ઉર્દૂ સાહિત્ય
બદાયૂની, ‘ફાની’
બદાયૂની, ‘ફાની’ (જ. 13 સપ્ટેમ્બર 1879, બદાયૂન, ઉત્તરપ્રદેશ; અ. 1941, હૈદરાબાદ) : ઉર્દૂ સાહિત્યના મોટા ગજાના શાયર. જાતે પઠાણ. નામ શૌકતઅલીખાન. ‘ફાની’ તેમનું તખલ્લુસ છે. કાબુલથી તેમના બાપદાદા શાહઆલમના સમયમાં હિન્દુસ્તાન આવી વસ્યા હતા. ફાનીની નોંધ મુજબ તેમના ખાનદાનના બુઝુર્ગ અસાબતખાન દિલ્હી આવ્યા અને શાહી દરબારમાં બહુમાન પામ્યા. ફાનીના પરદાદા…
વધુ વાંચો >બદાયૂની, શકીલ
બદાયૂની, શકીલ (જ. 3 ઑગસ્ટ 1916, બદાયૂં, ઉત્તર પ્રદેશ; અ. 20 એપ્રિલ 1970) : હિંદી ચલચિત્રો દ્વારા બેહદ લોકપ્રિય બનેલા ઉર્દૂ શાયર. ‘શકીલ’ તખલ્લુસ. પૂરું નામ શકીલ અહેમદ. પિતાનું નામ જમીલ અહેમદ અને અટક કાદિરી. શકીલના ધાર્મિક પ્રકૃતિના પિતા મસ્જિદમાં ખતીબ અને ઇમામ હતા. જીવનની તડકીછાંયડી અનુભવતાં શકીલને દિલ્હી, લખનૌ,…
વધુ વાંચો >બશીર બદ્ર
બશીર બદ્ર (જ. 1935, અયોધ્યા, ઉત્તરપ્રદેશ) : ઉત્તરપ્રદેશના જાણીતા ઉર્દૂ ગઝલકાર. તેમને તેમના શ્રેષ્ઠ ગઝલસંગ્રહ ‘આસ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી અને અધ્યાપનક્ષેત્રમાં જોડાયા. તે પછી મેરઠ યુનિવર્સિટીમાંથી પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ હિંદી, ફારસી અને અંગ્રેજી ભાષાનું…
વધુ વાંચો >બિસાતે રક્સ
બિસાતે રક્સ (1966) : ઉર્દૂ કવિ મખદૂમ મોહિયુદ્દીન(1908–1969)નો કાવ્યસંગ્રહ. કવિનાં ઉત્તમ કાવ્યો આ સંગ્રહમાં ગ્રંથસ્થ થયાં હોઈ આ કાવ્યસંગ્રહ પ્રતિનિધિરૂપ બન્યો છે. તેમની ગણના ક્રાંતિકારી કે પ્રયોગવીર તરીકે થતી હોવા છતાં તે કોઈ કહેવાતા આંદોલન કે ઝુંબેશ કે વાદના પુરસ્કર્તા નથી; કારણ કે તેમના રાજકીય ઉદ્દેશો કે વિચારસરણી તેમની સૂક્ષ્મ…
વધુ વાંચો >બેદી, રાજિન્દરસિંહ બાબાહીરાસિંહ
બેદી, રાજિન્દરસિંહ બાબાહીરાસિંહ (જ. 1 સપ્ટેમ્બર 1915, લાહોર; અ. 1984) : ઉર્દૂ તથા પંજાબી વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, અનુવાદક અને સંપાદક. માતા સીતાદેવી હિંદુ તથા બ્રાહ્મણ વંશનાં અને પિતા ખત્રી-શીખ હતા. જે ખત્રીઓ વેદને પોતાનો ગ્રંથ માને છે તેઓ ‘બેદી’ કહેવાય છે. પિતા પોસ્ટઑફિસમાં નોકરી કરતા હતા. ઘરની રહેણીકરણી હિંદુ તેમજ…
વધુ વાંચો >મખદૂમ, મોહિયુદ્દીન
મખદૂમ, મોહિયુદ્દીન (જ. 1908, હૈદરાબાદ નજીક; અ. 1969) : પ્રગતિશીલ ઉર્દૂ કવિ. તેઓ પ્રથમ પંક્તિના કવિ હતા. ‘મખદૂમ’ તેમનું તખલ્લુસ હતું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી 1927માં એમ.એ.ની પરીક્ષા પાસ કરી. બાળપણથી તેમને બે શોખ હતા : કવિતા લખવાનો અને ગરીબો પ્રત્યે હમદર્દી દાખવવાનો. બીજા શોખના પરિણામે તેઓ ઘણી વાર…
વધુ વાંચો >મઝહર ઇમામ
મઝહર ઇમામ (જ. 1930, દરભંગા, બિહાર) : ઉર્દૂના વિખ્યાત આધુનિક કવિ અને લેખક. ‘પિછલે મૌસમ કા ફૂલ’ નામના તેમના કાવ્યસંગ્રહ બદલ તેમને 1994ના વર્ષનો કેન્દ્રની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે મગધ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં અને બિહાર યુનિવર્સિટીમાંથી ફારસીમાં અનુસ્નાતક પદવી મેળવી છે. માત્ર 13 વર્ષની વયે તેમણે ટૂંકી વાર્તાઓ…
વધુ વાંચો >મઝહરી, અલ્લામા જમીલ
મઝહરી, અલ્લામા જમીલ (જ. 1904, પટણા; અ. 1980, પટણા) : ઉર્દૂના કવિ. તેઓ સૈયદ હોવાથી તેમનું પૂરું નામ સૈયદ કાઝિમ-અલી જમીલ મઝહરી લખવામાં આવે છે. તેમના ખાનદાનમાં સૈયદ મઝહર હસન એક સારા કવિ થઈ ગયા અને તેમના માટે કાઝિમઅલીને ખૂબ માન હતું; તેથી તેમના નામનો અંશ પોતાના નામ સાથે જોડીને…
વધુ વાંચો >મન્ટો, સઆદત હસન
મન્ટો, સઆદત હસન (જ. 1912, સંબ્રાલા, જિ. લુધિયાણા; અ. 1955, લાહોર, પાકિસ્તાન) : જાણીતા ઉર્દૂ વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક. તેમણે શિક્ષણ અમૃતસર અને અલીગઢમાં લીધું. 1939માં લગ્ન કર્યા બાદ અમૃતસર, લાહોર, દિલ્હી તથા મુંબઈ ખાતે વસવાટ કર્યા પછી ભારતના ભાગલા થતાં પાકિસ્તાનમાં જઈ વસ્યા. ત્રીશીની શરૂઆતમાં તેમણે તેમની સાહિત્યિક કારકિર્દીનો…
વધુ વાંચો >મરસિયા
મરસિયા : કાવ્યનો એક પ્રકાર. તેમાં મૃત્યુ પામનાર વ્યક્તિ માટે શોકની લાગણી વ્યક્ત કરવામાં આવે છે અને તે સાથે તેના ગુણ વર્ણવવામાં આવે છે. કોઈ આપત્તિ અથવા દુ:ખદ ઘટના વિશે લખાયેલ શોકગીતને પણ ‘મરસિયો’ કહેવામાં આવે છે. આ શબ્દ અરબી ભાષાના ‘રષા’ શબ્દ ઉપરથી બન્યો છે. અરબીમાં તેનો અર્થ રુદન…
વધુ વાંચો >