ઉર્દૂ સાહિત્ય

વજદ, સિકંદર અલી

વજદ, સિકંદર અલી (જ. 1904; અ. 1983) : ઉર્દૂના આધુનિક કવિ, જેમણે ‘અજંટા-ઇલોરા’ નામનું ભવ્ય કાવ્ય લખીને ઘણી નામના મેળવી છે. તેમણે 1925માં ઉસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદથી સ્નાતકની પદવી મેળવી અને 1927માં હૈદરાબાદ સિવિલ સર્વિસની પરીક્ષા પસાર કરીને સરકારી નોકરી સ્વીકારી હતી. હૈદરાબાદ રિયાસતમાં વિવિધ હોદ્દાઓ પર રહ્યા બાદ છેવટે તેઓ…

વધુ વાંચો >

વર્મા, બલરાજ

વર્મા, બલરાજ (જ. 10 જાન્યુઆરી 1932, પોસી, જિ. હોશિયારપુર, પંજાબ) : ઉર્દૂના લેખક. પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. થોડો વખત મુંબઈના ચલચિત્ર-જગતમાં કામગીરી કર્યા પછી 1945માં કેન્દ્ર સરકારની નોકરીમાં જોડાયા. 1981માં ઉપસચિવ તરીકે નિવૃત્ત. ત્યારબાદ 2 વર્ષ કેન્દ્રીય સંગીત નાટક અકાદમીમાં મદદનીશ સેક્રેટરી તથા ‘સંગીત નાટક’ નામક અંગ્રેજી ત્રૈમાસિકના સંપાદક તરીકે…

વધુ વાંચો >

વલી ગુજરાતી

વલી ગુજરાતી (જ. ?; અ. 1720થી 1725 વચ્ચે) : સત્તરમા-અઢારમા સૈકાના પ્રખ્યાત ઉર્દૂ ગઝલકાર. તેમની કવિતાએ ભાષા તથા વિષય બંને રીતે ઉર્દૂ કવિતાના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. તેમનું વતન ગુજરાત હતું કે ઔરંગાબાદ તે બાબતમાં ચરિત્રકારો તથા વિવેચકોમાં વર્ષોથી મતભેદ હોવા છતાં, ઉર્દૂ કવિતા ઉપર પડેલી તેમની અવિસ્મરણીય છાપ…

વધુ વાંચો >

વાજદ, સિકંદરઅલી

વાજદ, સિકંદરઅલી (જ. 1914 બિજાપુર; અ. 1983) : ઉર્દૂના કવિ તથા ન્યાયવિદ. પ્રારંભિક શિક્ષણ ઔરંગાબાદમાં. 1935માં ઓસમાનિયા યુનિવર્સિટીમાંથી બી. એ.. 1937માં હૈદરાબાદ સિવિલ સર્વિસ માટે પસંદગી, 1956માં સેશન્સ જજ તરીકે નિમણૂક. 1964માં સ્વૈચ્છિક નિવૃત્તિ અને એ જ વર્ષે અંજુમન તરક્કી ઉર્દૂ(હિંદ)ની મહારાષ્ટ્ર શાખાના પ્રમુખ ચૂંટાયા. 1970માં ‘પદ્મશ્રી’નું સન્માન; 1972માં રાજ્ય…

વધુ વાંચો >

વાધવાન, જગદીશ ચંદર

વાધવાન, જગદીશ ચંદર [જ. 5 ઑગસ્ટ 1918, ગુજરાનવાલા, પંજાબ (હાલ પાકિસ્તાનમાં)] : ઉર્દૂ વિવેચક અને પંડિત. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી હતી. તેમણે વેપારની સાથોસાથ લેખનકાર્ય કર્યું. અત્યાર સુધીમાં તેમણે બે ગ્રંથો આપ્યા છે. ‘મન્તોનામ’ (1989); ‘ક્રિશ્ર્ન ચંદર  શખ્શિયત ઔર ફન’ (1993) એ બંને તેમના જાણીતા સંશોધન અને વિવેચનસંગ્રહ…

વધુ વાંચો >

શકીલ બદાયૂની

શકીલ બદાયૂની (જ. 3 ઑગસ્ટ 1916, બદાયૂં, ઉત્તરપ્રદેશ; અ. 20 એપ્રિલ 1970) : શાયર અને ચલચિત્રોના ગીતકાર. ચલચિત્રો માટે અર્થપૂર્ણ ગીતો રચનારા શકીલ બદાયૂનીના પિતા મૌલાના જમીલ એહમદ ઓખ્તા કાદરી એવું ઇચ્છતા હતા કે શકીલ ભણીગણીને કાબેલ બને, એટલે તેમણે તેને ઘેર બેઠાં જ અરબી, ફારસી, ઉર્દૂ અને હિંદીનું શિક્ષણ…

વધુ વાંચો >

શફિકા ફરહાત

શફિકા ફરહાત : જુઓ ફરહાત શફિકા.

વધુ વાંચો >

શફીઉદ્દીન નય્યર

શફીઉદ્દીન નય્યર : જુઓ નય્યર શફીઉદ્દીન.

વધુ વાંચો >

શબાબ લલિત (ભગવાનદાસ)

શબાબ લલિત (ભગવાનદાસ) [જ. 3 ઑગસ્ટ 1933, ખાનગઢ, જિ. મુઝફ્ફરગઢ (હાલ પાકિસ્તાનમાં)] : ઉર્દૂ કવિ. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં એમ.એ., ઉર્દૂમાં એમ.એ., પીએચ.ડી. તથા બી.એડ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ પબ્લિસિટી ઑફિસર તરીકે સેવાનિવૃત્ત થયા પછી લેખનકાર્યમાં જોડાયા. તેઓ અંજુમન તરક્કી-એ-ઉર્દૂ (હિંદ), હિમાચલ પ્રદેશ…

વધુ વાંચો >

શમશેર સિંઘ (શેર)

શમશેર સિંઘ (શેર) (જ. 10 ઑક્ટોબર 1926, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)) : પંજાબી અને ઉર્દૂ કવિ. તેઓ ડેન્માર્કમાં રેડિયો સબરંગના નિયામક; ઇન્ડિયન આર્ટ પ્રમોશન કાઉન્સિલ, ડેન્માર્કના અધ્યક્ષ; ઇન્ટરનૅશનલ પંજાબી કલ્ચરલ ફાઉન્ડેશનના અધ્યક્ષ; ઉર્દૂ અઠવાડિક ‘શેર-એ-હિંદ’, ‘અમન’ મૅગેઝીન, કૉપનહેગન(ડૅન્માર્ક)ના સંપાદક રહ્યા હતા. તેમણે પંજાબી ઉપરાંત ઉર્દૂ અને હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >