ખગોળ
ક્લાર્ક, આલ્વા ગ્રેહામ
ક્લાર્ક, આલ્વા ગ્રેહામ (જ. 10 જુલાઈ 1832, ફૉલ રિવર મૅસેચ્યૂસેટ્સ, યુ.એસ.; અ. 9 જુલાઈ 1897, કેમ્બ્રિજ, મૅસેચ્યૂસેટ્સ, યુ.એસ.) : દૂરદર્શક(telescope)ના નિર્માતા ને ખગોળશાસ્ત્રી. અભ્યાસની સમાપ્તિ પછી તેમણે પોતાના પિતા આલ્વા ક્લાર્ક અને ભાઈ જ્યૉર્જ બેસેટ ક્લાર્ક સાથે જોડાઈ ર્દક્કાચ(lens)નું ઉત્પાદન શરૂ કર્યું. ઓગણીસમી સદીમાં વક્રીભવન દૂરદર્શક(refracting telescope)ના સુવર્ણકાળ દરમિયાન આ…
વધુ વાંચો >ક્વાવ્હાર (Quaoar)
ક્વાવ્હાર (Quaoar) : નેપ્ચૂન અને પ્લૂટોની કક્ષાની પાર પ્લૂટોની શોધ પછી શોધાયેલ ગ્રહમાળાનો સૌથી મોટો પિંડ. અમેરિકામાં પાસાડેનામાં આવેલ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીના ખગોળવિદો માઇકેલ બ્રાઉન અને શેડવિક ટ્રુજિલ્લો(Chadwick Trujillo)એ ઑક્ટોબર, 2002માં નિવેદન કર્યું કે 1,287 કિલોમીટર વ્યાસ ધરાવતો અને પ્લૂટોથી અંદાજે 1.6 અબજ કિલોમીટર દૂર લઘુગ્રહ જેવો આકાશીય પિંડ…
વધુ વાંચો >ક્વો શઓજિંગ
ક્વો શઓજિંગ (Guo Shoujing) (જ. 1231, ઝીંગતાઈ, હુબઇ પ્રોવિન્સ; અ. 1316) : તેરમી સદીના ચીનના પ્રખર ખગોળશાસ્ત્રી, ગણિતજ્ઞ અને દ્રવ ઇજનેર. આ ખગોળશાસ્ત્રીએ અક્ષાંશોના ચોક્કસ માપન માટે દસ દસ ડિગ્રી અક્ષાંતરો પર સમગ્ર ચીનમાં કુલ 27 જેટલી વેધશાળાઓ સ્થાપી હોવાનું મનાય છે. ક્વો શઓજિંગને ગણિતશાસ્ત્ર તથા જળવ્યવસ્થા-ઇજનેરીનું જ્ઞાન કદાચ એમના…
વધુ વાંચો >ક્વૉસાર
ક્વૉસાર : રેડિયો-નિહારિકાઓની જેમ વિપુલ માત્રામાં રેડિયો-તરંગોનું ઉત્સર્જન કરતો હોવા છતાં, પ્રકાશીય દૂરબીનમાં નિહારિકા જેવો વિસ્તૃત દેખાવાને બદલે, તારા જેવો બિંદુરૂપ જણાતો અવકાશી પદાર્થ. તેની શોધ 1960માં ઍલન સાન્ડેઝ તથા થૉમસ મૅથ્યૂઝ નામના ખગોળવિજ્ઞાનીઓએ કરી હતી. આવા પ્રકાશી પદાર્થ વિશેના સંશોધન દરમિયાન તેમણે એમ તારવ્યું કે 3C48 નામનો રેડિયો-પદાર્થ 16…
વધુ વાંચો >ક્ષેત્રકલન (quadrature) (ખગોળ)
ક્ષેત્રકલન (quadrature) (ખગોળ) : ગ્રહો, ઉપગ્રહ (ચંદ્ર) વગેરે ખગોલીય પદાર્થોની વિશિષ્ટ અભિમુખતા (aspect), જેમાં પૃથ્વી ઉપરથી જોતાં ખગોલીય પદાર્થની દિશા અને સૂર્ય-પૃથ્વી દિશા કાટખૂણો રચે તે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં ચાંદ્રમાસના અર્ધા ભાગ, 15 તિથિ જેટલા સમયગાળાને પક્ષ કે પખવાડિયું કહે છે અને ચતુર્થાંશ ભાગ(7.5 તિથિ = 7 તિથિ + 1 કરણ)ને…
