ખગોળ
સૂર્ય-કેન્દ્રીય પ્રણાલી
સૂર્ય–કેન્દ્રીય પ્રણાલી : પૃથ્વી અને અન્ય ગ્રહો સૂર્યની ફરતે ભ્રમણ કરતા હોય એવા પ્રકારના તંત્રને વાસ્તવિકતા તરીકે સ્વીકારાતી પ્રણાલી. આ પ્રકારની પ્રણાલી અનુસારનું ગ્રહોની દેખીતી ગતિ સમજાવતું ગણિત સૌપ્રથમ કૉપરનિકસ નામના ખગોળવિજ્ઞાનીએ ઈસુની સોળમી સદીના પૂર્વાર્ધમાં વિકસાવ્યું; આ કારણે આ પ્રકારના તંત્રને ‘કૉપરનિકન તંત્ર’ (Copernican system) પણ કહેવાય છે. આ…
વધુ વાંચો >સૂર્યપ્રણાલીમાંનાં તત્ત્વો
સૂર્યપ્રણાલીમાંનાં તત્ત્વો : સૂર્યપ્રણાલી (સૌરમાલા, solar system) એટલે કે સૂર્ય અને તેની આસપાસ ઘૂમતા પિંડોનું સંઘટન, તેમાં રહેલાં વિવિધ રાસાયણિક તત્ત્વો અને તેમની વિપુલતા. તેમાં પ્લૂટો (?) સમેત નવ મોટા ગ્રહો (planets), પચાસેક જેટલા ઉપગ્રહો (satellites), ઓછામાં ઓછી ત્રણ વલય-પ્રણાલીઓ (ring systems) તેમજ ગ્રહિકાઓ (ગૌણ ગ્રહો, asteroids) અને ધૂમકેતુઓ તરીકે…
વધુ વાંચો >સૂર્ય-મંડળ (Solar System)
સૂર્ય–મંડળ (Solar System) : સૂર્યની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા ગ્રહોની પ્રણાલી. તેમાં ગ્રહો, ચંદ્ર, ખડકના ટુકડા, ધાતુઓ, બરફીલો ભંગાર અને મોટા જથ્થામાં રજનો સમાવેશ થાય છે. સૂર્ય-મંડળમાં પૃથ્વી ઉપરાંત આઠ ગ્રહો, કેટલાક ગ્રહોની આસપાસ ભ્રમણ કરતા ચંદ્ર; લઘુગ્રહો (asteroids) જેવા પિંડ, લોખંડના લોંદા અને પથ્થરોના ઉલ્કાપિંડો; થીજેલો વાયુ અને રજ…
વધુ વાંચો >સૂર્યાચન્દ્રમસૌ
સૂર્યાચન્દ્રમસૌ : સૂર્ય અને ચંદ્ર દેવતાદ્વન્દ્વ. દેવતાદ્વન્દ્વ સમાસ પ્રમાણે સૂર્ય અને ચંદ્રનો નિર્દેશ અહીં થયેલો છે. સૂર્ય અને ચંદ્ર ખગોળની દુનિયાના બે પ્રધાન ગ્રહો છે. દેવતાઓની દુનિયાના બે મુખ્ય દેવ છે. જ્યોતિર્મય પદાર્થોમાં બે મહત્ત્વના પદાર્થો કે તત્ત્વો છે. સૂર્ય સ્થાવર અને જંગમ સૃષ્ટિનો આત્મા છે તો ચંદ્ર મન છે.…
વધુ વાંચો >સૂર્યોત્કર્ષ (solar prominence)
સૂર્યોત્કર્ષ (solar prominence) : સૂર્યના તેજાવરણ (photosphere, સૂર્યનું દ્રવ્યબિંબ) ઉપર અવારનવાર સર્જાતી રાતા રંગની અગ્નિજ્વાળા જેવી રચના. અંગ્રેજીમાં આ prominence કહેવાય છે અને તેને ગુજરાતીમાં ‘સૂર્યોત્કર્ષ’ નામ અપાયું છે. આ રચનાઓ સામાન્ય સંયોગોમાં નરી આંખે, કે સૌર દૂરબીન દ્વારા પણ શ્વેત રંગના પ્રકાશ(continuum light)માં જોઈ શકાતી નથી; પરંતુ વર્ણપટની 6563…
વધુ વાંચો >સેગન કાર્લ
