કાયદાશાસ્ત્ર

બેનેટ, રિચાર્ડ બેડફૉર્ડ, પ્રથમ વાઇકાઉન્ટ

બેનેટ, રિચાર્ડ બેડફૉર્ડ, પ્રથમ વાઇકાઉન્ટ (જ. 1870, ન્યૂ બ્રન્સવિક, કૅનેડા; અ. 1947) : કૅનેડાના રાજકારણી અને વડાપ્રધાન. તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. 1911માં તેઓ પાર્લમેન્ટમાં ચૂંટાયા. 1927થી તેઓ રૂઢિચુસ્ત પક્ષના નેતા બન્યા. વડાપ્રધાન બન્યા પછી તેમણે 1932માં ઑટાવા ખાતે ‘એમ્પાયર ઈકોનૉમિક કૉન્ફરન્સ’ બોલાવી. એમાંથી જ ‘સિસ્ટમ ઑવ્ એમ્પાયર ટ્રેડ પ્રેફરન્સ’ની…

વધુ વાંચો >

બેન્થામ, જેરિમી

બેન્થામ, જેરિમી (જ. 15 ફેબ્રુઆરી 1748, લંડન; અ. 6 જૂન 1832, લંડન) : ઉપયોગિતાવાદ(utilitarianism)ના પુરસ્કર્તા, અંગ્રેજ તત્વચિંતક અને કાયદાશાસ્ત્રી. વકીલ પિતાના આ પુત્રે ઑક્સફર્ડની ક્વીન્સ કૉલેજમાંથી પદવી મેળવી. કાયદાશાસ્ત્રના વિવિધ ઘટકોનો ઊંડો અભ્યાસ કર્યો. પિતાની અનિચ્છા છતાં બેન્થામે પ્રણાલિકાગત વકીલાત છોડી દીધી અને તેને બદલે કાયદા અને ન્યાયતંત્રના ક્ષેત્રે મહત્વના…

વધુ વાંચો >

બૅરિસ્ટર

બૅરિસ્ટર : ઇંગ્લૅન્ડમાં વિશિષ્ટ તાલીમ પામેલા વકીલ માટે પ્રયોજાતી સંજ્ઞા. વકીલાતનો વ્યવસાય કરવા ઇચ્છુક ભારતીઓને પણ આ પ્રકારની તાલીમ અપાતી હતી, જેના કારણે તેઓ બૅરિસ્ટર તરીકે કામ કરી શકતા હતા. એક જમાનામાં દુનિયાના અનેક દેશોમાંથી વિદ્યાર્થીઓ કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે ઇંગ્લૅન્ડ જતા. એ રીતે ભારતમાંથી ગાંધીજી, જવાહરલાલ નહેરુ,…

વધુ વાંચો >

બ્રેક્ટન, હેન્રી દ

બ્રેક્ટન, હેન્રી દ (જ. ?; અ. 1268) :  મધ્યયુગીન અંગ્રેજ ન્યાયવિદ. બ્રિટિશ ન્યાયશાસ્ત્રના પિતામહ તરીકે તેઓ કાયદાશાસ્ત્રમાં ઓળખાય છે. તેઓ પાદરી બન્યા અને થોડાક સમય માટે ઇંગ્લૅન્ડના રાજાની સેવામાં રહ્યા. એમાં ખાસ તો એમનું પ્રસિદ્ધ પુસ્તક ‘De legibus et con suetu dinibus Angiae (‘On the Laws and Customs of England’)…

વધુ વાંચો >

બ્લૅકસ્ટોન, વિલિયમ

બ્લૅકસ્ટોન, વિલિયમ (જ. 10 જુલાઈ 1723, લંડન; અ. 14 ફેબ્રુઆરી 1780, વાલિંગફૉર્ડ, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના પ્રખર ધારાશાસ્ત્રી. પિતા ચાર્લ્સ રેશમનો વેપાર કરતા હતા. માતાનું નામ મેરી. બાર વર્ષની વયે માતાનું અવસાન થયું. કાકા ટૉમસ બિગ સર્જન હતા, તેમની નિશ્રામાં તેમનો ઉછેર થયો. શરૂઆતનું શિક્ષણ ચાર્ટર હાઉસ(1730–38)માં અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ…

વધુ વાંચો >

ભગવતી, એન. એચ.

