ખગોળ

બાહ્ય તારાવિશ્વો

બાહ્ય તારાવિશ્વો પૃથ્વીથી અતિ દૂર આવેલ આકાશગંગા (milky way) જેવાં અન્ય તારાવિશ્વો. ઉનાળાની મધ્યરાત્રિએ અંધારા આકાશનું અવલોકન કરતાં દક્ષિણે આવેલ વૃશ્ચિકના તારાઓથી ઉત્તર તરફના શ્રવણ અને અભિજિત તારાઓની વચ્ચેના વિસ્તારમાં ફેલાયેલો શ્વેતરંગનો વાદળ જેવો જણાતો પટ્ટો. તે ‘આકાશગંગા’ નામે ઓળખાય છે. શિયાળાની રાત્રે આ જ આકાશગંગાના પટ્ટાનો બીજો ભાગ દક્ષિણે…

વધુ વાંચો >

બિનરાકાન ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા

બિનરાકાન ઍસ્ટ્રોનૉમિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા : ભૂતપૂર્વ સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંઘ(USSR)ની વિજ્ઞાન અકાદમી દ્વારા સંચાલિત રશિયાની પ્રમુખ વેધશાળા. આ વેધશાળા આર્મેનિયન રિપબ્લિકની રાજધાની યેરવાનથી વાયવ્યે 27 કિમી. દૂર, માઉન્ટ આરાગટ્ઝના દક્ષિણવર્તી ઢોળાવ ઉપર સમુદ્રની સપાટીથી 1,500 મીટર ઊંચાઈએ 40°20´ ઉત્તર અક્ષાંશ અને 44° 17.5´ પૂર્વ રેખાંશ ઉપર આવેલી છે. આ વેધશાળાની…

વધુ વાંચો >

બુધ

બુધ (Mercury) : સૂર્યથી નજીકમાં નજીક આવેલો સૌરમંડળનો ગ્રહ. તેનો વ્યાસ 4,876 કિમી. અને સૂર્યથી તેનું અંતર 5.79 x 107 (= 5.79 કરોડ) કિમી. છે. બુધ કદમાં નાનો છે અને ઝળહળતા સૂર્યની ખૂબ નજીક છે. તેથી આ ગ્રહને પૃથ્વી ઉપરથી જોવા માટે દૂરબીન અનિવાર્ય છે. વર્ષ દરમિયાન કેટલીક વખત બુધ…

વધુ વાંચો >

બુધ (મૂર્તિવિધાન)

બુધ (મૂર્તિવિધાન) : હિંદુ ખગોળશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રમાંના નવ ગ્રહ તરીકે જાણીતા ગ્રહો પૈકીનો એક. ગ્રહો કેટલાંક મંદિરોમાં પૂજાતા હોવાથી ત્યાં એમની મૂર્તિઓ જોવામાં આવે છે. બુધને સામાન્યપણે ચંદ્રનો પુત્ર ગણવામાં આવે છે. તેની મૂર્તિ સિંહાસન પર બેઠેલી હોય છે. તેને પીળાં પુષ્પોનો હાર, સોનાના અલંકારો પહેરાવાય છે. બુધના શરીનો વર્ણ…

વધુ વાંચો >

બેક્લિન-ન્યૂજબૌર સ્રોત

બેક્લિન-ન્યૂજબૌર સ્રોત (Becklin-Neugebauer Object) : મૃગ-તારામંડળમાં આવેલો અતિશય તીવ્ર, અનિશ્ચિત અવરક્ત  (infrared) વિકિરણ સ્રોત. અવરક્ત-ખગોળશાસ્ત્ર(infrared astronomy)ના વિકાસમાં, 1932માં જર્મનીમાં જન્મેલા અને અમેરિકા જઈને વસેલા જિરાલ્ડ (ગેરી) ન્યૂજબૌર(Gerald / Gerry Neugebauer)નો ફાળો મહત્વપૂર્ણ છે. 1960ના અરસાથી આરંભાયેલા એક પ્રૉજેક્ટમાં ન્યૂજબૌર અને એમના કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીના સાથીદારો આકાશમાં આવેલા અવરક્ત સ્રોતનો…

