ઑટોમોબાઇલ ઇજનેરી

ટેલર, ફ્રેડરિક વિન્સ્લો

ટેલર, ફ્રેડરિક વિન્સ્લો (જ. 20 માર્ચ 1856, અમેરિકા; અ. 21 માર્ચ 1915) : વૈજ્ઞાનિક સંચાલનના અભિગમના મૂળ હિમાયતી અને આધુનિક વૈજ્ઞાનિક સંચાલનના આદ્ય પ્રવર્તક. 1874 સુધી શિક્ષણ લીધા પછી ફિલાડેલ્ફિયાની એક મશીનશૉપમાં જોડાઈ 1878 સુધી પૅટર્ન-મેકર અને કારીગર તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ 1878માં તે જ રાજ્યની મિડવેલ સ્ટીલ કંપનીમાં કારીગર…

વધુ વાંચો >

ટ્રક

ટ્રક : ભૂમિ પર માલસામાનના ઝડપી પરિવહન માટે વપરાતું ભારે યાંત્રિક વાહન. આદિમાનવ જાતે ચીજવસ્તુ પાસે પહોંચી જતો. આશરે 9,000 વર્ષ પૂર્વે ભારતમાં તથા આનાતોલિયામાં માણસે ગોવંશને પાળવાની શરૂઆત કરી. બેએક હજાર વર્ષ પછી માણસ ઘોડો પાળતો થયો. પશુની સહાયથી સામાનની હેરફેર કરવાનું સરળ બન્યું. આ પરિસ્થિતિમાં હજારો વર્ષો સુધી…

વધુ વાંચો >

ટ્રેઇલર

ટ્રેઇલર : ટ્રૅક્ટર-ટ્રેઇલર ખેતપેદાશ તેમ જ ખેતીમાં વપરાતી જરૂરી સાધનસામગ્રીની ઝડપી હેરફેર માટે ખૂબ જ ઉપયોગી સાધન. ટ્રેઇલર લાકડાની તેમ જ લોખંડની બૉડીવાળું અને બે અથવા ચાર પૈડાંવાળું હોય છે, જેનું માપ 3.00 મી. × 1 મી. × 0.45 મી. થી 3.60 મી. × 2.18 મી. × 0.60 મી. હોય છે. તેના માપ પ્રમાણે…

વધુ વાંચો >

ટ્રૅક્ટર

ટ્રૅક્ટર : ખેતીનાં વિવિધ ઓજારોને રસ્તા પર કે ખેતરમાં ખેંચવા માટે તેમજ સ્થિર યંત્રો ચલાવવા માટે શક્તિ પહોંચાડનારું ડીઝલથી ચાલતું સાધન. આ શક્તિ ટ્રૅક્ટરમાંના ડીઝલ–એંજિનમાં ઉત્પન્ન થાય છે અને તેને પૈડાં સુધી ધરી, કલમ, દાંતાચક્ર-પેટી, અંતરાય દાંતાચક્ર વગેરે મારફત પહોંચાડવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિના ભાગ રૂપે વિવિધ પ્રકારનું  યંત્રીકરણ થયું…

વધુ વાંચો >

ડીઝલ, રૂડૉલ્ફ

ડીઝલ, રૂડૉલ્ફ (જ. 18 માર્ચ 1858, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1913 ઇંગ્લિશ ચૅનલ) : જર્મન એન્જિનિયર. તેમણે આંતરદહન એન્જિનની શોધ કરી અને તેમના નામ પરથી આંતરદહન એન્જિનનું નામ ડીઝલ એન્જિન પડ્યું છે. ડીઝલ રૂડૉલ્ફ એન્જિનિયર હોવા ઉપરાંત કલાપ્રેમી, ભાષાશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી પણ હતા. તેમનાં માતાપિતા જર્મન હતાં. 1870 સુધીનો બાલ્યકાળ…

