ઑટોમોબાઇલ ઇજનેરી

ઉષ્માસંચરણ

ઉષ્માસંચરણ (heat-propagation) તાપમાનના તફાવતને પરિણામે એક પદાર્થ અથવા પ્રણાલીમાંથી બીજામાં ઉષ્મારૂપી ઊર્જાનું સંચરણ. રાસાયણિક ઇજનેર જે સંક્રિયાઓ કરે છે તે સર્વમાં ઘણુંખરું ઊર્જા ગરમીના રૂપમાં ઉત્પન્ન થાય છે કે શોષાય છે. આથી ગરમીના પરિવહન અંગેના નિયમો તથા આ પરિવહન ઉપર નિયમન રાખી શકે તેવાં ઉપકરણો રાસાયણિક ઇજનેરીમાં ઘણાં અગત્યનાં છે.…

વધુ વાંચો >

ઊંજણ

ઊંજણ (lubrication) : યંત્રના કાર્ય દરમિયાન એકબીજા ઉપર સરકતી બે ઘન સપાટીઓ વચ્ચે તેમના કરતાં નરમ (softer) એવા પદાર્થો દાખલ કરી, સપાટીઓને અલગ પાડી, ઘર્ષણ (friction) તથા નિઘર્ષણ (wear) ઓછું કરવાની પ્રવિધિ (process) આ માટે વપરાતા પદાર્થો ઊંજકો તરીકે ઓળખાય છે. સંજોગો પ્રમાણે ‘નરમ’ સ્તર વાયુ, પ્રવાહી, ઘન અથવા આવી…

વધુ વાંચો >

ઑટોમોબાઇલ ઇજનેરી

ઑટોમોબાઇલ ઇજનેરી : આંતર્દહન એન્જિનથી ચાલતાં મોટરગાડી, બસ, રિક્ષા, મોટરસાઇકલ જેવાં વાહનોના નિર્માણ અંગેની ઇજનેરી વિદ્યાની એક વિશિષ્ટ શાખા. દરેક પ્રકારના મોટરવાહનનું, ખાસ કરીને મોટરગાડીની પાછળ વર્ષોનું સંશોધન, આયોજન અને વિકાસકાર્ય રહેલાં હોય છે. એક નવું મૉડેલ ડિઝાઇન, ઇજનેરી, નિર્માણ સમુચ્ચયન (assembly) અને પરીક્ષણના તબક્કામાંથી પસાર થઈને પ્રદર્શનકક્ષ(show room)માં આવે…

વધુ વાંચો >

સ્કૂટર (scooter)

સ્કૂટર (scooter) : બૈ પૈડાંવાળું, મશીન દ્વારા ચલાવાતું વાહન (vehicle). સ્કૂટરનો વિકાસ તબક્કાવાર થયો છે. 19મી સદીની શરૂઆતમાં બાઇસિકલ(bicycle)નું ઉત્પાદન શરૂ થયું. બાઇસિકલ કે સાઇકલ માનવી વડે ચાલતું વાહન છે. તેને થોભાવવા માટેની બ્રેક હાથ વડે અપાય છે. તેમાં સુયોગ્ય નિલંબન (suspension), પાછળના વ્હિલને ગતિ આપવા માટેની ચેન, સ્ટિયરિંગ (steering),…

વધુ વાંચો >