વધુ વાંચો >ખગાશ્વ
ખગાશ્વ (Pegasus) : આકાશના ઉત્તર ગોળાર્ધમાં દેવયાની અને હંસ તારામંડળોની નજદીક આવેલું એક મોટું તારામંડળ. આ તારામંડળના ત્રણ અને દેવયાની તારામંડળના એક તારા વડે બનતા મોટા ચોરસ દ્વારા આ તારામંડળ સહેલાઈથી ઓળખાઈ આવે છે. આ ચોરસને અંગ્રેજીમાં પેગાસસનો મોટો ચોરસ (great square of Pegasus) કહે છે, ભારતમાં તેને ભાદ્રપદાનો ચોરસ…
વધુ વાંચો >ખગોલમિતિ
ખગોલમિતિ (astrometry) : ખગોલીય સંશોધનના મુખ્ય વિભાગ પૈકીનો એક વિભાગ. તેમાં ખગોલીય જ્યોતિનાં ચોક્કસ સ્થાન, તેમનાં અંતર તથા તેમની વાસ્તવિક (real) તેમજ દેખીતી ગતિના નિર્ધારણનો સમાવેશ કરવામાં આવે છે. ઐતિહાસિક સમયથી તેણે અગત્યનું પ્રદાન કરેલું છે. તેને સ્થિત્યાત્મક (positional) ખગોળશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલાંના સમયમાં તેનો ઉલ્લેખ ગોલીય…
વધુ વાંચો >ખગોલીય અંતર
ખગોલીય અંતર : પ્રકાશવર્ષના ધોરણે વ્યક્ત કરાતું અંતર. તે માપવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તે પૈકીની ત્રિકોણમિતિની રીતની વપરાશ ખગોળશાસ્ત્રીઓ પ્રાચીન કાળથી કરતા આવ્યા છે. ત્રિકોણમિતિ પદ્ધતિમાં સર્વેક્ષણની રીતનો ઉપયોગ થાય છે; પાયાનો તથા ખગોલીય પદાર્થ દ્વારા પાયાના છેડે રચાતા ખૂણાના મૂલ્યનો ઉપયોગ કરીને, ત્રિકોણમિતિ વડે પદાર્થનું…
વધુ વાંચો >ખગોલીય ગોલક
ખગોલીય ગોલક (celestial sphere) : પૃથ્વીપટ પરથી જોતાં દેખાતો આકાશી ગોલક. તેની ઉપર ખગોલીય પિંડ પ્રક્ષેપિત થયેલા છે. તેમાં અવલોકનકારનું સ્થાન કેન્દ્રમાં છે અને પૃથ્વીનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ તરફ થતું હોવાથી ખગોલીય ગોલક પૂર્વથી પશ્ચિમ તરફનું ધરીભ્રમણ કરતો હોય તેમ જણાય છે. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવને જોડતા અક્ષને બંને…
વધુ વાંચો >ખગોલીય નકશા
ખગોલીય નકશા : ખગોલીય પદાર્થો અંગેની માહિતી રેખાંકન કે ફોટા રૂપે દર્શાવતા નકશા. ખગોલીય નકશા બે પ્રકારના હોય છે. પહેલા પ્રકારમાં વિવરણ, સારણી અને આલેખ આપવામાં આવે છે જ્યારે બીજા પ્રકારમાં ફોટોગ્રાફિક સર્વેક્ષણનાં પરિણામ રજૂ કરવામાં આવે છે. આર્થર પી. નૉર્ટનનો ‘નૉર્ટન્સ સ્ટાર ઍટલસ ઍન્ડ રેફરન્સ હૅન્ડબુક’ (1973) અને એલન…
વધુ વાંચો >