ઈશ્વરલાલ ઓઝા

હરિયૂપિયા

હરિયૂપિયા : હરિદ્વર્ણયૂપવાળું ઋગ્વેદોક્ત પ્રાચીન જનપદ (નગર). આ નગર પાસે લડાયેલા દસ રાજાઓના યુદ્ધનો ઉલ્લેખ ઋગ્વેદમાં ઋચા 8/33/2 અને 83/4માં કરાયો છે. ઋગ્વેદિક ભારતના અનેક લોકો સ્વાભાવિક રીતે નાનામોટા અનેક સમૂહોમાં વહેંચાયેલા હતા. તેઓ એકબીજા પર પ્રભુત્વ સ્થાપવા પ્રયત્ન કરતા હતા. પરિણામે અવારનવાર તેમની વચ્ચે યુદ્ધો થતાં. આવો પ્રથમ સંઘર્ષ…

વધુ વાંચો >

હસ્તી રાજા

હસ્તી રાજા : (1) સોમવંશના અવીક્ષિત કુળનો પૌરાણિક શાસક. તે આ વંશમાં થઈ ગયેલા વિખ્યાત જનમેજયના પુત્ર ધૃતરાષ્ટ્રનો પુત્ર હતો. (2) પૌરાણિક સમયમાં બીજા પણ હસ્તી રાજા થઈ ગયા છે. તેમના પિતાનું નામ સુહોત્ર, તેમની માતા જયન્તી અને તેમની પત્ની ત્રૈગર્તી યશોદા અર્થાત્ યશોધરા હતાં. (ભા. 9–21–19–20; વાયુ. 99–165). તેમને…

વધુ વાંચો >

હિક્સોસ (પ્રજા)

હિક્સોસ (પ્રજા) : સેમિટિક–એશિયાટિક આક્રમકોનું મિશ્ર જૂથ. તેઓ આશરે ઈ. પૂ. 1674માં ઉત્તર ઇજિપ્તમાં ફેલાઈ ગયા હતા અને ઈ. પૂ. 1674થી ઈ. પૂ. 1567 દરમિયાન ત્યાં શાસન કર્યું હતું. ગ્રીક ઇતિહાસકાર મેનેથોએ વિદેશી શાસકને માટે ‘હિક્સોસ’ શબ્દ વાપર્યો છે. તેને વિદેશી રાજવંશ તરીકે પણ ઓળખાવે છે. તેમણે ઇજિપ્તના સામ્રાજ્ય યુગનો…

વધુ વાંચો >

હિબ્રૂ (પ્રજા) (જ્યૂ યહૂદી)

હિબ્રૂ (પ્રજા) (જ્યૂ, યહૂદી) : એશિયા માઇનોરની એક જાતિ. હિબ્રૂ પ્રજા પેલેસ્ટાઇનમાં સ્થાયી થઈ એ પહેલાં એક સ્થળેથી તે બીજે સ્થળે ભટકતી હતી. બાઇબલની કથા અનુસાર હિબ્રૂ જાતિના જન્મદાતા અબ્રાહમ હતા. તેમણે અર છોડીને પેલેસ્ટાઇન તરફ મહાકૂચ કરી; પરંતુ આ પ્રદેશ રણવિસ્તાર હોઈ તેઓ ઇજિપ્ત ગયા જ્યાં પહેલેથી હિબ્રૂ પ્રજા…

વધુ વાંચો >

હિરોશિમા

હિરોશિમા : હૉન્શુ ટાપુના અગ્નિકાંઠે આવેલું જાપાનનું શહેર. વહીવટી પ્રાંત હિરોશિમાનું એ જ નામ ધરાવતું પાટનગર. ભૌગોલિક સ્થાન : 34° 24´ ઉ. અ. અને 132° 27´ પૂ. રે.. પશ્ચિમ હૉન્શુમાં ઓટા અને કિયો નદીના ત્રિકોણપ્રદેશ વચ્ચે રચાયેલા બેટ પર તે વસેલું છે. 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સર્વપ્રથમ અણુબૉમ્બ ત્યાં નાખવાને…

વધુ વાંચો >

હુમાયૂંનામા

હુમાયૂંનામા : મુઘલ શહેનશાહ બાબરની પુત્રી ગુલબદન બેગમે લખેલ હુમાયૂંનું જીવનચરિત્ર. ‘હુમાયૂંનામા’ની રચના ગુલબદન બેગમે અકબરની આજ્ઞાથી ઈ. સ. 1580થી 1590 વચ્ચે કરી. સ્વયં ગુલબદન બેગમ જ જણાવે છે તેમ જ્યારે હજરત ફિરદૌસ મકાની (બાબર) સ્વર્ગવાસી થયા ત્યારે પોતે આઠ વર્ષની હતી. તેથી બાબર વિશે તેને ઘણું જ ઓછું યાદ…

વધુ વાંચો >

હુષ્કપુર

હુષ્કપુર : પ્રાચીનકાલમાં સિથિયન રાજા હુષ્કે સ્થાપેલ નગર. કલ્હણના જણાવ્યા પ્રમાણે તે અશોક મૌર્યના વંશમાંથી ઊતરી આવેલો અને દામોદર સુદના મરણ પછી કાશ્મીરનો શાસક બન્યો હતો. રાજા હુષ્ક પછી જુષ્ક અને કનિષ્ક તેના ઉત્તરાધિકારીઓ બન્યા. રાજા હુષ્ક નવી નવી ઇમારતો બંધાવવાનો અને નગરો વસાવવાનો શોખીન હતો. તેથી તેણે અત્યારના બારામુલ્લા…

વધુ વાંચો >

હુંગ વુ (હોંગ વુ)

હુંગ વુ (હોંગ વુ) (જ. 21 ઑક્ટોબર 1328, હાઓ-ચાઉ, ચીન; અ. 24 જૂન 1398) : ચીન ઉપર આશરે 300 વર્ષ શાસન કરનાર મીંગ રાજવંશનો સ્થાપક. તેમનું મૂળ નામ ચુ યુઆન-ચાંગ હતું. તેમણે 1368થી 1398 સુધી ચીન પર શાસન કર્યું. કિશોરાવસ્થામાં અનાથ બન્યા હોવાથી તેઓ સાધુ બનીને મઠમાં દાખલ થયા હતા.…

વધુ વાંચો >

હેમુ

હેમુ (અ. 5 નવેમ્બર 1556, દિલ્હી) : સૂરવંશના દિલ્હીના સુલતાન આદિલશાહ(1554–56)નો હિંદુ વજીર અને શૂરવીર સેનાપતિ. તે રેવાડીનો વતની અને ધૂસર જ્ઞાતિનો વણિક હતો. તે ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો અને કરિયાણાની દુકાન ચલાવતો હતો. સૂરવંશના સુલતાન ઇસ્લામશાહે (1545–1554) તેને દિલ્હીના બજારોના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (શહના) નીમી દારોગા-ઈ-ડાક-ચૉકી અને લશ્કરના સેનાપતિ તરીકે…

વધુ વાંચો >