વધુ વાંચો >

બેડે, વિલ્હેલ્મ હેન્રિક વૉલ્ટેર

બેડે, વિલ્હેલ્મ હેન્રિક વૉલ્ટેર (જ. 1893; અ. 1960) : જર્મનીમાં જન્મેલ અને અમેરિકાનું નાગરિકત્વ સ્વીકારનાર ખગોળવિદ. તારકોનાં અસંખ્ય અવલોકનો અને અભ્યાસ કરીને તેમનું જુદા જુદા પ્રકારની સમષ્ટિ(population)માં વર્ગીકરણ કર્યું. બેડેના આ અભ્યાસયુક્ત કાર્યથી વિશ્વના વિસ્તાર અને વયનો અંદાજ કાઢી શકાયો. બેડેએ જર્મનીના ગૉટિંગન(Gottingen)માં શિક્ષણ લીધું. ત્યારબાદ હેમ્બર્ગ યુનિવર્સિટીમાં 11 વર્ષ…

વધુ વાંચો >

બેનેકર, બેન્જામિન

બેનેકર, બેન્જામિન (જ. 9 નવેમ્બર 1731, બાલ્ટિમોર કાઉન્ટી, મેરીલૅન્ડ, યુ.એસ.; અ. 25 ઑક્ટોબર 1806, બાલ્ટિમોર) : સ્વપ્રયત્ને તૈયાર થયેલો અમેરિકાના હબસી (અશ્વેત) ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, પંચાંગોના રચયિતા, સંપાદક, શોધક અને લેખક. જેના વંશજો મૂળે આફ્રિકાના હોવાના પ્રમાણરૂપ કાળી ત્વચા ધરાવતા અમેરિકાના આ પ્રથમ વિજ્ઞાની ગુલામીની પ્રથાનો સતત વિરોધ કરતા રહ્યા હતા.…

વધુ વાંચો >

બેસલ, ફ્રેડરિક વિલ્હેલ્મ

બેસલ, ફ્રેડરિક વિલ્હેલ્મ (જ. 1784; અ. 1846) : ર્દષ્ટિસ્થાનભેદ(parallex)ની રીતથી દૂરના તારાના અંતરનું માપન કરનાર જર્મન ખગોળવિદ. બેસલે સાયરસના સાથીદારનું સૂચન કર્યું અને બેસલ વિધેયો દાખલ કર્યાં. તેમણે હિસાબનીસ તરીકેનું પ્રશિક્ષણ યુવા વયે લીધું તે દરમિયાન નૌસંચાલન (navigation) અને ખગોળનો અભ્યાસ કર્યો. 26 વર્ષની નાની વયે આવી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ…

વધુ વાંચો >

બૉક ગોલિકા

બૉક ગોલિકા (Bok globule) : આદિ તારક(protostar)નાં પૂર્વગામી હોવાનું મનાતાં, આકાશગંગામાં કે પછી અંતરીક્ષમાં આવેલાં, ધૂળ અને વાયુનાં ઘટ્ટ આંતરતારકીય ગોળાકાર કાળાં વાદળ. આ વાદળ એના શોધક બાર્ટ જે. બૉક(1906–1983)ના નામે ઓળખાય છે. મૂળે ડચ, પણ પાછળથી અમેરિકા જઈ વસેલા આ ખગોળ-ભૌતિકશાસ્ત્રીએ 1947માં આની શોધ કરી હતી. બૉક આપણી આકાશગંગાના…

વધુ વાંચો >

બોડે, જોહાન એલર્ટ

બોડે, જોહાન એલર્ટ (જ. 19 જાન્યુઆરી 1747, હૅમ્બર્ગ, જર્મની; અ. 23 નવેમ્બર 1826, બર્લિન) : ખગોળશાસ્ત્રને લોકભોગ્ય કરનાર જર્મન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. ખગોળશાસ્ત્રનું જ્ઞાન એમણે સ્વયં મેળવ્યું હતું. તેવી જ રીતે સ્વપ્રયત્ને ગણિતમાં પણ પારંગત બન્યા હતા. 1766માં ઓગણીસ વર્ષની વયે એમણે ખગોળવિષયક પ્રબંધો અને ખગોળનાં પાઠ્યપુસ્તકો લખવા માંડેલાં. એમનાં…

વધુ વાંચો >