કેયૂર કોટક

પટનાયક, બીજુ

પટનાયક, બીજુ (જ. 5 માર્ચ, 1916; અ. 17 એપ્રિલ, 1997) :  સ્વતંત્રતાસેનાની, પાયલોટ, ઉદ્યોગપતિ, રાજકારણી. બીજુ પટનાયક રાષ્ટ્રીય એકતા, લોકશાહી, પંથનિરપેક્ષતા અને સામ્રાજ્યવાદના અંત એમ ચાર સિદ્ધાંતોના હિમાયતી હતા. 1961થી 63 અને 1990થી 95 એમ બે વાર ઓડિશાના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીનારાયણ પટનાયક અને માતા આશાલતા દેવી. પાથમિક શિક્ષણ કટકમાં મિશન…

વધુ વાંચો >

પ્રોજેક્ટ ટાઇગર

પ્રોજેક્ટ ટાઇગર : ભારતમાં વાઘનું સંરક્ષણ કરવા માટેનો પ્રોજેક્ટ. આઝાદી વખતે દેશમાં 40000 વાઘ હતા પરંતુ તેમના વ્યાપક શિકારને કારણે 1970 સુધીમાં આ સંખ્યા ઘટીને 2000થી નીચે થઈ ગઈ.ઇન્ટરનેશનલ યુનિયન ફોરકન્ઝર્વેશન ઑફ નેચરે વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કર્યો. બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી હાથ ધરતાં જાણવા મળ્યું…

વધુ વાંચો >

બિરલા, કુમારમંગલમ

બિરલા, કુમારમંગલમ (જ. 14 જૂન 1967, કોલકાતા-) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ. પિતાનું નામ આદિત્ય વિક્રમ. માતાનું નામ રાજશ્રી. શરૂઆતનું શિક્ષણ મુંબઈ ખાતે. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમની પદવી મેળવી અને પછી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા(ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી મેળવી. ત્યારબાદ વર્ષ 1992માં લંડન બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનું શિક્ષણ પૂર્ણ કર્યું. પત્ની નીરજા…

વધુ વાંચો >

બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ

બૂમરાહ જસપ્રીત જસબીરસિંહ (જ. 6 ડિસેમ્બર 1993, અમદાવાદ) : ભારતીય ક્રિકેટ ટીમનો આધારસ્તંભ સમાન અને સૌથી ઓછી ટેસ્ટ મેચ રમીને 200 વિકેટ લેનાર ભારતનો પ્રથમ ઝડપી બોલર. ભારતીય ક્રિકેટ ટીમમાં ‘જસ્સીભાઈ’ તરીકે પ્રસિદ્ધ બુમરાહનો જન્મ અમદાવાદમાં શીખ પરિવારમાં થયો. પિતા જસબીર સિંહ રસાયણનો વ્યવસાય કરતાં હતાં. સાત વર્ષની બાલ્યાવસ્થામાં જસપ્રીતે…

વધુ વાંચો >

 મહાજન, પ્રમોદ

 મહાજન, પ્રમોદ (જ. 30 ઓક્ટોબર, 1949 ; અ. 3 મે, 2006, મહબૂબનગર, તેલંગાણા, દેશસ્ત બ્રાહ્મણ પરિવાર)  :  પ્રમોદ વેંકટેશ મહાજન, ભાજપની બીજી પેઢીના નેતાઓ પૈકીના એક હતા, ટૅકનૉક્રૅટિક નેતાઓ પૈકીના એક અને 21મી સદીમાં ભાજપના સંકટમોચક તરીકે પ્રસિદ્ધ રાજકારણી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની ગઠબંધન સરકારમાં તમામ સાથીદારો પક્ષો સાથે સુમેળયુક્ત…

વધુ વાંચો >

મંધાના, સ્મૃતિ

મંધાના, સ્મૃતિ (જ. 18 જુલાઈ, 1996, મુંબઈ, મહારાષ્ટ્ર) : અર્જુન ઍવૉર્ડ વિજેતા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ‘રન-મશીન’, વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો વિક્રમ રચનાર ડાબોડી ભારતીય મહિલા- ક્રિકેટર. જે રીતે ભારતમાં મહિલા ટેનિસમાં સાનિયા મિર્ઝા, મહિલા બૅડમિન્ટનમાં સાનિયા નેહવાલ પર્યાય બની ગઈ છે એ જ રીતે સ્મૃતિ મંધાના…

વધુ વાંચો >

મિત્તલ, સુનિલ ભારતી

મિત્તલ, સુનિલ ભારતી (જ. 23 ઓક્ટોબર, 1957, લુધિયાણા, પંજાબ) : ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ,  ભારતી એન્ટરપ્રાઇજિસના સ્થાપક અને ચૅરમૅન. ટેલિકોમ, વીમો, રિયલ એસ્ટેટ, મોલ્સ, હૉસ્પિટાલિટી, કૃષિ અને ફૂડ, શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં સક્રિય. તેમની મુખ્ય કંપની ભારતી એરટેલ વિશ્વની અને ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં ગણના થાય છે, જે એશિયા અને આફ્રિકાના 18…

વધુ વાંચો >

મિસ્ત્રી, સાયરસ

મિસ્ત્રી, સાયરસ  (જ.4 જુલાઈ, 1968 ; અ. 4 સપ્ટેમ્બર, 2022) : ભારતીય મૂળના, આયરિશ નાગરિકત્વ ધરાવતા, પોતાને વૈશ્વિક નાગરિક માનતાં સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રૂપના વર્ષ 2012થી વર્ષ 2016 સુધી ભૂતપૂર્વ ચૅરમૅન હતા. તેઓ ભારતીય મૂળના વિદેશી નાગરિક તરીકે ભારતમાં કાયમી રહેવાસીનો દરજ્જો ધરાવતા હતા. સાયરસ ટાટા ગ્રૂપના છઠ્ઠાં ચૅરમૅન અને…

વધુ વાંચો >

રેપિડ એક્શન ફોર્સ

રેપિડ એક્શન ફોર્સ (RAF) :રેપિડ એક્શન ફોર્સ(RAF)નું કાર્ય નામ અનુસાર ત્વરિત કામગીરી કરવાનું છે. આ વિશિષ્ટ દળ છે, જેની સ્થાપના 11 ડિસેમ્બર, 1991ના રોજ થઈ હતી, જે 7 ઓક્ટોબર, 1992ના રોજ સંપૂર્ણપણે કાર્યરત થયું હતું. આ દળનું નેતૃત્વ ઇન્સ્પેક્ટર-જનરલ ઓફ પોલીસ (IGP) કરે છે. હાલ એના આઇજીપી એન્ની અબ્રાહમ છે,…

વધુ વાંચો >

વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ

વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ : આસ્થા, એકતા અને ઊર્જાનું ધામ – મંદિરની સાથે અનેકવિધ સેવાકીય અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓ કરતું સેવાભાવી કેન્દ્ર. આ કેન્દ્રનું હાર્દ છે – ઉમિયામાતાનું મંદિર. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત આ કેન્દ્ર અમદાવાદના જાસપુરમાં આકાર લઈ રહ્યું છે. અહીં કુલ 100 વીઘા જમીનમાં રૂ. 2000 કરોડના ખર્ચે…

વધુ વાંચો >