ઇલેક્ટ્રૉનિક્સ

ઉપગ્રહ સંદેશાવ્યવહાર

ઉપગ્રહ સંદેશાવ્યવહાર : માઇક્રોવેવ રેડિયો સંચારની એક પદ્ધતિ. વધુ ચેનલક્ષમતા મેળવવા માટે ઉચ્ચ આવૃત્તિ ધરાવતા માઇક્રોવેવ રેડિયો-તરંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ તરંગો સીધી લીટીમાં ગતિ કરે છે. આયનમંડળ (ionosphere) વડે તેમનું પરાવર્તન થતું નથી, પણ તેને ભેદીને તે આરપાર નીકળી જાય છે. માઇક્રોવેવ તરંગોના આવા ગુણધર્મોને લીધે સંચારનો…

વધુ વાંચો >

ઉપસહસંયોજકતા અથવા સવર્ગ સંયોજકતા (co-ordinate valency)

ઉપસહસંયોજકતા અથવા સવર્ગ સંયોજકતા (co-ordinate valency) : સહસંયોજકતા બંધનો વિશિષ્ટ પ્રકાર, જેમાં એક બંધ રચવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રૉનનું પ્રદાન એક જ પરમાણુ કરે છે અને બીજો તેનો સહભાગી (sharer) બને છે. આ કારણસર દાતા (donor) પરમાણુ ઉપર ધનવીજભાર અને સ્વીકારક (acceptor) પરમાણુ પર ઋણવીજભાર ઉત્પન્ન થાય છે. એટલે કે…

વધુ વાંચો >

ઉપસહસંયોજક સંયોજનો

ઉપસહસંયોજક સંયોજનો (Co-ordination Compounds) ઉપસહસંયોજક બંધ ધરાવનાર સંયોજનો. આ પ્રકારનાં સંયોજનોમાં એક કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ હોય છે, તે પોતાની આસપાસ અધાતુ પરમાણુઓ કે તેમના સમૂહો વડે આ પ્રકારના બંધથી સંલગ્ન થઈને વીંટળાયેલો હોય છે. કેન્દ્રસ્થ ધાતુ તટસ્થ પરમાણુ કે તેનો ધનાયન હોઈ શકે છે. જ્યારે ઉપસહસંયોજક બંધ વડે સંલગ્ન અધાતુ…

વધુ વાંચો >

ઉષ્મા-સંદીપ્તિ

ઉષ્મા-સંદીપ્તિ (thermoluminiscence) : સ્ફટિક કે કાચ જેવો પદાર્થ 450o સે. જેટલો ગરમ થતાં પ્રકાશનું થતું ઉત્સર્જન. આવા પદાર્થમાં રહેલી ખામી નજીક આવેલા કેટલાક પરમાણુઓના બાહ્ય ઇલેક્ટ્રૉન ઉત્તેજિત અવસ્થામાં હોવાથી હોય છે. તેથી પદાર્થને ગરમ કરતાં વધારાની ઊર્જા પ્રકાશરૂપે મુક્ત થતી હોય છે. ઉત્સર્જનની તીવ્રતા ખામીની સંખ્યા સાથે સાંકળી લઈ શકાય.…

વધુ વાંચો >

ઊર્જન

ઊર્જન (excitation) : કોઈ પ્રણાલી (system) કે સાધન-(apparatus)ના એક ભાગને ઊર્જા આપતાં બીજો ભાગ કોઈ વિશિષ્ટ કાર્ય કરે તે સ્થિતિ (અવસ્થા). અણુ કે પરમાણુના ઇલેક્ટ્રૉન અથવા ન્યૂક્લિયસને બહારથી ઊર્જા આપતાં ધરાવસ્થા(grouand state)માંથી ઊંચી ઊર્જા-અવસ્થા પ્રાપ્ત કરે તો તેને પણ ઊર્જન કહેવામાં આવે છે. કોઈ એક પ્રણાલી કે સાધનનું ઊર્જન પ્રણાલીમાં…