ભગવતી, એન. એચ. (જ. 28 જુલાઈ 1894, મહેસાણા; અ. 7 જાન્યુઆરી 1970, અમદાવાદ) : વિખ્યાત ધારાશાસ્ત્રી તથા ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. આખું નામ નટવરલાલ હરિલાલ ભગવતી. માતાનું નામ બકુબહેન. પિતા અને માતા બંને શિક્ષક હતાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. શાળાકીય કારકિર્દી દરમિયાન રામાયણ, મહાભારત અને ઉપનિષદોનું અધ્યયન…

વધુ વાંચો >

ભગવતી, પી. એન.

ભગવતી, પી. એન. (જ. 21 ડિસેમ્બર 1921, અમદાવાદ) : ભારતના અગ્રણી ન્યાયવિદ તથા દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ. આખું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી. પિતા અગ્રણી ધારાશાસ્ત્રી તથા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ હતા. માતાનું નામ સરસ્વતીબહેન. 1937માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષામાં આખા ઇલાકામાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા બાદ મુંબઈની એલ્ફિન્સ્ટન…

વધુ વાંચો >

ભવિષ્યનિધિ ધારો, 1952

ભવિષ્યનિધિ ધારો, 1952 : નિવૃત્તિને કારણે નિયમિત આવકનો મુખ્ય સ્રોત બંધ થવાથી કર્મચારી કે કામદાર માટે જે આર્થિક વિમાસણ ઊભી થાય છે તેને પહોંચી વળવાના હેતુથી સામાજિક સુરક્ષાના ભાગ તરીકે કરવામાં આવતી વચગાળાની જોગવાઈને લગતો ધારો. વેતન મેળવનારાઓએ નિયત ઉંમરે નિવૃત્ત થવાનું હોય છે. નોકરીના સમય દરમિયાન એમને નિર્ધારિત આવક…

વધુ વાંચો >

ભારતીય દંડસંહિતા અથવા ફોજદારી કાયદો

ભારતીય દંડસંહિતા અથવા ફોજદારી કાયદો (Indian Penal Code) પોલીસ-અધિકારક્ષેત્રને અધીન ગણાતા ગુનાઓને લગતો ભારતનો કાયદો. આ કાયદો વ્યક્તિના કેટલાક પ્રાથમિક હકોને, બીજી વ્યક્તિઓ દ્વારા થયેલા અતિક્રમણ (violation) સામે રક્ષણ આપવાનું એક સાધન છે. વ્યક્તિના પોતાના જાનમાલની સલામતીને લગતા, તેના સ્વાતંત્ર્યને લગતા અને એને પોતાની રીતે જીવન જીવવાના અધિકારોના સમૂહને વ્યક્તિગત…

વધુ વાંચો >

ભેળસેળ

ભેળસેળ : જાહેર સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે તેવા વિવિધ વસ્તુઓના અનિષ્ટ મિશ્રણ સાથે સંકળાયેલ ગુનો. સામાન્ય અર્થમાં (ભેળસેળ કરવી એટલે) એક વસ્તુમાં કે પદાર્થમાં બીજી વસ્તુ કે પદાર્થ મિશ્ર કરવો. નફો કરવાના આશયથી નુકસાનકારક ન હોય તેવા પદાર્થો કોઈ વસ્તુમાં ભેળવવાથી કોઈ શિક્ષાપાત્ર ગુનો થતો નથી; દા.ત., દૂધમાં પાણી…

વધુ વાંચો >