ઈશ્વરલાલ ઓઝા

ભૂમક

ભૂમક (અંદાજે ઈ.સ.ની પહેલી સદી) : પશ્ચિમ ભારતનો ક્ષહરાત વંશનો ઈસુની પહેલી સદીનો રાજા. ઈસુના આરંભનાં વર્ષોમાં પશ્ચિમ ભારત તથા ઉત્તર–દક્ષિણને જોડતા કેટલાક ભાગોમાં શક જાતિના ક્ષત્રપ રાજાઓની આણ પ્રવર્તતી હતી. ભૂમકને લગતી માહિતી માત્ર એના સિક્કાઓમાંથી જ મળે છે. સિક્કાઓમાં એને એક જગ્યાએ ‘છત્રપછહરાત’ તરીકે જ્યારે બીજી જગ્યાએ ‘ક્ષહરાતક્ષત્રપ’…

વધુ વાંચો >

ભૂમિમિત્ર

ભૂમિમિત્ર : મગધનો કણ્વવંશનો રાજા. ઈ. પૂ. 75માં વસુદેવ નામના અમાત્યે તેના માલિક દેવભૂમિને મારી નંખાવીને મગધમાં નવો વંશ સ્થાપ્યો. તે વંશ તેના ગોત્ર પરથી કણ્વ કે કણ્વાયન તરીકે જાણીતો થયો. આ વંશમાં વસુદેવ, ભૂમિમિત્ર, નારાયણ અને સુશાર્મણ નામે રાજા થઈ ગયા. પુરાણોમાં જણાવ્યા મુજબ આ વંશને આંધ્રોએ ફગાવી દીધો…

વધુ વાંચો >

ભૂષણ

ભૂષણ (જ. ત્રિવિક્રમપુર, કાનપુર; હયાત 1613–1715ના અરસામાં) : હિન્દી રીતિકાલના પ્રમુખ કવિ. મૂળ નામ બીરબલ. પિતાનું નામ રત્નાકર ત્રિપાઠી. બીરબલને પાછળથી ચિત્રકૂટપતિ હૃદયરામના પુત્ર રુદ્ર સોલંકીએ ‘ભૂષણ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા; જોકે વિદ્વાનો ભૂષણને પતિરામ યા મનિરામ તરીકે પણ નિર્દેશે છે. કવિ ભૂષણના મુખ્ય આશ્રયદાતા મહારાજા શિવાજી તથા છત્રસાલ બુંદેલા…

વધુ વાંચો >

ભૃગુઓ–ભૃગુક્ષેત્ર

ભૃગુઓ–ભૃગુક્ષેત્ર : એક અતિપ્રાચીન ઋષિકુળ. અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમના વિશે માહિતી પ્રાપ્ય છે. તેમના આદ્યપુરુષ ભૃગુ હતા અને તેમના નામે ભાર્ગવવંશ ઓળખાયો. બ્રહ્માના આઠ પુત્રોમાં ભૃગુ, અંગિરસ, મરીચિ, અત્રિ, વસિષ્ઠ, પુલસ્ત્ય, પુલહ અને ક્રતુનો ઉલ્લેખ છે. જ્યારે વિષ્ણુપુરાણના જણાવ્યા પ્રમાણે ભૃગુ બ્રહ્માના માનસપુત્ર હતા અને દસ…

વધુ વાંચો >

ભોસલે

ભોસલે : છત્રપતિ શિવાજીનું કુળ. મરાઠાઓમાં ભોંસલે કુળના સરદારો ચિતોડ અને ઉદયપુરના સિસોદિયા રાણાઓના વંશજો હોવાનો દાવો કરે છે. ચૌદમી સદીના આરંભમાં અલાઉદ્દીન ખલજીએ ચિતોડનું રાજ્ય ઉજ્જડ કરી દીધા પછી તેમના કુટુંબના કેટલાક સભ્યો દક્ષિણમાં ગયા. અહમદનગરના નિઝામશાહી સુલતાનની સેવામાં રહેલા મલિક અંબરે યુદ્ધો અને વહીવટમાં હિંદુઓનો સહકાર મેળવીને મુઘલોની…

