ઇતિહાસ – ભારત

વેબ, આલ્ફ્રેડ

વેબ, આલ્ફ્રેડ : ચેન્નાઈ મુકામે 1894માં ભરાયેલ દસમી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ. કૉંગ્રેસના પ્રમુખપદે બિરાજનાર તેઓ ત્રીજા બિન-ભારતીય હતા. તેઓ આઇરિશ હતા. તેમના વિશે ખાસ માહિતી મળતી નથી. આ દેશના લોકોના કલ્યાણ માટે તેમને ચિંતા હતી. તેમના જીવનનું મુખ્ય ધ્યેય જનતાનું કલ્યાણ કરવાનું હતું. તેમણે શાંતિ અને શુભેચ્છાના દૂત તરીકે…

વધુ વાંચો >

વેવેલ, લૉર્ડ આર્કિબાલ્ડ પર્સિવલ

વેવેલ, લૉર્ડ આર્કિબાલ્ડ પર્સિવલ (જ. 5 મે 1883, કોલચેસ્ટર, ઇસૅક્સ, ઇંગ્લૅન્ડ; અ. 24 મે 1950, લંડન) : બ્રિટિશ ફિલ્ડમાર્શલ, મુત્સદ્દી અને વહીવટકર્તા ઈ. સ. 1943થી 1947 સુધીના સમયમાં એમણે હિંદના વાઇસરૉય અને ગવર્નર જનરલ તરીકે કામ કર્યું હતું. એમના પિતા લશ્કરમાં અધિકારી હતા. લૉર્ડ વેવેલે સૅન્ડહર્સ્ટની વિન્ચેસ્ટર કૉલેજ તથા રૉયલ…

વધુ વાંચો >

વેંકટ રમણય્યા, નેલતુરી

વેંકટ રમણય્યા, નેલતુરી (જ. 1893; અ. 1977) : આંધ્રના નિબંધકાર અને ઇતિહાસકાર. ગરીબ પણ વિદ્વાન બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમણે 1919માં ઇતિહાસમાં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. પછી બૅંગાલુરુ અને મદ્રાસ (ચેન્નાઈ) ખાતે તેલુગુ પંડિત તરીકે અને મદ્રાસની ક્રિશ્ચિયન કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમના શોધ-પ્રબંધ ‘ધી ઓરિજિન ઑવ્ સાઉથ ઇન્ડિયન…

વધુ વાંચો >

વૈદ્ય, ચિંતામણ વિનાયક (ડૉ.)

વૈદ્ય, ચિંતામણ વિનાયક (ડૉ.) (જ. 18 ઑક્ટોબર 1861, કલ્યાણ, થાણા જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 20 એપ્રિલ 1938, કલ્યાણ) : ગ્વાલિયર રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ, વિવિધ શાસ્ત્રોના વિદ્વાન અને દેશભક્ત. ચિંતામણ ઉર્ફે નાનાસાહેબનો જન્મ વિનાયક બાપુજી વૈદ્ય નામના વકીલને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મરાઠીમાં અને હાઈસ્કૂલનું શિક્ષણ અંગ્રેજી ભાષામાં લીધું હતું.…

વધુ વાંચો >

વૈન્યગુપ્ત

વૈન્યગુપ્ત : ગુપ્ત સમ્રાટ બુધગુપ્તનો ઉત્તરાધિકારી. તે ઈ. સ. 495માં પાટલિપુત્રની ગાદીએ બેઠો. એણે ઈ. સ. 495થી 507 સુધી શાસન કર્યું. બુધગુપ્ત પછી ગુપ્ત સામ્રાજ્ય પોતાની એકતા જાળવી શક્યું નહિ. ગુપ્ત સામ્રાજ્યના પૂર્વ ભાગમાં વૈન્યગુપ્તનું તથા પશ્ચિમ ભાગમાં ભાનુગુપ્તનું શાસન હતું. વૈન્યગુપ્તના સોનાના સિક્કા પ્રાપ્ત થયા છે. આ સિક્કાઓમાં સોનાની…

વધુ વાંચો >

વૈભારગિરિ

વૈભારગિરિ : બિહાર રાજ્યના પટણા જિલ્લામાં રાજગૃહ કે રાજગિરિ પાસે આવેલી પર્વતમાળા. રામાયણ, મહાભારત, બૌદ્ધ પાલિ સાહિત્ય તથા અન્ય સાહિત્યમાંથી વૈભારગિરિ વિશે માહિતી મળે છે. ભગવાન બુદ્ધને ચારેય બાજુથી પહાડીઓથી ઘેરાયેલ આ પ્રાકૃતિક સ્થળ ઘણું પસંદ હતું. તેથી તેઓ સંબોધિ મેળવ્યા પહેલાં પણ રાજગૃહ આવ્યા હતા. અજાતશત્રુના શાસનકાળમાં વૈભારગિરિની સાતપર્ણી…

વધુ વાંચો >

વૈશાલી (જિલ્લો)

વૈશાલી (જિલ્લો) : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25° 40´ ઉ. અ. અને 85° 13´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 2,036 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મુઝફ્ફરપુર, પૂર્વે સમસ્તીપુર, દક્ષિણે ગંગાને સામે કાંઠે પટણા તથા પશ્ચિમે સરન જિલ્લા આવેલા છે.…

વધુ વાંચો >

વૈશાલી (નગરી)

વૈશાલી (નગરી) : બિહારમાં આવેલું નગર, જેનું અગાઉનું નામ બસાઢ હતું. તે લિચ્છવી ગણરાજ્યની રાજધાની હતું. બૌદ્ધ સાહિત્યમાં લિચ્છવીની જેમ વજ્જિ પણ વૈશાલીના જ કહેવાય છે. વજ્જિ સંઘની રાજધાની વૈશાલી જ હતી. પાલિ ત્રિપિટકમાં લિચ્છવી અને વજ્જિનો ઉલ્લેખ એક જ ગણરાજ્ય માટે થયો છે. ભગવાન બુદ્ધે બુદ્ધત્વ-પ્રાપ્તિ પછી પાંચમો વર્ષાવાસ…

વધુ વાંચો >

વ્યક્તિગત સત્યાગ્રહ

વ્યક્તિગત સત્યાગ્રહ (1940’-41) : દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે કૉંગ્રેસ સરકારની યુદ્ધનીતિનો ખુલ્લેઆમ વિરોધ કરવા, 1940માં શરૂ કરેલી વ્યક્તિગત સવિનય કાનૂનભંગની ચળવળ. ભારતની સંમતિ વિના વાઇસરૉયે ભારતને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પક્ષકાર તરીકે જાહેર કર્યું. મૌલાના અબુલ કલામ આઝાદના પ્રમુખપદે 19 અને 20 માર્ચ, 1940ના રોજ રામગઢ મુકામે મળેલા અધિવેશનમાં કૉંગ્રેસ, ‘ભારતના…

વધુ વાંચો >

શકુનિ

શકુનિ : ‘મહાભારત’નું એક અત્યન્ત દુષ્ટ, કુટિલ, કપટી પાત્ર. ‘મહાભારત’ના કેટલાયે મહત્વના પ્રસંગોના મૂળમાં તેની કુટિલ નીતિ જ રહેલી. તેની આ દુષ્ટતાએ પવિત્ર પાંડવોને દુ:ખી કરવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું અને છેવટે ભયંકર યુદ્ધ અનિવાર્ય બનાવી દીધું, જેણે સર્વનાશ સર્જ્યો. શકુનિ ગાંધાર દેશના નૃપતિ સુબલનો જ્યેષ્ઠ પુત્ર હતો અને…

વધુ વાંચો >