ઇલેક્ટ્રૉનિક્સ

અંકીય પરિપથ

અંકીય પરિપથ (digital circuits) વિભિન્ન (discrete) મૂલ્યોના આદાન વોલ્ટેજને અનુરૂપ વિભિન્ન મૂલ્યોના પ્રદાન વોલ્ટેજ-સ્તર પેદા કરતાં પરિપથ. ગણતરી કરવા માટે માણસ પહેલાં આંગળીઓનો ઉપયોગ કરતો હતો. આમાંથી 1, 2, …,9 એમ અંકો મળ્યા. શૂન્ય પાછળથી ઉમેરાયેલું છે. જે ક્રિયામાં સ્વતંત્ર (discrete) એકમોનો ઉપયોગ થાય તેને અંકીય પ્રવિધિ (digital process) કહે…

વધુ વાંચો >

આભાસી વાસ્તવિકતા

આભાસી વાસ્તવિકતા (Virtual Reality) : કૃત્રિમ માધ્યમમાં કાલ્પનિક ભૂમિકાનું સર્જન કરતી ટૅકનૉલૉજી. આભાસી વાસ્તવિકતા ભારે વિસ્મયકારક કૃતિ કે કરામત નથી. માણસ માટે સજીવ કલ્પના અને ચાલાકીપૂર્વક પ્રભાવિત કરવા માટેનું તે માધ્યમ છે. આવા માધ્યમ દ્વારા કમ્પ્યૂટર તથા અત્યંત જટિલ માહિતી સાથે આંતરક્રિયા કરવાનો માર્ગ તૈયાર છે; જેમ કે, ભયાનક જંગલ,…

વધુ વાંચો >

ઇન્ટીગ્રેટેડ સર્કિટ (IC, સંકલિત પરિપથ)

ઇન્ટીગ્રેટેડ સર્કિટ (IC, સંકલિત પરિપથ ) : ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડ જેવા સક્રિય ઘટકો, પ્રતિરોધક (resistor) તથા સંધારિત્ર (capacitor) જેવા અક્રિય (passive) ઘટકો અને તેમની વચ્ચેનાં જરૂરી જોડાણોવાળી, એક એકમ તરીકે વર્તતી સિલિકનના એકલ સ્ફટિક(single crystal)ની સૂક્ષ્મ (ક્ષેત્રફળ 50 મિલ x 50 મિલ, 1 મિલ = 0.001 ઇંચ) પાતળી પતરી (chip)…

વધુ વાંચો >

ઇલેકટ્રોનિક્સ

ઇલેકટ્રોનિક્સ વાયુ, શૂન્યાવકાશ અથવા અર્ધવાહક(semi-conductors)માંથી પસાર થતા વિદ્યુતભારિત કણોને લગતું વિજ્ઞાન અને તેની ટૅક્નૉલૉજી. ફક્ત ધાતુમાંથી થતા ઇલેકટ્રોનના વહન ઉપર આધાર રાખતી પ્રયુક્તિઓનો સમાવેશ વિદ્યુત-ઇજનેરીમાં કરાય છે. વિદ્યુતજનિત્ર (generator), વિદ્યુત-મોટર, વીજળીનો ગોળો વગેરે આ ક્ષેત્રનાં ઉદાહરણો છે. ઇલેકટ્રોન બધાં જ દ્રવ્યમાંનો પાયાનો એકમ છે અને તે સર્વત્ર હાજર હોય છે.…

વધુ વાંચો >

ઇલેકટ્રોનિક્સ : પરિપથના ઘટકો

ઇલેકટ્રોનિક્સ : પરિપથના ઘટકો સામાન્યત: ઇલેકટ્રોનિક ઉપકરણોમાં, વાલ્વ, ટ્રાન્ઝિસ્ટર તથા સંકલિત પરિપથ(IC)નો ઉપયોગ થાય છે. ઉપરાંત તેમનાથી થતી પરિપથરચનામાં, અવરોધ કે પ્રતિરોધ (resistor/resistance), કૉઇલ (coil), પ્રેરક (inductor), ધારિત્ર (capacitor) તથા પરિવર્તક (transformer) વગેરે ઘટકો(components)નો પણ ઉપયોગ થાય છે. પ્રતિરોધ : આ ખૂબ જ બહોળા વપરાશનો ઘટક છે. (1) કાર્બન રેઝિસ્ટન્સ,…