વધુ વાંચો >

મશરીકી, ઇનાયતુલ્લાખાન

મશરીકી, ઇનાયતુલ્લાખાન (જ. 25 ઑગસ્ટ 1888, અમૃતસર; અ. 25 ઑગસ્ટ 1963, પાકિસ્તાન) : ખાકસાર નેતા, હિન્દુ-મુસ્લિમ એકતાના સમર્થક, કેળવણીકાર. મશરીકીનો જન્મ અરજીઓ લખવાનો વ્યવસાય કરનાર અતા મુહમ્મદના પરિવારમાં થયો હતો. તેમને અલ્લામા મશરીકી તરીકે પણ ઓળખવામાં આવે છે. મુસલમાનોમાં ધાર્મિક અને સામાજિક સુધારણાક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જનાબ મશરીકી…

વધુ વાંચો >

મહેતાબ, હરેકૃષ્ણ (ડૉ.)

મહેતાબ, હરેકૃષ્ણ (ડૉ.) (જ. 4 નવેમ્બર 1899, અગરપરા, જિ. બાલાસોર, ઓરિસા; અ. 2 જાન્યુઆરી 1987, ભુવનેશ્વર) : સ્વાતંત્ર્ય-સેનાની, ઓરિસાના મુખ્યમંત્રી, મુંબઈ રાજ્યના રાજ્યપાલ. તેઓ ઓરિસાના વિખ્યાત ખેત્રી કુટુંબના જમીનદાર કૃષ્ણચંદ્રદાસના પુત્ર હતા. આમ છતાં તેમના પાલક પિતા જગન્નાથ મહેતાબ તથા માતા તોફા બીબી હતાં. તેમણે માધ્યમિક શિક્ષણ કટકની ભદ્રક હાઇસ્કૂલમાં…

વધુ વાંચો >

માલ્કમ, જૉન (સર)

માલ્કમ, જૉન (સર) (જ. 2 મે 1769, બર્નફુટ, સ્કૉટલૅન્ડ; અ. 1833) : ભારતમાં બ્રિટિશ વહીવટદાર, મુત્સદ્દી અને મુંબઈનો ગવર્નર. સ્કૉટલૅન્ડના સામાન્ય ખેડૂતનો પુત્ર. 1782માં ઈસ્ટ ઇંડિયા કંપનીની નોકરીમાં સૈનિક તરીકે શરૂઆત કરી. તેણે પ્રામાણિકતા, પરિશ્રમ અને સર્વતોમુખી પ્રતિભા દ્વારા બ્રિટિશ રાજકર્તાઓ માટે ઉચ્ચ અભિપ્રાય સંપાદન કર્યો. તે ટીપુ સુલતાન અને…

વધુ વાંચો >

માલ્ટા

માલ્ટા : ભૂમધ્ય સમુદ્રની મધ્યમાં યુરોપ અને આફ્રિકા વચ્ચે આવેલો નાનકડો ટાપુ – દેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 53´ ઉ. અ. અને 14° 27´ પૂ. રે. પર, સિસિલીથી દક્ષિણે આશરે 50 કિમી.ને અંતરે આવેલો છે. વાસ્તવમાં તો તે દ્વીપસમૂહ છે. તેમાં વસ્તીવાળા ત્રણ ટાપુઓ માલ્ટા, ગોઝો અને કોમિનો તથા…

વધુ વાંચો >

મિતાની રાજ્ય

મિતાની રાજ્ય : ઉત્તર મેસોપોટેમિયામાં આવેલું એક પ્રાચીન રાજ્ય. ઈ. સ. પૂ. 1500થી ઈ. સ. પૂ. 1360 દરમિયાન તેનું અસ્તિત્વ હતું. તેની જાહોજલાલી વખતે પૂર્વમાં ઝાગ્રોસ પર્વતો તથા પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર સુધી તેનો વિસ્તાર થયો હતો. તેનું પાટનગર વસુક્કની ખાબુર નદીના પ્રદેશમાં આવેલું હતું. મેસોપોટેમિયા અને સીરિયામાં ઇન્ડો-ઈરાનિયનોએ સ્થાપેલાં કેટલાંક…

વધુ વાંચો >