ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ

અચળ પ્રમાણનો નિયમ

અચળ પ્રમાણનો નિયમ (law of definite proportion) : રાસાયણિક સંયોજનનો એક નિયમ. ‘‘એક જ રાસાયણિક સંયોજનના બધા શુદ્ધ નમૂનાઓમાં એક જ પ્રકારનાં રાસાયણિક તત્વો એક જ વજન પ્રમાણમાં જોડાયેલાં હોય છે.’’ દા. ત., સિલ્વર ક્લોરાઇડને વિવિધ રીતે બનાવીએ તોપણ સિલ્વરનું વજન : ક્લોરિનનું વજન હંમેશાં 107.868 : 35.453 હોય છે.…

વધુ વાંચો >

અજલીય દ્રાવકો

અજલીય દ્રાવકો (nonaqueous solvents) જળ સિવાયનાં દ્રાવકો. દ્રાવ્ય(solute)ને દ્રાવણ (solution) સ્વરૂપમાં મેળવવા માટે વપરાતા પ્રવાહીને દ્રાવક (solvent) કહેવામાં આવે છે. અજલીય દ્રાવકોનો ઉપયોગ સંશ્ર્લેષણ, વિશ્ર્લેષણ અને અન્ય રાસાયણિક પ્રક્રિયાઓમાં કરવામાં આવતાં તેઓની અગત્ય વધી છે. પાણીમાં ન થઈ શકે તેવી પ્રક્રિયાઓ અજલીય દ્રાવકોમાં સફળતાપૂર્વક કરી શકાય છે. દા.ત., પ્રવાહી એમોનિયામાં…

વધુ વાંચો >

અણુ

અણુ (molecule) : રાસાયણિક સંયોજનનો, તેના સંઘટન (composition) તથા રાસાયણિક ગુણધર્મોને પ્રતિબિંબિત કરતો નાનામાં નાનો મૂળભૂત (fundamental) એકમ. રાસાયણિક પ્રક્રિયામાં આ કણ ભાગ લે છે. અણુનું વિભાજન થતાં મૂળ પદાર્થ કરતાં ભિન્ન સંઘટન અને ભિન્ન રાસાયણિક ગુણધર્મો ધરાવતા કણો કે પરમાણુઓ મળે છે. પરમાણુઓ એકબીજાની પાસે આવે છે ત્યારે તેમનાં…

વધુ વાંચો >

અણુભાર (Molecular weight)

અણુભાર (Molecular weight) ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી (IUPAC) પ્રમાણે કાર્બનના સમસ્થાનિક(isotope)(C-12)ના વજનના બારમા ભાગ કરતાં કોઈ પણ પદાર્થનો અણુ કેટલા ગણો ભારે છે તે દર્શાવતો આંકડો. એક મોલ (mole) (6.02 × 1023 અણુ) પદાર્થના વજનને ગ્રામ અણુભાર (ગ્રામ મોલ) કહે છે. કોઈ પણ પદાર્થના અણુસૂત્રમાં રહેલાં તત્વોના…

વધુ વાંચો >

આઇગન, માનફ્રેડ

આઇગન, માનફ્રેડ (જ. 9 મે  1927, બોકમ, જર્મની, અ. 6 ફેબ્રુઆરી 2019, ગોટીનજન, જર્મની) : જર્મન વૈજ્ઞાનિક. અતિ ઝડપી રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ બદલ તેમને 1967માં રૉનાલ્ડ નોરીશ અને જ્યૉર્જ પૉર્ટર સાથે રસાયણશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. તેમણે ગટિંગન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1951માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તે જ વર્ષમાં…

વધુ વાંચો >

આયન

આયન (Ion) : એક કે વધુ ધન કે ઋણ વિદ્યુતભાર ધરાવનાર પરમાણુ કે પરમાણુઓનો સમૂહ. ધનભારવાહી આયનને ધનાયન(cation) અને ઋણભારવાહી આયનને ઋણાયન(anion) કહે છે. તટસ્થ પરમાણુઓ કે અણુઓ ઇલેક્ટ્રૉન ગુમાવીને કે મેળવીને આયનમાં રૂપાંતરિત થાય છે. આયનનું બીજા કણો સાથે જોડાણ થવાથી અથવા સહસંયોજક બંધનું અસમાન વિખંડન થવાથી પણ આયનો…

વધુ વાંચો >

આયનયુગ્મ

આયનયુગ્મ (ion pair) : પરસ્પર વિરુદ્ધ (ધન અને ઋણ) વીજભાર ધરાવતા કણો(સામાન્ય રીતે વીજભારિત પરમાણુઓ કે અણુઓ)નું દ્વિક (duplex). ભૌતિકશાસ્ત્રની દૃષ્ટિએ આયનયુગ્મ એટલે તટસ્થ પરમાણુ/અણુને પૂરતી ઊર્જા આપવાથી તેનું સમક્ષણિક રીતે (simultaneously) ધન અને ઋણ વીજભારવાળા બે ટુકડાઓમાં (અનુક્રમે ધનાયન અને ઋણાયનમાં) વિભાજન થઈ, બંનેના એકસાથે રહેવાથી અસ્તિત્વમાં આવતું જોડકું.…

વધુ વાંચો >

આયનવૃતિક વીજધ્રુવો

આયનવૃતિક વીજધ્રુવો (ion-selectiveelectrodes, ISE) : વિવિધ આયનો પ્રત્યે વરણાત્મક (selective) સંવેદનશીલતા ધરાવતા વીજધ્રુવો. શરૂઆતમાં આ વીજધ્રુવોને ‘વિશિષ્ટ આયન વીજધ્રુવો’ (specific-ion electrodes) કહેવામાં આવતા હતા; પણ આવા વીજધ્રુવો કોઈ એક આયન માટે વિશિષ્ટ (specific) ન હોતાં બીજા આયનોની સરખામણીમાં તે કોઈ એક આયન પ્રત્યે વરણક્ષમતા (વૃતિકતા, લક્ષિતા) (selectivity) ધરાવતા હોવાથી તેમને…

વધુ વાંચો >

આયનિક પ્રબળતા

આયનિક પ્રબળતા (Ionic Strength) : દ્રાવણમાંના આયનોને લીધે ઉત્પન્ન થતા વૈદ્યુત ક્ષેત્રનું માપ દર્શાવતું ફલન. સંજ્ઞા I અથવા μ. આયનિક દ્રાવણોના ઘણા ગુણધર્મો આયનિક વીજભારો વચ્ચેની સ્થિરવૈદ્યુત (electrostatic) પારસ્પરિક ક્રિયા(interaction)ને કારણે ઉદભવતા હોય છે. આ ફલન એ દ્રાવણમાં રહેલા વિદ્યુતીય પર્યાવરણનું માપ છે. 1921માં લૂઈસ અને રૅન્ડલે સક્રિયતાગુણાંક અને દ્રાવ્યતા…

વધુ વાંચો >

આયનિક સંતુલન

આયનિક સંતુલન (Ionic Equilibrium) : ઓછામાં ઓછી એક આયની જાતિ (ionic species)ઉત્પન્ન થાય, વપરાય કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં સ્થાનાંતરિત થાય તેવી સંતુલિત રાસાયણિક પ્રક્રિયા. આયનિક સંતુલન નીચે દર્શાવેલ બાબતોમાં રાસાયણિક સંતુલનને મળતું આવે છે. (1) જો આયનીકરણ ઉષ્માશોષક હોય તો લ શેટેલિયરના સિદ્ધાંત અનુસાર તાપમાનમાં વધારો થતાં આયનીકરણની માત્રામાં…

વધુ વાંચો >