ખગોળ
ગ્રહકણિકા (planetoid)
ગ્રહકણિકા (planetoid) : જેમનું સૂર્યપ્રદક્ષિણા-ક્ષેત્ર મુખ્યત્વે કરીને મંગળ અને ગુરુ(ગ્રહો)ની ભ્રમણકક્ષા વચ્ચે આવેલું છે તેવા આપણા સૂર્યમંડળના નાના સભ્યો. તેમને લઘુગ્રહ (minor planets, asteroids) પણ કહે છે. તે પૈકીના લગભગ 90 ટકા જેટલાનું સૂર્યથી સરેરાશ અંતર 2.2 અને 3.3 AUની વચ્ચે છે. 1 કિમી. કરતાં મોટો વ્યાસ ધરાવતા લઘુગ્રહોની કુલ…
વધુ વાંચો >ગ્રહણ
ગ્રહણ : ખગોલીય પિંડના તેજનું અન્ય ખગોલીય પિંડ દ્વારા આંશિક કે પૂર્ણતયા કપાઈ જવું. સૂર્ય જેવા જ્યોતિની સામે સ્વતેજવિહીન અપારદર્શક ગ્રહ કે ઉપગ્રહ આવે તો તેના પડછાયામાંથી જોનારને જ્યોતિબિંબનું તેજ ઓછું થતું અથવા ઢંકાઈ જતું દેખાય છે. સૂર્ય-પૃથ્વી રેખામાં ચંદ્ર આવે ત્યારે આપણી ર્દષ્ટિરેખામાં આવી પહોંચેલા ચંદ્રબિંબને કારણે, સૂર્યગ્રહણ થાય…
વધુ વાંચો >ગ્રહણકારી તારાઓ
ગ્રહણકારી તારાઓ (eclipsing binaries) : યુગ્મતારાઓ(binary stars)નો એક પ્રકાર. અવકાશમાં આવેલા કરોડો તારા પૈકીના ઘણાબધા સૂર્ય જેવા એકલ (single) તારાઓ છે, જ્યારે ઘણાબધા બે કે તેથી વધુના જૂથમાં એકબીજાના ગુરુત્વાકર્ષણના પ્રભાવ નીચે ઘૂમતા હોય છે. આવા તારાઓમાં બે તારાઓના જોડકાવાળા યુગલ કે યુગ્મતારા અગત્યના છે. આ પ્રકારના બન્ને તારાઓ તેમના…
વધુ વાંચો >ગ્રહણચક્ર
ગ્રહણચક્ર (saros) : પૃથ્વી ઉપરના કોઈ નિશ્ચિત સ્થળેથી જોવા મળતી સૂર્યચંદ્રગ્રહણશ્રેણીઓનો આવર્તનકાળ. કઈ અમાસે આપણને સૂર્યગ્રહણ અને કઈ પૂનમે ચંદ્રગ્રહણ દેખાશે તેનો સમગ્ર આધાર, તે યુતિ સમયે ચંદ્રની પાતરેખા (line of nodes) તેમજ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની રેખા એકાકાર (coincide) થાય છે કે કેમ તેની ઉપર છે. સૂર્યચંદ્રની યુતિ એટલે અમાસ કે પૂનમ…
વધુ વાંચો >ગ્રહલાઘવી પંચાંગ
ગ્રહલાઘવી પંચાંગ : જુઓ પંચાંગ.
