કેયૂર કોટક
પ્રોજેક્ટ ટાઇગર
પ્રોજેક્ટ ટાઇગર : ભારતમાં વાઘનું સંરક્ષણ કરવા માટેનો પ્રોજેક્ટ. આઝાદી વખતે દેશમાં 40000 વાઘ હતા પરંતુ તેમના વ્યાપક શિકારને કારણે 1970 સુધીમાં આ સંખ્યા ઘટીને 2000થી નીચે થઈ ગઈ. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચરે વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કર્યો. બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી હાથ ધરતાં…
વધુ વાંચો >બાલકૃષ્ણ, નંદમુરી
બાલકૃષ્ણ, નંદમુરી (જ. 10 જૂન 1960, ચેન્નાઈ) : ‘પદ્મભૂષણ’ પારિતોષિક-વિજેતા, અભિનેતા, ફિલ્મનિર્માતા, આંધ્રપ્રદેશની વિધાનસભામાં ધારાસભ્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કરનાર સમાજસેવક. તેમના પિતા આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ અભિનેતા એન. ટી. રામારાવ. માતા બસાવતારકમ ગૃહિણી. દંપતીને આઠ પુત્ર અને ચાર પુત્રીઓ. તેમાં નંદમુરી બાલકૃષ્ણ પાંચમા પુત્ર. ચાહકોમાં બાલૈયા કે NBK તરીકે…
વધુ વાંચો >બિરલા, કુમારમંગલમ
બિરલા, કુમારમંગલમ (જ. 14 જૂન 1967, કોલકાતા-) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ. પિતાનું નામ આદિત્ય વિક્રમ. માતાનું નામ રાજશ્રી. શરૂઆતનું શિક્ષણ મુંબઈ ખાતે. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમની પદવી મેળવી અને પછી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા(ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી મેળવી. ત્યારબાદ વર્ષ 1992માં લંડન બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનું શિક્ષણ પૂર્ણ કર્યું. પત્ની નીરજા…
વધુ વાંચો >બુટા સિંઘ
બુટા સિંઘ (જ. 21 માર્ચ, 1934, મુસ્તફાપુર, જલંધર, પંજાબ; અ. 2 જાન્યુઆરી, 2021, નવી દિલ્હી) : ‘દલિતોના મસીહા’ તરીકે પ્રસિદ્ધ. બુટા સિંઘે પાંચ દાયકાથી વધારે લાંબી રાજકીય કારકિર્દીમાં ભારત સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી, કૃષિમંત્રી, રેલવેમંત્રી અને રમતગમતમંત્રી તરીકે કામગીરી કરી હતી. આઠ વાર સાંસદ બન્યાં પછી 2006માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા…
વધુ વાંચો >બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ
બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ (જ. 6 ડિસેમ્બર 1993, અમદાવાદ) : ભારતીય ક્રિકેટ ટીમનો આધારસ્તંભ સમાન અને સૌથી ઓછી ટેસ્ટ મેચ રમીને 200 વિકેટ લેનાર ભારતનો પ્રથમ ઝડપી બોલર. ભારતીય ક્રિકેટ ટીમમાં ‘જસ્સીભાઈ’ તરીકે પ્રસિદ્ધ બુમરાહનો જન્મ અમદાવાદમાં શીખ પરિવારમાં થયો. પિતા જસબીર સિંહ રસાયણનો વ્યવસાય કરતાં હતાં. સાત વર્ષની બાલ્યાવસ્થામાં જસપ્રીતે…
વધુ વાંચો >ભટ્ટ, કાંતિ
ભટ્ટ, કાંતિ (જ. 15 જુલાઈ, 1931, સાયરા, ભાવનગર; અ. 4 ઑગસ્ટ, 2019, મુંબઈ) : ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ નિર્ભીક પત્રકાર, સંપાદક અને કટારલેખક તથા 75થી વધારે નિબંધ-પુસ્તકોના લેખક. ઉછેર મૂળ વતન ઝાંઝમેરમાં થયો. પિતા હરગોવિંદ ભટ્ટ, માતા પ્રેમકુંવર બા. દંપતીને પાંચ પુત્રો અને ત્રણ પુત્રીઓ. તેમાં સૌથી મોટા કાંતિ ભટ્ટ. પિતા…
વધુ વાંચો >મઝૂમદાર-શૉ, કિરણ
મઝૂમદાર-શૉ, કિરણ (જ. 23 માર્ચ, 1953, બૅંગાલુરુ) : પ્રથમ પેઢીનાં ભારતીય મહિલાઉદ્યોગસાહસિક, ભારતમાં ટોચના ધનિકોમાં 91મું સ્થાન ધરાવતા, બાયૉકોન લિમિટેડ અને બાયૉકોન બાયૉલૉજિક્સ લિમિટેડનાં સ્થાપક. દેશવિદેશમાં ‘બાયૉટેક મૅગ્નેટ’ તરીકે પ્રસિદ્ધ કિરણ મઝૂમદાર-શૉએ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રની પ્રગતિમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. દેશની કોઈ પણ આઇઆઇએમ સંસ્થાના બોર્ડનાં ચૅરપર્સન બનેલ પ્રથમ મહિલા.…
વધુ વાંચો >મસ્ક, ઇલોન
મસ્ક, ઇલોન (જ. 28 જૂન, 1971, પ્રીટોરિયા, દક્ષિણ આફ્રિકા) : આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ. ટેસ્લા, સ્પેસX, X (અગાઉ ટ્વિટર) અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી(DOGE)માં નેતૃત્વ માટે પ્રસિદ્ધ ઉદ્યોગસાહસિક ઇલોન રીવે મસ્ક. વર્ષ 2021થી દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ અને મે, 2025માં ફૉર્બ્સના અંદાજ મુજબ નેટવર્થ 424.7 અબજ ડૉલરની છે. 2024માં અમેરિકન રાષ્ટ્રપ્રમુખની…
વધુ વાંચો >મહાજન, પ્રમોદ
મહાજન, પ્રમોદ (જ. 30 ઓક્ટોબર, 1949 ; અ. 3 મે, 2006, મહબૂબનગર, તેલંગાણા, દેશસ્ત બ્રાહ્મણ પરિવાર) : પ્રમોદ વેંકટેશ મહાજન, ભાજપની બીજી પેઢીના નેતાઓ પૈકીના એક હતા, ટૅકનૉક્રૅટિક નેતાઓ પૈકીના એક અને 21મી સદીમાં ભાજપના સંકટમોચક તરીકે પ્રસિદ્ધ રાજકારણી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની ગઠબંધન સરકારમાં તમામ સાથીદારો પક્ષો સાથે સુમેળયુક્ત…
વધુ વાંચો >મંધાના, સ્મૃતિ
મંધાના, સ્મૃતિ (જ. 18 જુલાઈ, 1996, મુંબઈ, મહારાષ્ટ્ર) : અર્જુન ઍવૉર્ડ વિજેતા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ‘રન-મશીન’, વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો વિક્રમ રચનાર ડાબોડી ભારતીય મહિલા- ક્રિકેટર. જે રીતે ભારતમાં મહિલા ટેનિસમાં સાનિયા મિર્ઝા, મહિલા બૅડમિન્ટનમાં સાનિયા નેહવાલ પર્યાય બની ગઈ છે એ જ રીતે સ્મૃતિ મંધાના…
વધુ વાંચો >