વધુ વાંચો >

પ્લમ્બિંગ

પ્લમ્બિંગ પ્લમ્બિંગ એટલે પાઇપની ગોઠવણી. તેમાં પાઇપ તથા તેને સંબંધિત સાધનોની ગોઠવણી, જાળવણી તથા કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે. પાઇપની ગોઠવણી, પીવાનું તથા ઘરવપરાશ માટેનું પાણી પહોંચાડવા માટે તથા વપરાયેલા ગંદા પાણીનો તથા અન્ય ગંદા પ્રવાહીનો નિકાલ કરવા માટે કરવામાં આવે છે. પ્લમ્બિંગના હેતુઓ : (ક) શહેરની પાણીની ટાંકી કે જળાશયમાંથી…

વધુ વાંચો >

બ્રેક

બ્રેક (Brake) : પદાર્થની ગતિ ઘટાડવા અથવા ગતિમાન પદાર્થની ગતિ રોકવા માટે વપરાતું સાધન. મોટાભાગની બ્રેક ગતિ કરતા યાંત્રિક ભાગ (element) ઉપર લાગુ પાડવામાં આવે છે. બ્રેક દ્વારા ગતિ કરતા ભાગની ગતિજ શક્તિ(kinetic energy)ને યાંત્રિક રીતે અથવા બીજી રીતે શોષવામાં આવે છે. યાંત્રિક બ્રેક સૌથી વધુ વપરાતી બ્રેક છે. આ…

વધુ વાંચો >

મોટરકાર

મોટરકાર : મુખ્યત્વે અંતર્દહન એન્જિનથી સ્વયંચાલિત (ઑટોમોબાઇલ) અને સામાન્ય રીતે ત્રણથી ચાર વ્યક્તિઓના યાત્રાપરિવહન માટે વપરાતું ચાર પૈડાંવાળું, ઘણું પ્રચલિત સાધન. આ સાધન ટ્રક, ટ્રૅકટર, જીપ, મોટરસાઇકલ અને મોપેડ જેવાં અન્ય ઑટોમોબાઇલ સાધનો જેવું સાધન છે. મોટરના મુખ્ય ભાગોમાં ચેસીસ કે જેના પર એન્જિન અને ગતિપ્રસારણ સાધનો (ક્લચથી ટાયર સુધીનાં)…

વધુ વાંચો >

મોટરવાહન-નોંધણી

મોટરવાહન-નોંધણી (Motor Vehicle Registration) : ભારતમાં દ્વિ-ચક્રી, ત્રિ-ચક્રી કે ચતુષ્-ચક્રી મોટરવાહનોની મહત્વની વિગતો જેવી કે વાહનના માલિકનું નામ, સરનામું, વાહનની બનાવટ, તેના હૉર્સ પાવર (શક્તિદર), ગતિ, ચેસિસ નંબર, કયા વર્ષમાં તેનું ઉત્પાદન થયું વગેરેની રાજ્ય સરકારની વાહન-વ્યવહાર કચેરીમાં યોગ્ય સ્થળે નિયમાનુસાર વિગતો આપી નોંધણી કરાવવી અને વાહન માટે ચોક્કસ નોંધણી-નંબર…

વધુ વાંચો >

મોટરવાહનોનું લાઇસન્સ

મોટરવાહનોનું લાઇસન્સ : વાહનચાલકને વાહન ચલાવવા માટે નિયમાધીન અપાતો પરવાનો. દિન-બદિન વધતા જતા મોટરવાહન-ચાલનનું નિયમન થાય તેમજ ચાલક મોટરવાહન ચલાવવા જરૂરી સજ્જતા ધરાવતો હોવો જોઈએ તે બાબતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે મોટરવાહન અધિનિયમ, 1988માં મોટરવાહનના લાઇસન્સ અંગે જોગવાઈ કરી છે, જે દ્વારા વાહનચાલકે લાઇસન્સ (પરવાનો) મેળવવું ફરજિયાત છે. યોગ્ય લાઇસન્સ…

વધુ વાંચો >