કમલનયન ન. જોશીપુરા

ફર્મી સ્તર (fermi level)

ફર્મી સ્તર (fermi level) : ધાતુના મુક્ત (કે વહન) ઇલેક્ટ્રૉનના સમૂહ માટે, નિરપેક્ષ શૂન્ય (T = 0) તાપમાને ઉચ્ચતમ અરિક્ત અથવા ભરાયેલ અવસ્થા દર્શાવતું ઊર્જાસ્તર. આ સંજોગોમાં ફર્મી સ્તરથી વધુ ઊર્જાના તમામ સ્તરો ખાલી હોય છે. ફર્મી સ્તરના ઊર્જા-મૂલ્યને ફર્મી ઊર્જા EF કહે છે. દા.ત., તાંબા (Cu) માટે EF =…

વધુ વાંચો >

ફૂરિયે રૂપાન્તર

ફૂરિયે રૂપાન્તર (Fourier transform) : કોઈ બે યોગ્ય ચલરાશિઓ x અને pને અનુલક્ષીને કોઈ વિધેય f(x)ના સંકલન–રૂપાન્તર (integral transform) દ્વારા મળતું વિધેય g(p). તે નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે : જેમાં છે. વિધેય f(x)નું ફૂરિયે રૂપાન્તર g(p) છે તો g(p)નું પ્રતીપ (inverse) રૂપાન્તર f(x) છે; અર્થાત્ સમીકરણો (1) અને (2)…

વધુ વાંચો >

બ્રેગ, વિલિયમ લૉરેન્સ

બ્રેગ, વિલિયમ લૉરેન્સ (જ. 31 માર્ચ 1890, એડીલેઇડ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા; અ. 1 જુલાઈ, 1971, લંડન) : ઍક્સ–કિરણોના માધ્યમ દ્વારા સ્ફટિકોની સંરચનાના વિષદ વિશ્લેષક અને અંગ્રેજ ભૌતિકવિજ્ઞાની. તેઓ પોતાના પિતા સાથે કામ કરીને વિજ્ઞાનજગતમાં સુપ્રસિદ્ધ બન્યા હતા તેમણે ઉચ્ચશિક્ષણ ઑસ્ટ્રેલિયા તેમજ ઇંગ્લૅંન્ડમાં ટ્રિનિટી કૉલેજ કૅમ્બ્રિજ ખાતે લીધું હતું. યુવાનવયે જ તેઓ…

વધુ વાંચો >

બ્રેગ, વિલિયમ હેન્રી

બ્રેગ, વિલિયમ હેન્રી (જ. 2 જુલાઈ 1862, વેસ્ટવર્ડ, કંબરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 10 માર્ચ 1942, લંડન) : એક્સ-કિરણો વડે સ્ફટિક-સંરચનાનું વિશદ વિશ્લેષણ કરનાર પ્રસિદ્ધ ભૌતિકવિજ્ઞાની. તેઓ પોતાના પુત્ર સાથે રહીને જીવનભર શોધખોળો કરતા રહ્યા અને ‘બ્રેગ પિતાપુત્ર’ની જોડી રૂપે ભૌતિકવિજ્ઞાનમાં એક વિશેષ છાપ મૂકતા ગયા. તેમણે ઉચ્ચશિક્ષણ કિંગ્ઝ કૉલેજ-લંડન તેમજ ટ્રિનિટી-કૉલેજ…

વધુ વાંચો >

બ્લૅકેટ, પૅટ્રિક મેન્યાર્ડ સ્ટુઅર્ટ

બ્લૅકેટ, પૅટ્રિક મેન્યાર્ડ સ્ટુઅર્ટ (જ. 18 નવેમ્બર 1897, લંડન; અ. 13 જુલાઈ 1974, લંડન) :  કૉસ્મિક વિકિરણના પ્રખર અભ્યાસી અને ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની. વિજ્ઞાનનું શિક્ષણ તેમણે કેમ્બ્રિજ ખાતે લીધું અને પીએચ.ડી. થયા બાદ તેઓ ઇંગ્લૅન્ડની જુદી જુદી યુનિવર્સિટીઓમાં અધ્યાપક રહ્યા. તેમણે રુથરફૉર્ડની રાહબરી હેઠળ ન્યુક્લિયર પ્રક્રિયાઓનો વિગતવાર પ્રાયોગિક અભ્યાસ કર્યો હતો.…

