત કહેવામાં આવે છે. વસંતસંપાત પછીનો સૂર્યોદય ઉત્તર તરફ ખસતો રહીને થાય છે. શરદસંપાત પછી સૂર્ય દક્ષિણ તરફ…

વધુ વાંચો >

ઉદયપુર સોલર ઓબ્ઝર્વેટરી

ઉદયપુર સોલર ઓબ્ઝર્વેટરી (USO) : અમદાવાદના વેધશાળા ટ્રસ્ટે 1975માં ઉદેપુરના ફતેહસાગર સરોવરમાં એક ટાપુ ઉપર સ્થાપેલી વેધશાળા. તેનો મુખ્ય હેતુ પશ્ચિમ ભારતમાં સૌર નિરીક્ષણની અનુકૂળતા ઊભી કરવાનો છે, જેથી વિના વિક્ષેપ દીર્ઘ સમય સુધી સૂર્યનાં ઉચ્ચસ્થાનીય વિભેદનયુક્ત અવલોકનો કરી શકાય. 1973થી 74ના સમયગાળામાં ગુજરાત તથા રાજસ્થાનમાં ઘણાં સ્થળોની તપાસ કર્યા…

વધુ વાંચો >

ઉન્નતાંશ દિગંશ પદ્ધતિ

ઉન્નતાંશ દિગંશ પદ્ધતિ : અવકાશસ્થિત જ્યોતિઓનાં સ્થાન દર્શાવતી અવચ્છેદક પદ્ધતિ. પૃથ્વીના પટ પર આવેલા સ્થાનને એના અક્ષાંશ અને રેખાંશના આધારે જાણી શકાય છે તેમ આકાશમાં આવેલા કોઈ જ્યોતિનું સ્થાન એના શર (આકાશી અક્ષાંશ) અને ભોગ (આકાશી રેખાંશ) વડે જાણી શકાય છે. આકાશી પદાર્થનું ક્ષિતિજરેખાથી ઊંચાઈનું કોણીય માપ તેના ઉન્નતાંશ છે.…

વધુ વાંચો >

ઉન્નતાંશવૃત્ત

ઉન્નતાંશવૃત્ત : ક્ષિતિજ સમાંતરે આકાશી ગોળા પર દોરાતું વર્તુળ. ख સ્વસ્તિક (માથા પરનું આકાશી બિંદુ), નિરીક્ષકનું સ્થાન અને અધ:સ્વસ્તિકને જોડતી રેખા (ZON) નિરીક્ષકની ક્ષિતિજરેખાની સપાટીને લંબરૂપે હોય છે. એ રેખા પરના કોઈ પણ બિંદુને કેન્દ્ર સમજી તે દોરાય છે. આકાશી ગોળા પર અનેક ઉન્નતાંશવૃત્તો દોરી શકાય છે, પણ તે વૃત્તોના…

વધુ વાંચો >

ઉપગ્રહો, કુદરતી

ઉપગ્રહો, કુદરતી (Satellites, Natural) : સૂર્યમંડળના ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા આકાશી પદાર્શો. બુધ અને શુક્ર સિવાયના ગ્રહોને, એક કે એકથી વધારે ઉપગ્રહ છે. મંગળને બે અને પૃથ્વીને એક (ચંદ્ર) ઉપગ્રહ છે; જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનને બે કરતાં વધુ ઉપગ્રહો છે. સૌથી છેલ્લા ગ્રહ પ્લુટોને એક ઉપગ્રહ છે. ઉપગ્રહો…

વધુ વાંચો >

ઉપગ્રહો, કૃત્રિમ

ઉપગ્રહો, કૃત્રિમ : જુઓ અંતરીક્ષ અન્વેષણો.

વધુ વાંચો >

ઉમર ખય્યામ

ઉમર ખય્યામ (જ. 18 મે 1048, નીશાપુર (ઈરાન); અ. 4 ડિસેમ્બર 1122, નીશાપુર) : અરબી ભાષાના વિશ્વવિખ્યાત કવિ તેમજ પ્રખર ફિલસૂફ, તર્કશાસ્ત્રી, ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. આખું નામ અબુ અલ-ફતહ બિન ઇબ્રાહીમ અલ ખય્યામ. કૌટુંબિક વ્યવસાયને લઈને જ ખય્યામ એટલે કે તંબૂ બનાવનાર કહેવાયા. ખગોળ અને અંકશાસ્ત્રના વિશારદ અબૂલ હસન અલ…

વધુ વાંચો >