વધુ વાંચો >ગ્રહશાસ્ત્ર (planetology)
ગ્રહશાસ્ત્ર (planetology) : ગ્રહનિર્માણ, તેની આંતરિક રચના, બંધારણ તથા ગ્રહપૃષ્ઠ અંગેનું શાસ્ત્ર. ગ્રહની ઉત્પત્તિ વિકાસના વિવિધ તબક્કા તેમજ ગ્રહસપાટી અને ગ્રહીય વાતાવરણની પરસ્પર અસરનો પણ તેમાં સમાવેશ થતો હોય છે. સૂર્યમંડળના પ્રત્યેક ગ્રહનો ખૂબ પાસેથી અભ્યાસ કરવા માટે માનવનિર્મિત ઉપગ્રહ દ્વારા ગ્રહની નજીક મોકલેલાં સૂક્ષ્મગ્રાહી સાધનોનો ફાળો પણ મહત્વનો છે.…
વધુ વાંચો >ગ્રહસ્થાન કોષ્ટક (ephemeris)
ગ્રહસ્થાન કોષ્ટક (ephemeris) : સૂર્ય, ગ્રહ, ચંદ્ર, ધૂમકેતુ અને કેટલાક પસંદ કરેલા લઘુગ્રહોની ભ્રમણકક્ષા નિર્ધારિત કરીને, તેની ઉપરથી કાલાનુક્રમ અનુસાર આવતાં ગાણિતિક સ્થાનો દર્શાવતું કોષ્ટક. તેની પ્રસિદ્ધિ લગભગ એક કે બે વર્ષ અગાઉથી કરવામાં આવે છે. ખગોલીય પંચાંગ(almanacs)માં આવી સૂચિ, સામાન્યપણે દિવસવાર આપવાનો રિવાજ છે. તેમાં મુખ્યત્વે કરીને ખગોલીય પિંડના…
વધુ વાંચો >ગ્રહોનાં વાતાવરણ (planetary atmospheres)
ગ્રહોનાં વાતાવરણ (planetary atmospheres) : પ્રત્યેક ગ્રહને પોતાનું વિશિષ્ટ ગણાય તેવું વાતાવરણ. વાતાવરણની ઉત્પત્તિ એક જ સમયે થઈ અને આદિ વાતાવરણમાં મૂળ ઘટકો એકસરખા હોવા છતાં અત્યારે તેમાં દેખાતું વૈવિધ્ય નોંધપાત્ર છે. ગ્રહોની સપાટી ઠરતાં રચાયેલા ભૂપૃષ્ઠના નીચેના સ્તરોમાં રેડિયોઍક્ટિવિટીને લીધે તાપમાન વધતાં વેગવંત થયેલી રાસાયણિક પ્રક્રિયા અને વિઘટનને પરિણામે…
વધુ વાંચો >ગ્રિગૉરિયન કૅલેન્ડર
ગ્રિગૉરિયન કૅલેન્ડર : દુનિયાના લગભગ બધા દેશોએ વ્યવહારમાં અપનાવેલું પોપ ગ્રેગરી તેરમાએ પ્રચલિત કરેલું તિથિપત્ર. તિથિપત્ર એટલે ‘કૅલેન્ડર’. તે રોમન શબ્દ ‘કૅલેન્ડઝ’ પરથી બનેલો છે. તેનો અર્થ માસનો પ્રથમ દિવસ થાય છે. શરૂઆતમાં પ્રાચીન રોમમાં 10 માસનું અને 365 દિવસનું કૅલેન્ડર અમલમાં હતું. તે પછી જુલિયસ સીઝરની સૂચનાથી ખગોળશાસ્ત્રી સૉસિજિનસ…
વધુ વાંચો >ગ્રિનિચ ઑબ્ઝર્વેટરી
ગ્રિનિચ ઑબ્ઝર્વેટરી (Royal Greenwich Observatory–RGO) : સરકારી મદદથી ચાલતી યુનાઇટેડ કિંગ્ડમની મુખ્ય ખગોળ- સંસ્થા. 1990થી એનું વહીવટી મથક સંપૂર્ણપણે કેમ્બ્રિજ ખાતે ખસેડવામાં આવ્યું છે. આ ખગોળસંસ્થાનું મુખ્ય નિરીક્ષણમથક બ્રિટનની બહાર, ત્યાંથી દક્ષિણે આવેલા કૅનેરી ટાપુઓમાંના લા પાલ્મા ખાતે આવેલી રોક દ લો મુશાશો નામની વેધશાળામાં આવેલું છે. દુનિયાની જે કેટલીક…
વધુ વાંચો >