ઑટોમોબાઇલ ઇજનેરી
શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ)
શ્રીધરન્, ઈ. (ઈલાટ્ટુવલાપિલ) (જ. 12 જુલાઈ 1932, છટ્ટનુર, પાલઘાટ જિલ્લો, કેરળ) : ઉચ્ચકક્ષાના ભારતીય ટેક્નોક્રૅટ અને કોલકાતા મેટ્રો રેલ, કોંકણ રેલવે તથા દિલ્હી મેટ્રો રેલવેના મુખ્ય ઇજનેર. તેજસ્વી શૈક્ષણિક કારર્કિદી. મુખ્ય ચૂંટણી કમિશનર ટી. એન. શેષાન તેમના સહાધ્યાયી હતા. એન્જિનિયરિંગના સ્નાતક બની ટૂંકી મુદત માટે સિવિલ એન્જિનિયરિંગના વ્યાખ્યાતા બન્યા પછી…
વધુ વાંચો >સુપર ચાર્જર
સુપર ચાર્જર : ઑટોમોબાઇલ એન્જિનમાં મળતી શક્તિ, આપેલા વિસ્થાપન (displacement) માટે વપરાતું સાધન. અંતર્દહન એન્જિનમાં પિસ્ટનના નિર્ધારિત વિસ્થાપન દરમિયાન સુપર ચાર્જરની મદદથી એન્જિન અંદર પ્રવેશતા વાયુને વધારાનું દબાણ આપીને, વધારાની શક્તિ (power) એન્જિનમાં ઉત્પાદિત કરવામાં આવે છે. આમ સુપર ચાર્જર એ એક પ્રકારનું Air Compressor છે. સુપર ચાર્જરના બે પ્રકારો…
વધુ વાંચો >સ્કૂટર (scooter)
સ્કૂટર (scooter) : બૈ પૈડાંવાળું, મશીન દ્વારા ચલાવાતું વાહન (vehicle). સ્કૂટરનો વિકાસ તબક્કાવાર થયો છે. સૌપ્રથમ બાઇસિકલ કે સાઇકલ માનવી વડે ચાલતું વાહન પ્રચલિત થયું. બાઇસિકલમાં ચેઇન વડે પાછળના વ્હિલને ગતિ આપવામાં આવે છે. આ વાહન પર્યાવરણની દૃષ્ટિએ બિલકુલ નિર્દોષ છે. આમ હોવા છતાં તેની ગતિ મર્યાદિત જ રહે છે,…
વધુ વાંચો >