ખગોળ

મૂર, પૅટ્રિક

મૂર, પૅટ્રિક (જ. 4 માર્ચ 1923, પીનર, મીડલસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 9 ડિસેમ્બર 2012, સેલ્સી વેસ્ટસસેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના અવૈતનિક ખગોળશાસ્ત્રી, લેખક અને પ્રસારણકર્તા. શૈશવથી જ બીમાર રહેવાથી તેમને ઘરઆંગણે જ શિક્ષણ આપવામાં આવ્યું હતું. બીબીસી પર લાંબા સમયથી ચાલતી ટેલિવિઝન શ્રેણી ‘ધ સ્કાય ઍટ નાઇટ’(1957)ના તેઓ ઉત્સાહી, ઉદ્યમી અને જાણકાર…

વધુ વાંચો >

મૃગશીર્ષ નક્ષત્ર

મૃગશીર્ષ નક્ષત્ર (Orion Constellation) : 27 નક્ષત્રોમાંનું એક નક્ષત્ર, જે ગ્રીક દંતકથા પ્રમાણે શિકારી(Hunter)ના ચિત્ર વડે દર્શાવવામાં આવે છે. ઉત્તર ગોળાર્ધમાં શિયાળા દરમિયાન તે દક્ષિણ દિશામાં દેખાય છે. તેના મુખ્ય બે જાણીતા તારા છે : આર્દ્રા (Betelgeuse) અને બાણરજ (Rigel). તેનો ત્રીજો તેજસ્વી તારો છે ‘ગૅમા ઓરાયોનિસ’ અથવા ‘બેલા-ટ્રિક્સ’ (Gamma…

વધુ વાંચો >

મૃગશીર્ષ નિહારિકા

મૃગશીર્ષ નિહારિકા (Orion Nebula) : મૃગશીર્ષ નક્ષત્રમાં આવેલી વાયુ અને ધૂળની વિરાટ નિહારિકા. તે M42 અને NGC 1976 નામોથી પણ ઓળખાય છે. મૃગશીર્ષ નક્ષત્રની મધ્યમાં તલવારના સ્થાન (જુઓ આકૃતિ – મૃગશીર્ષ નક્ષત્ર) પર આવેલી આ નિહારિકા 1500 પ્રકાશવર્ષ દૂર છે અને તેનો વ્યાસ 15 પ્રકાશવર્ષ જેટલો વિશાળ છે. તેમાં સતત…

વધુ વાંચો >

મેકડૉનાલ્ડ ઑબ્ઝર્વેટરી, ટેક્સાસ

મેકડૉનાલ્ડ ઑબ્ઝર્વેટરી, ટેક્સાસ : ટેકસાસ યુનિવર્સિટી સાથે સંકળાયેલી વેધશાળા. આ વેધશાળા ટેક્સાસમાં ફૉર્ટ ડેવિસથી લગભગ 27 કિમી. અંતરે ડેવિસ માઉન્ટન્સમાં માઉન્ટ લૉક (Mount Locke) ઉપર આશરે 2,081 મીટરની ઊંચાઈએ આવેલી છે. આની સ્થાપના 1932માં થઈ હતી. તેના માટેની નાણાકીય જોગવાઈ ટેક્સાસના એક ધનિક બૅન્કર અને ખગોળશોખીન વિલિયમ જૉન્સન મેક્ડૉનાલ્ડ (William…

વધુ વાંચો >

મૅકનો સિદ્ધાંત

મૅકનો સિદ્ધાંત : બ્રહ્માંડમાં કોઈ પણ સ્થાને પદાર્થના જડત્વની માત્રા સમસ્ત બ્રહ્માંડમાં દળની વહેંચણી દ્વારા નક્કી કરતો સિદ્ધાંત. ભૌતિકશાસ્ત્રનો એક યક્ષપ્રશ્ન એ છે કે, નિરપેક્ષ અવકાશ(absolute space)ના સંદર્ભે કોઈ પદાર્થની ગતિનો ખ્યાલ સાર્થ છે કે અર્થહીન ? વિખ્યાત વૈજ્ઞાનિક ન્યૂટન અનુસાર પદાર્થની નિરપેક્ષ ગતિ એક સાર્થ ખ્યાલ ગણાય અને આ…

