ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ

ક્વિનહાઇડ્રોન વીજધ્રુવ

ક્વિનહાઇડ્રોન વીજધ્રુવ : સમઅણુ પ્રમાણમાં ક્વિનોન (Q) અને હાઇડ્રોક્વિનોન (QH2) (ક્વિનહાઇડ્રોન) ધરાવતો સંદર્ભ વીજધ્રુવ. 1921માં બિલમૅને દ્રાવણનાં pH મૂલ્યો (H+ આયન સાંદ્રતા) માપવા માટે તેનો ઉપયોગ સૂચવ્યો હતો. હાઇડ્રોક્વિનોન-ક્વિનોન એક અપચયન-ઉપચયન (reduction-oxidation) અથવા રેડૉક્સ પ્રણાલી છે જે નીચે પ્રમાણે દર્શાવી શકાય : સમઅણુ (1:1) પ્રમાણમાં લીધેલા Q અને QH2 એકબીજા…

વધુ વાંચો >

ક્વૉન્ટમ-નીપજ અથવા ક્વૉન્ટમક્ષમતા

ક્વૉન્ટમ-નીપજ અથવા ક્વૉન્ટમક્ષમતા : એક ક્વૉન્ટમ શોષાયેલી ઊર્જાને લીધે રાસાયણિક પરિવર્તન પામતા અણુઓની સંખ્યા Φ. ગણિતીય રૂપે કહેતાં :           ક્વૉન્ટમ-નીપજનો સૌપ્રથમ ખ્યાલ સ્ટાર્ક તથા આઇન્સ્ટાઇને (1910) આપેલો. તેનું મૂલ્ય એક કરતાં ઓછાથી માંડીને લાખ સુધીનું હોય છે. પ્રકાશ-રાસાયણિક સમતુલ્યતાના નિયમ મુજબ અણુ દ્વારા શોષાયેલા વિકિરણનો પ્રત્યેક ક્વૉન્ટમ પ્રકાશ-રાસાયણિક…

વધુ વાંચો >

પરમાણુનું બંધારણ

પરમાણુનું બંધારણ : તત્ત્વના સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા અંતિમ કણ(પરમાણુ)ની સંરચના. વિશ્વમાં આવેલા પદાર્થોનું બંધારણ સમજવા માટે ઘણાં વર્ષોથી વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા છે. પદાર્થ પોતે એક અખંડ અવિભક્ત વસ્તુ નથી, પરંતુ તે નાના કણોનો બનેલો છે. આ વિચાર સૌપ્રથમ ભારતીય અને ગ્રીક તત્ત્વજ્ઞાનીઓએ રજૂ કર્યો. તે અરસામાં અણુ અને…

વધુ વાંચો >

ફૅરડેના વિદ્યુતવિભાજનના નિયમો

ફૅરડેના વિદ્યુતવિભાજનના નિયમો : વિદ્યુતવિભાજન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાની માત્રા સમજાવતાં માઇકલ ફૅરડે દ્વારા રજૂ થયેલા બે નિયમો. આ નિયમો નીચે પ્રમાણે છે : (i) વિદ્યુતવિભાજન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાની માત્રા (amount) પસાર કરવામાં આવેલા વિદ્યુતજથ્થાના અનુપાતમાં હોય છે (m ∝ Q). (ii) પદાર્થના m જેટલા દળને છૂટું પાડવા અથવા…

વધુ વાંચો >

ફૉસ્ફાઇડ

ફૉસ્ફાઇડ : ફૉસ્ફરસનાં ધનવિદ્યુતીય (electropositive) ધાતુ સાથેનાં દ્વિગુણી (binary) સંયોજનો. ઇલેક્ટ્રૉનીય સંરચનાની ર્દષ્ટિએ ફૉસ્ફરસ તેની સૌથી બહારની કક્ષામાં ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રૉન (2p3) ધરાવે છે. આથી તે ધાતુઓની જેમ ઇલેક્ટ્રૉન ગુમાવીને PCl3 જેવાં સંયોજનો બનાવી શકે છે, જ્યારે અધાતુની જેમ ઇલેક્ટ્રૉન સ્વીકારીને પણ સંયોજનો બનાવી શકે છે; દા.ત., સોડિયમ, મૅગ્નેશિયમ, ઍલ્યુમિનિયમ…

વધુ વાંચો >

બરફ

બરફ : પ્રવાહી પાણી અથવા પાણીની બાષ્પના થીજી જવાથી બનતો રંગવિહીન ઘન પદાર્થ. તે પાણીનું સ્ફટિકમય અપરરૂપ (allotropic form) છે. સામાન્ય રીતે એક વાતાવરણના દબાણે પ્રવાહી પાણીનું તાપમાન 0° સે.થી નીચું જતાં પ્રવાહી ઘન (બરફ) સ્વરૂપમાં આવે છે. દા.ત., કરા રૂપે પડતો બરફ, નદી કે સમુદ્રમાં જોવા મળતો કે રેફ્રિજરેટરમાં…

વધુ વાંચો >

બૉહરનો સિદ્ધાંત

બૉહરનો સિદ્ધાંત : હાઇડ્રોજનના રેખિય વર્ણપટ(line spectrum)ને સમજાવવા માટે ડેનિશ ભૌતિકવિજ્ઞાની નીલ્સ બૉહરે 1913માં રજૂ કરેલો સિદ્ધાંત. આ માટે તેમણે પરમાણુની સંરચના અંગે વિકસાવેલું ચિત્ર ‘બૉહરના પ્રતિરૂપ’ (Bohr model) તરીકે જાણીતું છે. 1911માં અંગ્રેજ વિજ્ઞાની રૂધરફૉર્ડે પરમાણુનું જે પ્રતિરૂપ રજૂ કરેલું તેમાં પરમાણુના દળદાર નાભિક(nucleus)માં ધનવીજભાર અને તેની ફરતે ઋણવીજભારવાહી…

વધુ વાંચો >

બ્યુરેટ

બ્યુરેટ : ભારાત્મક (માત્રાત્મક) પૃથક્કરણ(quantitative analysis)માં પ્રવાહી(અથવા વાયુ)નું મેય (measurable) કદ નિયંત્રિત રીતે લેવા માટે પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતું ઉપકરણ. તે કાચની એક એવી લાંબી અને પોલી, અંકિત નળીની બનેલી હોય છે કે જેનો અંતર્વ્યાસ (bore) સમગ્ર અંકિત ભાગમાં એકસરખો હોય છે. તેનો એક છેડો સાંકડો હોય છે. આ ભાગમાં કાચની,…

વધુ વાંચો >

બ્રાઉનિયન ગતિ

બ્રાઉનિયન ગતિ (બ્રાઉની હલનચલન) (Brownian movement) : તરલમાં અવલંબિત કણોની ગતિજ સક્રિયતા (kinetic activity). પાણીમાં અવલંબિત પરાગકણો(pollen grains)નો સૂક્ષ્મદર્શક વડે અભ્યાસ કરતાં 1827માં વનસ્પતિવિદ રૉબર્ટ બ્રાઉને જોયું કે આ કણો અવિરત (ceaseless), યાર્દચ્છિક (random) અથવા વાંકીચૂંકી (zigzag) અને વૃંદન (swarming) ગતિ (motion) ધરાવે છે. આ ગતિ બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખાય…

વધુ વાંચો >