વધુ વાંચો >

ઇલેકટ્રોનિક્સ : પાવર-સપ્લાય

ઇલેકટ્રોનિક્સ : પાવર-સપ્લાય વિવિધ પ્રકારના ઇલેકટ્રોનિક પરિપથોને વિદ્યુતશક્તિ પૂરી પાડનાર ઉપકરણ. ઘણાંખરાં ઇલેકટ્રોનિક સાધનો માટે એકદિશ પ્રવાહની જરૂર પડે છે. સામાન્ય રીતે જોઈએ તો આ બધાં ઉપકરણો માટેના શક્તિસ્રોત પરિપથ (power-supply circuit) માટે પ્રત્યાવર્તી (A.C.) આદાનનું એકદિશીકરણ (rectification) કરવામાં આવે છે અને તે માટે એકદિશકાર(rectifier)નો ઉપયોગ કરવામાં આવે છે. આ…

વધુ વાંચો >

ઇલેકટ્રોફૉરિસિસ

ઇલેકટ્રોફૉરિસિસ (electrophoresis, વિદ્યુતકણ-સંચલન) : વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ દ્રાવણમાં અથવા નિલંબન- (suspension)માં રહેલા વીજભારિત કણોનું અભિગમન. પ્રત્યેક કણ તેનાથી વિરુદ્ધની વિદ્યુતધ્રુવીયતા (electrical polarity) ધરાવતા વીજધ્રુવ તરફ જાય છે. સામાન્ય રીતે મોટાભાગના (નિલંબિત) ઘન કણો, તેમની ઉપર ઋણ વીજભાર હોવાથી ધન વીજધ્રુવ તરફ જ્યારે ધનાયનોનું અધિશોષણ થવાને લીધે ધનવીજભારિત એવા બેઝિક રંગકો…

વધુ વાંચો >

ઇલેકટ્રોમિટર

ઇલેકટ્રોમિટર : અલ્પ મૂલ્યનાં વિદ્યુતવિભવ તેમજ વિદ્યુતધારાએ ચોકસાઈપૂર્વક માપવા માટેનું સાધન. સાચું માપ મળવાનું કારણ એ છે કે તે વિદ્યુતસ્રોતમાંથી શૂન્ય અથવા લગભગ શૂન્ય જેટલી વિદ્યુતધારા ઉપયોગમાં લે છે. તેથી ઊલટું, આવાં માપન માટેનાં ચલિત ભાગ ધરાવતાં સાધનો (વોલ્ટમીટર વગેરે) થોડીઘણી પણ વિદ્યુતધારા વાપરે છે એટલે તેમની દ્વારા સાચાં માપ…

વધુ વાંચો >

ઇલેકટ્રોસ્કોપ

ઇલેકટ્રોસ્કોપ : વિદ્યુતભારનું અસ્તિત્વ તેમજ તેનો પ્રકાર જાણવા માટેનું સાધન. સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ અને અસમાન વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ તથા વિદ્યુત-ઉપપાદન(electric induction)ના સિદ્ધાંત પર ઇલેકટ્રોસ્કોપની રચના કરવામાં આવે છે. મહદ્અંશે તો સોનાના વરખવાળો ઇલેકટ્રોસ્કોપ વપરાતો હોય છે. તેની રચનામાં એક કાચની બરણીને અવાહક બૂચથી ચુસ્ત બંધ કરી, બૂચમાંથી એક સુવાહક…

વધુ વાંચો >

ઉત્તેજન ઊર્જા (excitation energy)

ઉત્તેજન ઊર્જા (excitation energy) : પરમાણુ અથવા અણુની ઉત્તેજિત અને ધરાસ્થિતિ વચ્ચેનો ઊર્જાનો તફાવત. ‘ઉત્તેજન-ઊર્જા’ શબ્દપ્રયોગ ઇલેક્ટ્રૉન-ઉત્તેજન તેમજ અણુની કંપન અને ઘૂર્ણન અવસ્થાને પણ લાગુ પડે છે. ઉત્તેજન-ઊર્જા ઇલેક્ટ્રૉન વોલ્ટ eVમાં અને ઉત્તેજનવિભવ (excitation potential) વોલ્ટ Vમાં આપવામાં આવે છે. બોહરના સિદ્ધાંત પ્રમાણે સંક્રમણ સાથે સંકળાયેલા ફોટૉનની તરંગલંબાઈ અને બે…

વધુ વાંચો >