ઇતિહાસ – ભારત
મૈસૂર વિગ્રહો
મૈસૂર વિગ્રહો (1766–1799) : અંગ્રેજો અને મૈસૂરના મુસ્લિમ શાસકો વચ્ચે થયેલા વિગ્રહો. મૈસૂરના હિંદુ રાજાનો સિપાઈ, હૈદરઅલી, આપબળે ક્રમશ: સેનાપતિ અને ત્યારબાદ રાજાને ઉથલાવીને મૈસૂરનો શાસક બની ગયો હતો. 1766માં હૈદરાબાદના નિઝામ, મરાઠા અને અંગ્રેજોએ હૈદરઅલી વિરુદ્ધ જોડાણ કરીને તેના રાજ્ય પર હુમલો કર્યો, ત્યારે પ્રથમ મૈસૂર વિગ્રહ શરૂ થયો.…
વધુ વાંચો >મૉન્ટ-ફર્ડ સુધારા
મૉન્ટ-ફર્ડ સુધારા (1919) : પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું એ દરમિયાન ઇંગ્લૅન્ડની સરકારને હિંદના સહકારની જરૂર હતી, તેથી હિંદી વજીર (સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા) લૉર્ડ મૉન્ટેગ્યુએ બ્રિટનની પાર્લમેન્ટમાં 20મી ઑગસ્ટ, 1917ના રોજ એવી જાહેરાત કરી હતી કે હિંદમાં ક્રમે ક્રમે વહીવટી સુધારા દાખલ કરી અંતે જવાબદાર રાજ્યતંત્ર દાખલ કરવામાં આવશે.…
વધુ વાંચો >મોપલાઓનો વિદ્રોહ
મોપલાઓનો વિદ્રોહ : દક્ષિણ ભારતના મલબાર પ્રદેશમાં રહેતા મુસ્લિમોનો વિદ્રોહ. ખાસ કરીને વાલવનદ અને એરંડ તાલુકાઓમાં એમની વસ્તી વધારે હતી. ઈસુની 9મી સદીમાં દક્ષિણ હિંદમાં આવનાર આરબોના તેઓ વંશજો હતા. તેઓ ઘણા ઉગ્ર અને ધર્મઝનૂની હતા. તેઓ જ્યારે ઉશ્કેરાય ત્યારે સમૂહમાં ભયંકર તોફાનો કરતા. અસહકારની ચળવળ (1920–22) દરમિયાન મલબારમાં અલીભાઈઓનાં…
વધુ વાંચો >મોરાદાબાદ
મોરાદાબાદ : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 19´થી 29° 16´ ઉ. અ. અને 78° 03´થી 78° 59´ પૂ. રે. વચ્ચેનો 3,718 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો મોટો ભાગ રામગંગા નદીના જમણા કાંઠા તરફ વિસ્તરેલો છે. ઉત્તરપ્રદેશના…
વધુ વાંચો >મોરેના
મોરેના : મધ્ય પ્રદેશના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ ઉ. અ. અને 78° 09´ પૂ. રે.. આજુબાજુનો 11,594 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ઉત્તર પ્રદેશનો આગ્રા જિલ્લો, પૂર્વમાં ભિંડ જિલ્લો, અગ્નિ તરફ ગ્વાલિયર અને શિવપુરી જિલ્લા.…
વધુ વાંચો >મૉર્લે-મિન્ટો સુધારા
મૉર્લે-મિન્ટો સુધારા (1909) : અંગ્રેજ સરકારે હિંદમાં ઈ. સ. 1909માં જાહેર કરેલા બંધારણીય સુધારા. એ સમયે હિંદના સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા તરીકે લૉર્ડ મૉર્લે અને ગવર્નર જનરલ તરીકે લૉર્ડ મિન્ટો હતા. 1905માં બંગાળના ભાગલાને કારણે અંગ્રેજો સામે હિંદમાં પ્રચંડ રોષ અને ઉગ્ર વિરોધની લાગણી હતી. લોકોના આ ઉશ્કેરાટને શાંત…
વધુ વાંચો >મોહમ્મદ કુતુબશાહ
મોહમ્મદ કુતુબશાહ (જ. 1593; અ. 1626) : દક્ષિણ ભારતમાં ગોલકોન્ડા રાજ્યના કુતુબશાહી વંશના રાજવી (1612–1626). આખું નામ સુલતાન મોહંમદ ઉર્ફે સુલતાન મિર્ઝા. એક સદાચારી અને શાંતિપ્રિય સુલતાન તરીકે તે નોંધપાત્ર નીવડ્યા. તેમના પિતા મિર્ઝા મુહમ્મદ અમીન, ગોલકોન્ડાના પ્રખ્યાત સુલતાન ઇબ્રાહીમ કુતુબશાહ(1550–1580)ના દીકરા અને નામાંકિત સુલતાન મોહંમદ કુલી કુતુબશાહ(1580–1612)ના નાના ભાઈ…
વધુ વાંચો >મોહૅમેડન ડિફેન્સ ઍસોસિયેશન
મોહૅમેડન ડિફેન્સ ઍસોસિયેશન : ભારતમાં મુસલમાનોના અધિકારોનું રક્ષણ કરવા માટે સ્થાપવામાં આવેલી સંસ્થા. મોહૅમેડન ઍંગ્લો-ઑરિયેન્ટલ કૉલેજ, અલીગઢના પ્રિન્સિપાલ થિયોડૉર બેકની પ્રેરણાથી 30 ડિસેમ્બર 1893ના રોજ સૈયદ અહમદના નિવાસસ્થાને કેટલાક વગદાર મુસ્લિમોની હાજરીમાં મોહૅમેડન ઍંગ્લો-ઑરિયેન્ટલ ડિફેન્સ ઍસોસિયેશન ઑવ્ અપર ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. તેના મંગલ પ્રવચનમાં બેકે જણાવ્યું કે તે રાજકીય…
વધુ વાંચો >મૌખરી વંશ
મૌખરી વંશ : એક પ્રાચીન વંશ કે પરિવાર. બિહારના ગયામાંથી આ વંશની, મૌર્ય યુગની માટીની મુદ્રાઓ મળી આવી છે. રાજસ્થાનના કોટા રાજ્યમાંથી મળી આવેલા ઈ. સ. 239ના અભિલેખમાં મૌખરી સેનાપતિનો ઉલ્લેખ મળ્યો છે. આ પ્રદેશમાં ત્રીજી સદીમાં ઘણા મૌખરી પરિવારો હતા એમ અભિલેખો પરથી જાણવા મળે છે. મહાભારતમાં ઉલ્લેખ કરાયેલ…
વધુ વાંચો >મૌર્ય, ચંદ્રગુપ્ત
મૌર્ય, ચંદ્રગુપ્ત (રાજ્યકાળ ઈ. સ. પૂ. 322થી ઈ. સ. પૂ. 298) : પ્રાચીન ભારતનો પ્રથમ ઐતિહાસિક રાજવંશ અને પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્યનો સ્થાપક. તે ‘મોરિય’ નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં જન્મ્યો હતો તેમ ‘મહાવંશ’ નામના બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે. ચંદ્રગુપ્ત મૌર્ય કુળના નાયકનો પુત્ર હતો. તે તેની માતા સાથે પાટલિપુત્રમાં રહેતો…
વધુ વાંચો >