સેગન, કાર્લ (જ. 9 નવેમ્બર 1934, બ્રૂકલીન, ન્યૂયૉર્ક; અ. 20 ડિસેમ્બર 1996, સિયેટલ) : અમેરિકન ખગોળવિદ, શિક્ષણવિદ, લેખક અને દૂરદર્શન-શ્રેણી-નિર્માતા. તેમણે માધ્યમિક શિક્ષણ ન્યૂયૉર્કમાંથી લીધું. ત્યારબાદ ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક અને અનુસ્નાતક ઉપાધિઓ અનુક્રમે 1955 અને 1956માં મેળવી. તે પછી 1960માં ખગોળવિદ્યા અને ખગોળભૌતિકીમાં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. આ બધી ઉપાધિઓ તેમણે શિકાગો…
વધુ વાંચો >સેડના (Sedna)
સેડના (Sedna) : અત્યારસુધી શોધાયેલ સૂર્યની ગ્રહમાળાના સભ્યો પૈકી સૌથી દૂરનો પિંડ. 75 વર્ષ પહેલાં 1930માં ક્લાઇડ ટોમબાઘે સૂર્યની ગ્રહમાળાના નવમા ગ્રહ પ્લૂટોની શોધ કરી હતી. ત્યારબાદ પાસાડેના, યુ.એસ.માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીના ખગોળવિજ્ઞાનીઓએ પાલોમાર વેધશાળા, પાસાડેનાથી 14 નવેમ્બર, 2003ના રોજ એક સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતો જાણે કે ગ્રહ હોય…
વધુ વાંચો >સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઑબ્ઝર્વેટરી (1875-1918)
સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઑબ્ઝર્વેટરી (1875-1918) : વર્ણપટીય (spectroscopic) સગવડ ધરાવતી ભારતની પ્રથમ વેધશાળા. આ વેધશાળાની સ્થાપના રૅવરન્ડ ફાધર યુજીન લાફૉં (કે લાફૉન્ત) (Father Eugene Lafont : 1837-1908) નામના બેલ્જિયમના જેસ્યુઇટે કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઈ. સ. 1875માં કરી હતી. વેધશાળાના પહેલા નિયામક પણ લાફૉં હતા. લાફૉં ઈ. સ. 1865માં કોલકાતાની…
વધુ વાંચો >સેફર્ટ તારાવિશ્વ (Seyfert galaxy)
સેફર્ટ તારાવિશ્વ (Seyfert galaxy) : એ નામનાં તારાવિશ્ર્વો. આ તારાવિશ્ર્વોનો અભ્યાસ સૌપ્રથમ કરનાર કાર્લ સેફર્ટ (Carl Seyfert : 1911-1960) નામનો અમેરિકાનો ખગોળવિજ્ઞાની હતો. ઈ. સ. 1943માં તેણે પહેલી વાર આ પ્રકારનાં તારાવિશ્ર્વો તરફ ધ્યાન દોર્યું. તેના માનમાં આ તારાવિશ્ર્વોને ‘સેફર્ટ તારાવિશ્ર્વો’ કહેવામાં આવે છે. આ પ્રકારનાં તારાવિશ્ર્વોની ખાસિયત એ છે…
વધુ વાંચો >સેરો-ટોલોલો ઇન્ટર-અમેરિકન ઑબ્ઝર્વેટરી લા સેરેના ચિલી (Cerro Tololo Inter-American Observatory – CTIO)
સેરો–ટોલોલો ઇન્ટર–અમેરિકન ઑબ્ઝર્વેટરી, લા સેરેના, ચિલી (Cerro Tololo Inter-American Observatory – CTIO) : ચિલીમાં આવેલી ખગોલીય વેધશાળા. તેની સ્થાપના ઈ. સ. 1965માં કરવામાં આવી હતી. આ વેધશાળા સાન્ટિયાગો(Santiago)થી આશરે 480 કિમી. ઉત્તરે અને લા સેરેના(La Serena)ના સાગરતટથી પૂર્વ તરફ લગભગ 80 કિમી.ના અંતરે, 2,200 મીટર ઊંચા પર્વતની ટોચે આવેલી છે.…
વધુ વાંચો >