ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

ગાંધી, પ્રવીણચંદ્ર

ગાંધી, પ્રવીણચંદ્ર (જ. 25 ઑગસ્ટ 1922; અ. 9 માર્ચ 2010) : દેના બૅન્કના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર. પિતાનું નામ વરજીવન અને માતાનું નામ ગુણવંતીબહેન. 1969માં રાષ્ટ્રીયકરણ થયા પછી કસ્ટોડિયનપદે નિમાયા. પ્રવીણચંદ્ર ગાંધીની વૈવિધ્યપૂર્ણ – દશકોની કારકિર્દીમાં તેઓ ભારતીય ભાષાનાં અખબારોના સંગઠન, ઇન્ડિયન ન્યૂઝ પેપર્સ સોસાયટી, પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા, ભારતીય…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત વેપારી મહામંડળ

ગુજરાત વેપારી મહામંડળ (Gujarat Chamber of Commerce & Industry) : ગુજરાત રાજ્યનાં ઉદ્યોગ તથા વ્યાપારનાં હિતોનું પ્રતિનિધિત્વ કરતી મધ્યવર્તી સંસ્થા. તેની સ્થાપના ફેબ્રુઆરી 1949માં થઈ હતી. 1948–49 દરમિયાન અમદાવાદ નગરના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના કેટલાક અગ્રણીઓ સારાભાઈ છોટાલાલ કાશીપારેખ, ગિરધરલાલ દામોદરદાસ, ભોગીલાલ સુતરિયા અને આનંદી ઠાકોરના પ્રયાસને પરિણામે આ સંસ્થા સ્થપાઈ. તેના…

વધુ વાંચો >

ગેટ્સ, બિલ (વિલિયમ હેનરી)

ગેટ્સ, બિલ (વિલિયમ હેનરી) (જ. 28 ઑક્ટોબર 1955, સિયૅટલ, વૉશિંગ્ટન) : વિશ્વનો અને ઇતિહાસનો સૌથી નાની વયનો ધનકુબેર. માઇક્રોસૉફ્ટ કૉર્પોરેશનનો માલિક અને મુખ્ય વહીવટકર્તા. સૉફ્ટવેરનો સર્વોચ્ચ સોદાગર. તેને 12 વર્ષની નાની વયથી કમ્પ્યૂટરનું ભારે આકર્ષણ હતું અને એ જ અરસામાં સૉફ્ટવેરની શરૂઆત કરી કમ્પ્યૂટરની બેઝિક લૅંગ્વેજ વિકસાવી. 15 વર્ષની વયે…

વધુ વાંચો >

ગોદરેજ અદી

ગોદરેજ અદી (જ. 3 એપ્રિલ, 1942, મુંબઇ -) : પ્રસિદ્ધ ભારતીય સાહસિક ઉદ્યોગપતિ, ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન. વર્ષ 2021માં ગોદરેજ ગ્રૂપના ચૅરમૅન તરીકે નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારબાદ તેમને સન્માનીય ચૅરમૅન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પિતા બુર્જોજી ગોદરેજ. માતા જય ગોદરેજ. પત્ની પરમેશ્વર ગોદરેજ. પરમેશ્વર ગોદરેજ પ્રસિદ્ધ સેલિબ્રિટી હતાં, જેનું…

વધુ વાંચો >

ગોદરેજ, અરદેશર

ગોદરેજ, અરદેશર  (જ. 1868, અ. 1936, મુંબઈ) : ગોદરેજ ઔદ્યોગિક સામ્રાજ્યના સ્થાપક. વીસમી સદીના મહાન પારસી ઉદ્યોગપતિ. ભારતમાં તાળાં ઉદ્યોગમાં પરિવર્તનનો પવન ફૂંકનાર સ્વદેશી ઉદ્યોગપતિ. ભારતમાં તિજોરીનો પર્યાય બનેલી ગોદરેજની તિજોરીના નિર્માતા. દુનિયામાં પહેલી વાર વનસ્પતિ સાબુ બનાવીને સાબુઉદ્યોગમાં એક નવો જ ચીલો ચાતરનાર ઇનૉવેટર. વ્યક્તિગત રીતે કરકસરમાં માનતા, પરંતુ…

વધુ વાંચો >

ગોદામ

ગોદામ : વેચાણપાત્ર માલને સંઘરવાનું અને જાળવવાનું સ્થળ. વર્તમાન યુગમાં ઉપભોક્તાઓની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોવાથી, વસ્તુના ઉત્પાદન અને ઉપભોગ વચ્ચેના સમયગાળામાં માલના સંગ્રહ અને જાળવણીના હેતુસર ગોદામો ઉપયોગી બને છે. કેટલીક વાર અમુક વસ્તુઓનું ઉત્પાદન મોસમી હોય પણ ઉપયોગ સતત હોય, તો કેટલીક વસ્તુઓનું ઉત્પાદન સતત…

વધુ વાંચો >

ચલણ (currency)

ચલણ (currency) કોઈ પણ દેશમાં વિનિમયના માધ્યમ તરીકે વપરાતી કાયદેસર અને સર્વસ્વીકૃત હોય એવી વસ્તુ અને તેની પ્રથા. દરેક દેશમાં વિનિમયના માધ્યમ તરીકે વપરાતી વસ્તુ કે ચલણ જુદું જુદું હોય છે. ચલણનો અર્થ નાણું નથી; પરંતુ કોઈ પણ એક જ દેશના સંદર્ભમાં ચલણ અને નાણું પર્યાય તરીકે વપરાય છે. જુદા…

વધુ વાંચો >

ચલણ (ભારતીય)

ચલણ (ભારતીય) : દેશની સરકાર દ્વારા અધિકૃત વિનિમય-માધ્યમ. કોઈ પણ દેશના બધા જ લોકો દ્વારા વસ્તુઓ અને સેવાઓની આપ-લે કરવાના માધ્યમ તરીકે વપરાતા ધાતુના સિક્કા કે ખાસ પ્રકારના કાગળની નોટો. તે દેશની સરકાર અથવા મધ્યસ્થ બૅંક બહાર પાડે છે અને તે સમગ્ર દેશમાં કાયદેસર અમર્યાદિત સ્વીકૃતિ ધરાવે છે, જેને સરકારના…

વધુ વાંચો >

ચલણી નોટ

ચલણી નોટ : આધુનિક જમાનામાં વૈશ્વિક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે. ઓછા મૂલ્યવાળા નાણાકીય એકમો માટે હવે સિક્કાઓ ચલણમાં રાખવામાં આવે છે જ્યારે વધુ…

વધુ વાંચો >