એચ. એસ. પાર્વતી

અક્ક મહાદેવી (સર્વજનપ્રિય મહાદેવી)

અક્ક મહાદેવી (સર્વજનપ્રિય મહાદેવી) (જ. આશરે 1130; ઊડુતડિ, જિ. શિવમોગ્ગા કર્ણાટક; અ. 1160 શ્રીશૈલમ્) : મધ્યકાળની સુપ્રસિદ્ધ કન્નડ કવયિત્રી. નાનપણથી શ્રીશૈલના મલ્લિકાર્જુનને પોતાનો પતિ ગણેલો. એક માન્યતા અનુસાર ત્યાંના રાજા કૌશિક સાથે તેનાં લગ્ન થયેલાં, પણ થોડા વખતમાં જ તેનો સંબંધ તોડીને તે મલ્લિકાર્જુનની શોધમાં નીકળી પડેલી. છેવટે શ્રીશૈલના કદલીવનમાં…

વધુ વાંચો >

અક્ષરમાળા

અક્ષરમાળા : ગુજરાતીના ‘કક્કા’ પ્રકારનો કન્નડ કાવ્યપ્રકાર. એમાં પંક્તિની શરૂઆત મૂળાક્ષરના પ્રથમ અક્ષર ‘અ’થી થાય છે અને ‘જ્ઞ’થી કાવ્યની અંતિમ પંક્તિની શરૂઆત થાય છે. રચનાની વિશિષ્ટતા ઉપરાંત એમાં કાવ્યતત્ત્વ પણ હોય છે, કારણ કે કવિને બંધન માત્ર પંક્તિના પ્રથમ અક્ષર પૂરતું જ હોય છે. કન્નડનાં ત્રણ કવિરત્નો (પંપ, પોન્ન અને…

વધુ વાંચો >

અજિતનાથપુરાણ

અજિતનાથપુરાણ : મધ્યકાલીન કન્નડ કાવ્ય. કવિ રત્નની શાંતરસપ્રધાન પ્રશિષ્ટ રચના. એમાં જૈનોના બીજા તીર્થંકર અજિતનાથની કથા ગદ્યપદ્યમિશ્ર એવી ચંપૂશૈલીમાં નિરૂપાઈ છે. એ કથા જોડે દ્વિતીય ચક્રવર્તી મગરની કથા પણ સાંકળેલી છે. આરંભે કાવ્યલેખનની પ્રેરણા આપનાર સાધ્વી અતિમવ્વૈના ગંગા સમાન પવિત્ર ચરિત્રનું વર્ણન કર્યું છે. જૈન કાવ્યોમાં કર્મફળના સિદ્ધાંતને સમજાવવા પાત્રોના…

વધુ વાંચો >

અનંતનાથ પુરાણ

અનંતનાથ પુરાણ (તેરમી સદી) : મધ્યકાલીન કન્નડ કવિ જન્નની પ્રસિદ્ધ કાવ્યકૃતિ. એમાં ચૌદમા તીર્થંકર અનંતનાથની કથા ચૌદ અધ્યાયોમાં ચમ્પૂશૈલીમાં-ગદ્યપદ્યમિશ્ર-કહેવાઈ છે. કાવ્યનું કથાનક સંસ્કૃત ‘ઉત્તરપુરાણ’, કન્નડ ‘ચાવુંડરાય પુરાણ’ અને ‘અનંતનાથ પુરાણ’માંથી લીધેલું છે. તેમાં કવિએ પોતાની રીતે થોડા ફેરફારો કર્યા છે. ચંમ્પૂકાવ્યમાં આવતાં અઢાર પ્રકારનાં વર્ણનો તથા જૈન પુરાણની અષ્ટાંગ રૂઢિઓને…

વધુ વાંચો >

અનંતમૂર્તિ, યુ. આર.

અનંતમૂર્તિ, યુ. આર. (જ. 21 ડિસેમ્બર 1932, થીરથાહલ્લી, તા. શિમોગા, જિ. કર્ણાટક, અ. 22 ઑગસ્ટ 2014, બૅંગાલુરુ, કર્ણાટક) : આધુનિક કન્નડ લેખક.  સ્વાતંત્ર્યોત્તર કાળના કન્નડ સાહિત્યમાં અનંતમૂર્તિનું આગવું સ્થાન છે. બૅંગ્લોરની મહારાજા કૉલેજમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.ની પદવી લીધી. પછી ઇંગ્લૅન્ડ જઈને પીએચ.ડી. થયા. એમણે નવલકથા, નાટક, કવિતા તથા વિવેચન…

વધુ વાંચો >

અભિનવ દશકુમારચરિતમ્

અભિનવ દશકુમારચરિતમ્ (લગભગ બારમી સદી) : પ્રાચીન તેલુગુ ગદ્યગ્રંથ. રચયિતા ચૌંડરસ. સંસ્કૃતની કવિ દંડીરચિત પ્રસિદ્ધ કૃતિ ‘દશકુમારચરિત’નું આ કન્નડ રૂપ છે અને એ ચમ્પૂ – ગદ્યપદ્યમિશ્ર – શૈલીમાં લખાયું છે. મૂળ કથાનકોને વળગી રહેવા છતાં, કવિએ એમાં સ્થલકાલોચિત પરિવર્તનો કર્યાં છે અને મૂળ કથાઓમાં સારો એવો ઉમેરો પણ કર્યો છે.…

વધુ વાંચો >

અરાળુ-બરાળુ

અરાળુ-બરાળુ (1973) : કન્નડ કાવ્યકૃતિ. કન્નડના ખ્યાતનામ કવિ સીતારામૈયાકૃત અને 1973નો શ્રેષ્ઠ કન્નડ પુસ્તકનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પામેલા આ કાવ્યસંગ્રહમાં 51 રચનાઓ છે. તેમાં વિષય અને કાવ્યરીતિનું પ્રચુર વૈવિધ્ય છે. સીતારામૈયાનું કન્નડ કાવ્યસાહિત્યમાં સૌંદર્યના ગાયક તરીકે અનન્ય સ્થાન છે. તેમના પ્રથમ કાવ્યમાં જ એમણે કહ્યું છે : ‘‘જગતની ગરીબી ખોરાક…

વધુ વાંચો >

અર્ધનેમિનાથ પુરાણ

અર્ધનેમિનાથ પુરાણ (બારમી સદી) : નેમિચંદ્રરચિત પ્રાચીન કન્નડ કાવ્ય. બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથના જીવન પર રચાયેલું આ ચમ્પૂશૈલીનું કાવ્ય છે. મૂળ કથામાં કવિએ વસુદેવાચ્યુત તથા કંદર્પની કથા પણ જોડી દીધી છે. આ કાવ્ય અધૂરું જ મળે છે. કંસવધ સુધીની કથા મળે છે. તે પછીનો ભાગ મળતો નથી. એમ મનાય છે,…

વધુ વાંચો >

અલ્લમ-પ્રભુ

અલ્લમ-પ્રભુ (બારમી સદી) : મધ્યકાલીન કન્નડ કવિ. કર્ણાટકમાં બારમી સદીમાં થઈ ગયેલા કવિઓમાં અલ્લમ-પ્રભુ શ્રેષ્ઠ ગણાય છે. વીરશૈવ સંપ્રદાયના ગુરુસ્થાને ગણાતા અલ્લમ-પ્રભુ અથવા પ્રભુદેવે પોતાના સમકાલીન બસવેશ્વર વગેરે સાધકો પર ઘેરો પ્રભાવ પાડ્યો હતો. એમનાં કાવ્યોએ સામાજિક તથા ધાર્મિક ક્રાન્તિ માટે પર્યાપ્ત માત્રામાં સામગ્રી પૂરી પાડી હતી, એ દૃષ્ટિએ એમની…

વધુ વાંચો >

અશ્વત્થામા (2)

અશ્વત્થામા (2) (જ. 17 જૂન 1912; અ. 16 જાન્યુઆરી 1994) : કન્નડ ભાષાના પ્રસિદ્ધ કથાલેખક તથા નાટ્યકાર. મૂળ નામ અશ્વત્થ, નારાયણરાવ. નિવાસ મૈસૂર. ‘સણ્ણકથેગળુ’ નામથી એમના વાર્તાસંગ્રહના ચાર ખંડ પ્રકાશિત થયા છે. એમની વાર્તાઓમાં આધુનિકતાબોધ દૃષ્ટિએ પડે છે. એમની વાર્તાઓની પાર્શ્વભૂમિ કર્ણાટક ઉપરાંત ભારતના અન્ય પ્રદેશોની પટભૂમિ પણ છે. ભિન્ન…

વધુ વાંચો >