એચ. એસ. પાર્વતી

કુમાર વ્યાસ

કુમાર વ્યાસ (જ. 1430, ગદગુ, જિ. ધારવાડ) : કન્નડના પ્રતિભાવાન કવિ. તેઓ પંડિતોની સાથે સાથે સામાન્ય જનતાના પણ પ્રિય કવિ હતા. એમનું ‘મહાભારત’ આજે પણ કર્ણાટકના ગામેગામમાં વંચાય છે અને ગવાય છે. કુમાર વ્યાસનું પોતાનું નામ હતું નારણપ્પા. ગદગુના ભગવાન વીર નારાયણના સાન્નિધ્યમાં તેમણે પોતાનું મહાકાવ્ય રચ્યું છે. કુમાર વ્યાસ…

વધુ વાંચો >

કૃષ્ણરાવ અરકલગુડુ નરસિંહરાવ

કૃષ્ણરાવ અરકલગુડુ નરસિંહરાવ (જ. 1908, કોલાર, જિ. બૅંગલોર, કર્ણાટક; અ. 1971) : કન્નડ સાહિત્યના ‘નવલકથા સમ્રાટ’. કર્ણાટક રાજ્યના હસન જિલ્લાનું અરકલગુડુ ગામ તેમના પૂર્વજોનું વતન છે. પિતાનું નામ નરસિંહરાવ તથા માતાનું નામ અન્નપૂર્ણમ્મા. સાહિત્યમાં અ. ન. કૃ. નામથી તે જાણીતા છે. બાલ્યકાળથી જ કૃષ્ણરાવે સાહિત્યપ્રેમ તથા દેશપ્રેમના સંસ્કારો ઝીલ્યા. સાહિત્યક્ષેત્રમાં…

વધુ વાંચો >

કેશિરાજ

કેશિરાજ (1260 આશરે) : કન્નડ કવિ, વ્યાકરણશાસ્ત્રી અને કન્નડ ભાષાના પ્રથમ વ્યાકરણકાર. મહાકાવ્યની રચનામાં 18 પ્રકારનાં વર્ણનોથી સભર કાવ્યસંકલન ધરાવતી જૂની કન્નડ કવિતાના આદ્ય કાવ્યસંગ્રહ ‘સુક્તિસુધાર્ણવ’ના રચયિતા યોગીપ્રવર ચિદાનંદ મલ્લિકાર્જુન તેમના પિતા હતા. કેશિરાજ ‘કેશવ’ અને ‘ચન્નકેશવ’ નામથી પણ ઓળખાતા હતા. મલ્લિકાર્જુનને હોયસળ રાજા સોમેશ્વર(1233-1254)નો આશ્રય મળેલો અને તેમણે તેમના…

વધુ વાંચો >

કૈલાસ

કૈલાસ (જ. 29 જુલાઈ 1885, મૈસૂર; અ. 23 નવેમ્બર 1946, બૅંગ્લોર) : કન્નડ નાટકકાર. આખું નામ ત્યાગરાજ પરમશિવ કૈલાસ. બી.એ.ની પદવી મેળવ્યા બાદ તે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં યુનિવર્સિટીના શિક્ષણની સાથે સાથે ત્યાંનાં નાટકોમાં પણ રસ લીધો. 1915માં ભારત પરત આવ્યા અને કેટલાંક વર્ષો સુધી સરકારી નોકરીમાં રહ્યા ને સ્વેચ્છાએ છોડી…

વધુ વાંચો >

ચૌંડરસ

ચૌંડરસ : તેરમી સદીના કન્નડ કવિ. પિતાનું નામ મધુસૂદન અને માતાનું નામ મલ્લવ્વે હતું. તેમનો જન્મ પંઢરપુરમાં થયો હોય અથવા લાંબા સમય સુધી તેમણે ત્યાં વાસ કર્યો હોય એવો સંભવ તેમનાં કાવ્યો પરથી જણાય છે. પંઢરપુરના વિઠ્ઠલ તેમના આરાધ્ય દેવ હતા. તેમની ‘દશકુમારચરિત’ તથા ‘નળચરિત’ આ બંને ચંપૂશૈલીમાં કરેલી કાવ્યરચનાઓ…

વધુ વાંચો >

જન્ન (તેરમી સદી)

જન્ન (તેરમી સદી) : બસવ યુગના કન્નડ કવિ. કર્ણાટકના પ્રસિદ્ધ રાજવંશ હોયસલના રાજા વીરબલ્લાળ તથા નરસિંહના શાસનકાળ દરમિયાન તે દરબારી કવિ હતા. તેમના પિતા સુમનોબાણ પણ કવિ હતા. ઉપરાંત, નામવર્મ, મલ્લિકાર્જુન તથા કેશિરાજ જેવા જાણીતા કવિઓ તેમના નજીકના સગા હતા. કવિ હોવા ઉપરાંત વિખ્યાત દાનવીર તરીકે પણ તેમની ગણના થતી.…

વધુ વાંચો >

જૈમિનિ ભારત

જૈમિનિ ભારત : કન્નડનો લોકપ્રિય ગ્રંથ. તેના આધારે કેટલાય યક્ષગાન પ્રસંગો રચાયા છે. મૂળ સંસ્કૃત ‘જૈમિનિ ભારત’નો સંગ્રહાનુવાદ છે. મૂળ સંસ્કૃતમાં 68 અધ્યાયોમાં વર્ણવાયેલું કાવ્ય કન્નડમાં 35 સંધિઓમાં સંગૃહીત છે. કન્નડ ‘જૈમિનિ ભારત’ના રચયિતા લક્ષ્મીશે કથાના નિરૂપણમાં મોટે ભાગે મૂળનું અનુસરણ જ કર્યું છે. પણ સંગ્રહ કરવામાં જ એમની પ્રતિભાનો…

વધુ વાંચો >