વધુ વાંચો >

બ્લૉચ, ફેલિક્સ

બ્લૉચ, ફેલિક્સ (જ. 23 ઑક્ટોબર 1905, ઝૂરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 1983) : પારમાણ્વિક ન્યૂક્લિયસના ચુંબકીય ક્ષેત્રના માપન માટે ચોક્કસ પદ્ધતિઓ આપનાર ભૌતિકવિજ્ઞાની. તેમનું પ્રારંભિક વિદ્યાર્થીજીવન પણ ઝૂરિચમાં વીત્યું હતું. ત્યારબાદ તેમણે લીપઝિગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. 1934માં તેઓ યુ.એસ. ગયા ત્યાં સુધીમાં યુરોપની કેટલીક યુનિવર્સિટીઓમાં તેઓ અધ્યાપક રહ્યા. તેમણે કારકિર્દીનો મોટો…

વધુ વાંચો >

ભૂતાપીય અને સમુદ્રતાપીય ઊર્જા

ભૂતાપીય અને સમુદ્રતાપીય ઊર્જા (geothermal & ocean-thermal energy) : પૃથ્વીના ગર્ભમાં અતિ ઊંચા તાપમાનને લીધે સંગ્રહાયેલી ઉષ્મા-ઊર્જા અને સમુદ્રમાં સૂર્યનાં કિરણો પડવાથી સંગ્રહાતી ઉષ્મા-ઊર્જા. ભૂતાપીય ઊર્જા ક્યાંક ક્યાંક કુદરતી રીતે બહાર આવે છે તેમજ તેને ઇજનેરી પ્રયત્નો દ્વારા બહાર લાવીને માનવીના ઉપયોગોમાં લાવી શકાય છે. સમુદ્રતાપીય ઊર્જા પણ ઇજનેરી પ્રયત્નો…

વધુ વાંચો >

ભૌતિકવિજ્ઞાન

ભૌતિકવિજ્ઞાન (Physics) નૈસર્ગિક કે પ્રાયોગિક પરિસ્થિતિમાં દ્રવ્ય અથવા પદાર્થ (matter) અને ઊર્જાની આંતરક્રિયાથી નીપજતી ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરવા માટેનું એક મૂળભૂત પ્રાકૃતિક વિજ્ઞાન (natural science). આ વૈજ્ઞાનિક અભ્યાસ, સમય અને અવકાશની ભૂમિકા પર કરવામાં આવે છે. ભૌતિકવિજ્ઞાન એ ભૌતિકીય વિજ્ઞાનો(physical sciences)નું એક પાયાનું અંગ ગણાય છે. સામાન્યપણે આ વિષયનો થોડોઘણો…

વધુ વાંચો >

માપન (measurement)

માપન (measurement) : વિજ્ઞાન અને ટૅકનૉલૉજીનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રયોજાતી રાશિઓ(quantities)નાં મૂલ્યો કોઈ ચોક્કસ એકમોમાં શોધવાનું કાર્ય અથવા તેની પ્રક્રિયા. માપનક્રિયાનું મહત્વ તેમાં રહેલ ચોકસાઈ પર આધારિત છે. ખગોળશાસ્ત્રમાં તારાઓનાં અંતર જેવી બાબતો પ્રત્યક્ષ નહિ, પણ પરોક્ષ માપન પર આધાર રાખે છે. ગણિતશાસ્ત્રમાં માપ-સિદ્ધાંત (measure theory) એ વાસ્તવિક રેખા (real line)…

વધુ વાંચો >

માર્કોની, ગુલ્યેલ્મૉ

માર્કોની, ગુલ્યેલ્મૉ (જ. 1874, બોલોન્યા, ઇટાલી; અ. 1937) : પ્રસિદ્ધ ઇટાલિયન સંશોધક, વિજ્ઞાની અને ઇલેક્ટ્રિકલ ઇજનેર. તેણે જગતને બિનતારી (wireless) સંચારની અણમોલ ભેટ આપી છે. માર્કોની વિદ્યાર્થી-અવસ્થાથી જ જિજ્ઞાસુ હતા. જોકે તેઓ બોલોન્યા યુનિવર્સિટીની પ્રવેશ-પરીક્ષામાં નિષ્ફળ ગયેલા. ત્યારપછી તેમણે જાતે વૈજ્ઞાનિક અભ્યાસ આગળ ધપાવ્યો. ઓગણીસમી સદીના એક ભૌતિકવિજ્ઞાની હાન્રિખ હર્ટ્ઝ(Hertz)ની…

વધુ વાંચો >