વધુ વાંચો >

મેગેલેનિક વાદળ

મેગેલેનિક વાદળ : દક્ષિણ ગોળાર્ધના વિસ્તારોમાં, રાત્રિના આકાશમાં ઝાંખા, પ્રકાશિત વાદળ જેવા અવકાશી પદાર્થો. પંદરમી સદીમાં જ્યારે Magellan અને તેના સાથીદારોએ પૃથ્વી ફરતી સફર ખેડી, ત્યારે તેમણે આ વાદળો નોંધ્યાં હતાં. કંઈક અંશે આકાશગંગાના છૂટા પડેલા ટુકડાઓ જેવાં જણાતાં આ વાદળોને મેગેલેનિક (Magellanic) વાદળો એટલે કે મેગેલનનાં વાદળો એવું નામ…

વધુ વાંચો >

મેફી I અને II તારાવિશ્વો

મેફી I અને II તારાવિશ્વો : સૂર્ય જેમાં આવેલો છે, તે આકાશગંગા-તારાઓનો એક વિશાળ સમૂહ. તેને તારાવિશ્વ પણ કહી શકાય. આવા પ્રત્યેક તારાવિશ્વમાં અબજોની સંખ્યામાં તારાઓ આવેલ હોય છે; અને અબજોની સંખ્યામાં આવાં તારાવિશ્વો બ્રહ્માંડમાં એકમેકથી લાખો પ્રકાશવર્ષને અંતરે પથરાયેલાં છે. (જુઓ ‘બાહ્ય તારાવિશ્વો’). આ તારાવિશ્વો અવ્યવસ્થિત રીતે વીખરાયેલાં નથી,…

વધુ વાંચો >

મેષરાશિ

મેષરાશિ : ઘેટા જેવો આકાર ધરાવતી પ્રથમ રાશિ. સંસ્કૃતમાં ‘રાશિ’ શબ્દ સમૂહનો દ્યોતક છે. સૂર્યનો ભ્રમણમાર્ગ એટલે ખગોળની ભાષામાં ક્રાન્તિવૃત્ત. તેના જે બાર ભાગ તેમાં અનુક્રમે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીનનો સમાવેશ થાય છે. રાશિઓનો વિચાર ઈ. સ. 400 પછી જાણીતો થયો.…

વધુ વાંચો >

મેસિયે, ચાર્લ્સ

મેસિયે, ચાર્લ્સ (જ. 26 જૂન 1730, બૉડનવિલે, ફ્રાન્સ; અ. 11 એપ્રિલ 1817) : ફ્રાન્સના ખગોળશાસ્ત્રી. તેમણે અતિપ્રસિદ્ધ મેસિયે કૅટલૉગનું સંકલન-સંપાદન કર્યું હતું. આકાશી પદાર્થોની આ બહુ જાણીતી બનેલી યાદી હજુ પણ વપરાય છે. હેલીના ધૂમકેતુની 1759ની વળતી પરિક્રમા દરમિયાન ફ્રાન્સમાં તેનું અવલોકન કરનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. પછીનાં વર્ષો દરમિયાન…

વધુ વાંચો >

મેસિયે સારણી

મેસિયે સારણી : બિંદુવત્ પ્રકાશતા તારાઓ ઉપરાંત, રાત્રિના અંધારા આકાશમાં નાના, ઝાંખા, પ્રકાશિત વાદળ પ્રકારના જણાતા અવકાશી પદાર્થોની સૂચિ. તેમને સામાન્ય રીતે નિહારિકા (nebula) તરીકે ઓળખવામાં આવે છે. અઢારમી સદીના એક ખગોળવિજ્ઞાની, ચાર્લ્સ મેસિયે(Charles Messier) (1730–1817)ને નવા ધૂમકેતુઓ શોધવામાં ઘણો રસ હતો, પરંતુ તેણે જોયું કે આ ધૂમકેતુઓ આપણાથી ઘણા…

વધુ વાંચો >