ઉપેન્દ્ર રાવળ

અપૃષ્ઠવંશી

અપૃષ્ઠવંશી (Invertebrates) કરોડસ્તંભ વિનાનાં પ્રાણીઓ. પ્રાણીજગતમાં અનેક પ્રકારનાં પ્રાણીઓ જોવા મળે છે. તેમનામાં રહેલાં સામ્ય અને ભેદને અનુસરીને પ્રાણીસમૂહોનું વર્ગીકરણ કરવામાં આવે છે. આવા બે મોટા સમૂહોને (1) અપૃષ્ઠવંશી અને (2) પૃષ્ઠવંશી તરીકે ઓળખવામાં આવે છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓને પૃષ્ઠબાજુએ આધાર આપનાર કરોડસ્તંભ હોતો નથી, જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓને કરોડસ્તંભ હોય છે.…

વધુ વાંચો >

આર્કિયૉપ્ટેરિકસ

આર્કિયૉપ્ટેરિકસ : જીવાવશેષ સ્વરૂપમાં જાણીતું પક્ષી જેવું પ્રાણી. પૂર્વજ તરીકે જાણીતા કાગડાથી સહેજ મોટા કદનું પક્ષી. તે ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ સરીસૃપ અને વિહગ વર્ગનાં લક્ષણોનો સમન્વય દર્શાવતું હોવાથી સંયોગી કડી (connectinglink) તરીકે ઓળખાય છે. ‘આર્કિયૉપ્ટેરિકસ’ શબ્દનો અર્થ થાય છે ‘આદિ પાંખો ધરાવનાર’. આ પ્રાણી ઊડી શકવા માટે સમર્થ ન હતું. પરંતુ…

વધુ વાંચો >

આંખ

આંખ (Eye) : ઘણાં પ્રાણીઓમાં જોવા મળતું પ્રકાશ-સંવેદી અંગ. પ્રાણીઓ અને તેની આસપાસના પર્યાવરણ વચ્ચે સંવેદના (sensation) અને પ્રતિભાવ(response)ની આપલે સતત થતી જોવા મળે છે, જેમાં ર્દષ્ટિ અને તેનું અંગ આંખ મુખ્ય છે. આંખને ‘દર્શનેન્દ્રિય’ પણ કહે છે. ગર્ભવિકાસ દરમિયાન બાહ્ય સ્તરમાંથી ઉદભવતું આ સંવેદી અંગ સામાન્ય રીતે જોડ(pair)માં હોય…

વધુ વાંચો >

ઊંટ

ઊંટ : ‘રણના વહાણ’ તરીકે જાણીતું પ્રાણી. સસ્તન; શ્રેણી : સમખુરીય (artiodactyla); કુળ : કૅમૅલિડે; પ્રજાતિ અને જાતિ : Camelus dromodarius (ભારતનું સામાન્ય વતની). ઊંટ રેતી ઉપર ચાલવા માટે અનુકૂળ પહોળા પગ, જરૂર પડ્યે બંધ થઈ જાય એવાં નાસિકાછિદ્રો અને અંતર્ગઠિત પાંપણ ધરાવે છે. આમ તો ઊંટની બે જાતો હોય…

વધુ વાંચો >

કબૂતર

કબૂતર : રાખોડી, સફેદ કે વિવિધ રંગોમાં, સમૂહમાં જોવા મળતું અને કૂવા, વાવ કે મકાનના ઝરૂખાની છત વગેરેમાં માળા બનાવતું એક શાંતિપ્રિય-નિર્દોષ પક્ષી. કબૂતર દુનિયાના ઘણાખરા દેશોમાં મળી આવે છે. સમૂહમાં ચણવાની તેની ટેવને કારણે તે હંમેશા બધાંને મનોરંજન પૂરું પાડે છે. તેનું વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય –…

વધુ વાંચો >

ખડમાંકડી

ખડમાંકડી (praying mantis) : શ્રેણી dictyoptera, કુળ Mantidaeનો સામાન્યપણે ભજની (પ્રાર્થી) – મૅન્ટિસ તરીકે ઓળખાતો કીટક. ખડ(ઘાસ)ના રંગનું અને તેના જેટલું પાતળું દેખાતું આ જીવડું આશરે 5.0 સેમી. જેટલું લાંબું હોય છે, તેના અગ્રપાદો કંટકયુક્ત હોય છે, જ્યારે તેની આંખ ઊપસેલી દેખાય છે. લાંબા અગ્રપાદો ધરાવતું આ પ્રાણી વિશ્રામ સ્થિતિમાં…

વધુ વાંચો >

ગરુડ (1)

ગરુડ (1) : સિંચાનક (Falconiformes) શ્રેણીનું અને એક્સિપિટ્રિડી કુળનું સમડીને મળતું મોટું શિકારી પક્ષી. પુરાણોમાં તે ભગવાન વિષ્ણુના વાહન તરીકે જાણીતું છે. તેથી તેને ભારતીય પરંપરાને અનુરૂપ ગૌરવશાળી સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત માથે ટાલવાળાં ગરુડ(bald eagle, Haliacetus leucocephalus)ને ઉત્તર અમેરિકાએ રાષ્ટ્રીય પક્ષી તરીકે માનવંતું સ્થાન આપ્યું છે. Accipitridae કુળનાં…

વધુ વાંચો >

ગીધ (vulture)

ગીધ (vulture) : શ્રેણી સિંચાનક(Falconiformes)નું મૃતભક્ષી, માંસાહારી પક્ષી. તે બે પ્રકારનાં હોય છે. પૌરસ્ત્ય ગોળાર્ધ ગીધ (old world vulture) અને પાશ્ચાત્ય ગોળાર્ધ ગીધ (new world vulture). આમ તો બંને સમૂહનાં ગીધ દેખાવમાં એકસરખાં હોય છે. ગીધના શીર્ષ અને ગ્રીવાના ભાગો પીછાંવિહોણા હોય છે, જ્યારે આ ભાગની ત્વચાનો રંગ નોંધપાત્ર હોય…

વધુ વાંચો >

ઘુવડ (owl)

ઘુવડ (owl) : Strigiformes શ્રેણીનું નિશાચર શિકારી પક્ષી. દુનિયાભરમાં તે અપશકુનિયાળ ગણાય છે; પરંતુ વાસ્તવિક રીતે તે એક માનવોપયોગી પક્ષી છે; કારણ કે તે માનવસ્વાસ્થ્યને જોખમી ઉંદર, ઘૂસ અને કીટકનું ભક્ષણ કરી માનવને હાનિ થતી અટકાવે છે. નાનાં ઘુવડ, કીટક અને ઉંદર જેવાં અને મોટાં ઘુવડ સસલાં, ઘૂસ અને સાપ…

વધુ વાંચો >

ચકલી

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >