ઇતિહાસ – ભારત

મુંબઈ મહાનગર (બૃહદ્ મુંબઈ)

મુંબઈ મહાનગર (બૃહદ્ મુંબઈ) (જિલ્લો – પરાવિસ્તાર સહિત) : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 58´ ઉ. અ. અને 72° 50´ પૂ. રે.ની આજુબાજુનો 534 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. મહારાષ્ટ્ર રાજ્યનો તે નાનામાં નાનો જિલ્લો હોવા છતાં વસ્તીની ર્દષ્ટિએ પ્રથમ ક્રમે…

વધુ વાંચો >

મૂલકદેશ

મૂલકદેશ : ઈસવી સનની બીજી સદીમાં આંધ્રના સાતવાહન વંશના રાજા અને મહાન વિજેતા ગૌતમીપુત્ર શાતકર્ણીની સત્તા હેઠળનો પ્રદેશ. આ પ્રદેશનું પાટનગર ગોદાવરી નદીના કાંઠે આવેલ પ્રતિષ્ઠાન અથવા હાલનું પૈઠણ હતું. ગૌતમીપુત્ર શાતકર્ણીએ મૂલકદેશ સહિત બીજો ઘણો પ્રદેશ ક્ષહરાત વંશના રાજા નહપાન પાસેથી જીતી લીધો હતો. જૂનાગઢમાં આવેલા ઈ. સ. 150ના…

વધુ વાંચો >

મૅકડૉનલ, એ.

મૅકડૉનલ, એ. (જ. 7 માર્ચ 1844; અ. 9  જૂન 1925, લંડન) : દુષ્કાળ પડે ત્યારે કરવા જેવાં કાર્યો સૂચવવા માટે ઈ. સ. 1900માં ગવર્નર જનરલ લૉર્ડ કર્ઝને નીમેલા કમિશનના પ્રમુખ. ઈ. સ. 1898–99માં પડેલા ભયંકર દુષ્કાળ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશ(સંયુક્ત પ્રાંતો)માં સફળ કામગીરી કરી હતી. તેમના પ્રમુખપદ હેઠળ આ કમિશને…

વધુ વાંચો >

મેડતા

મેડતા : મારવાડનું એક અગત્યનું રાજ્ય. મુઘલ યુગ દરમિયાન એનું મહત્વ વધ્યું હતું. એનો કિલ્લો ઘણો મજબૂત હતો. મારવાડનું પાટનગર જોધપુર અને મેવાડનું પાટનગર ચિત્તોડ હતું. મારવાડના રાજા જોધાના પુત્ર દુદાએ મેડતામાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. સલ્તનતયુગ દરમિયાન અજમેરના મુસ્લિમ ગવર્નર સુજાએ ઈ. સ. 1491માં મેડતા ઉપર આક્રમણ કર્યું…

વધુ વાંચો >

મેદિનીપુર (મિદનાપુર)

મેદિનીપુર (મિદનાપુર) : પશ્ચિમ બંગાળના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. જૂનું નામ મિદનાપુર. ભૌગોલિક સ્થાન : તે 22° 16´ ઉ. અ. અને 87° 20´ પૂ. રે.ની આજુબાજુનો 14,081 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં અનુક્રમે પુરુલિયા, બાંકુરા અને હુગલી જિલ્લાઓ,…

વધુ વાંચો >

મેદિનીરાય

મેદિનીરાય (સોળમી સદીનો પૂર્વાર્ધ) : ચૌહાણ જાતિનો પુરબિયો રજપૂત સરદાર, ચંદેરીનો જાગીરદાર અને માળવાના સુલતાન અલાઉદ્દીન મહમૂદ બીજા(1511–1531)નો વજીર. તેની મદદ લઈને સુલતાન અલાઉદ્દીન મહમૂદ બીજાએ પોતાના રાજ્યમાંના બળવાખોર અમીરોને અંકુશમાં લીધા હતા. ત્યારબાદ મેદિનીરાય માળવામાં સૌથી વધારે વર્ચસ્ ધરાવનાર સરદાર ગણાતો હતો. તેણે કેટલાય અમીરોને સજા કરાવી હતી. તેને…

વધુ વાંચો >

મેનન, લક્ષ્મી

મેનન, લક્ષ્મી : જુઓ, સહગલ, લક્ષ્મી(કૅપ્ટન લક્ષ્મી)

વધુ વાંચો >

મેનન્દ્ર

મેનન્દ્ર : જુઓ મિલિન્દ.

વધુ વાંચો >

મેવાડ

મેવાડ : રાજસ્થાનનું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું રાજ્ય. મેવાડના રાજ્યનો સ્થાપક ગૂહિલ, એનો પુત્ર ભોજ, એનો પુત્ર મહેન્દ્ર, એનો નાગ અને એનો શીલાદિત્ય એમ પાંચ રાજા એક પછી એક રાજ્ય કરતા હતા એવી માહિતી ઈ. સ. 646ના સામોલી ગામના શિલાલેખમાંથી જાણવા મળે છે. શીલાદિત્ય પછી અપરાજિતના લેખમાં રાજાને ગૂહિલ વંશનો જણાવ્યો…

વધુ વાંચો >

મૈસૂર

મૈસૂર : કર્ણાટક રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 30´થી 12° 18´ ઉ. અ. અને 76° 39´ પૂ. રે.ની આજુબાજુના 6,854 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હસન અને માંડ્યા જિલ્લા, પૂર્વમાં ચામરાજનગર જિલ્લો, દક્ષિણમાં કેરળ રાજ્યની…

વધુ વાંચો >