વધુ વાંચો >

એકર્ટ, જોહન પ્રેસ્પર

એકર્ટ, જોહન પ્રેસ્પર (જ. 9 એપ્રિલ 1919, પેન્સિલવેનિયા, યુ. એસ. એ. અ. 3 જૂન 1995 પેન્સિલવેનિયા, યુ. એસ. એ.) : ઇલેક્ટ્રૉનિક અંકીય (digital) કમ્પ્યૂટરનો સહશોધક અમેરિકન ઇજનેર. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ઇજનેરની પદવીઓ મેળવીને (1941, 1943) તેમણે ભૌતિકશાસ્ત્રી જે. ડબ્લ્યૂ. મોકલીના સહયોગમાં ઇલેક્ટ્રૉનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર ઍન્ડ કેલ્ક્યુલેટર(ENIAC)ની ડિઝાઇન નક્કી કરીને તેનું નિર્માણ…

વધુ વાંચો >

એક્સાઇટોન

એક્સાઇટોન (exciton) : એક ઘટક તરીકે સ્ફટિકમાં ગતિ કરવા માટે મુક્ત એવું, ઇલેક્ટ્રૉન અને હોલનું સંયોજન. (hole = સંયોજકતા પટ્ટમાં ઇલેક્ટ્રૉનના અભાવવાળી (સ્થિતિ). ઇલેક્ટ્રૉન તેમજ ધનહોલ ઉપર એકસરખો અને વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર હોવાથી, એક્સાઇટોન ઉપર એકંદરે કોઈ વિદ્યુતભાર નથી. આ હકીકત એક્સાઇટોનના અભિજ્ઞાન(detection)ને મુશ્કેલ બનાવે છે; પરંતુ પરોક્ષ રીતે તેનું…

વધુ વાંચો >

ઍન્ડરસન કાર્લ ડેવિડ

ઍન્ડરસન, કાર્લ ડેવિડ (જ. 3 સપ્ટેમ્બર 1905, ન્યૂયૉર્ક; અ. 11 જાન્યુઆરી 1991, સાન મેરિનો, કૅલિફૉર્નિયા) : સુપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી. પ્રતિદ્રવ્ય(anti-matter)ના પ્રથમ શોધિત કણ પૉઝિટ્રૉન કે ઍન્ટિઇલેક્ટ્રૉનની શોધ માટે 1936માં ભૌતિકશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક તેમને હેસ વિક્ટર ફ્રાંઝ સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું. 1930માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજી, પાસાડેનામાંથી પીએચ.ડી.ની…

વધુ વાંચો >

ઍન્ડરસન ફિલિપ વૉરન

ઍન્ડરસન ફિલિપ વૉરન (જ. 13 ડિસેમ્બર 1923, ઇન્ડિયાના-પોલિસ, ઇન્ડિયાના, યુ.એસ.; અ. 29 માર્ચ 2020 ન્યૂજર્સી, યુ. એસ.) : ઉચ્ચ ઇલેક્ટ્રૉનિક પરિપથિકી-(advanced electronic circuitry)માં કરેલા પ્રદાન માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભૌતિકશાસ્ત્રી.   હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી ત્યાં તેમણે 1949માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. એ વર્ષમાં ઍન્ડરસન બેલ ટેલિફોન લેબૉરેટરીઝમાં જોડાયા.…

વધુ વાંચો >

એફ-બ્લૉક તત્વો

એફ-બ્લૉક તત્વો : જેની 4f અને 5f ઊર્જા-સપાટીઓ ઇલેક્ટ્રૉનથી ભરાતી હોય તેવાં તત્વો. f–ઊર્જા-સપાટીમાં સાત કક્ષકો (orbitals) હોઈ તેમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે. આ તત્વોને અનુક્રમે લૅન્થેનાઇડ (સીરિયમથી લ્યૂટેશિયમ સુધીનાં 14 તત્વો) અને ઍક્ટિનાઇડ (થૉરિયમથી લોરેન્શિયમ સુધીનાં 14 તત્વો) તત્વો કહેવામાં આવે છે. આમાં બહારની કક્ષક પૂર્ણ…

વધુ વાંચો >